Last Update : 24-August-2012,Friday

 

રણદીપ હૂડા બોલીવૂડમાં પગદંડો જમાવી રહ્યો છે

 

રણદીપ હૂડા ભટ્ટ કેમ્પનો નવો માનીતો કલાકાર છે. તાજેતરમાં રણદીપ એક સાથે પાંચ-છ ફિલ્મનું શૂટંિગ કરી રહ્યો છે. જો કે તેનોે દાવો છે કે એક સમયે તેને એક ડઝન જેટલી ફિલ્મ ઓફર થઈ હતી. પરંતુ, સમયને અભાવે તે આ ફિલ્મો કરી શક્યો નહોતો. ‘જિસ્મ-ટુ’ ની રિલીઝ પછી હવે રણદીપ ‘હિરોઈન’ અને ‘શૂટર’ ફિલ્મોના શૂટીંગમાં વ્યસ્ત થઈ ગયો છે. આ ઉપરાંત ‘જ્હોેન ડે’, ‘મર્ડર થ્રી’ અને રેન્સિલ ડિસિલ્વાની ફિલ્મનું શૂટંિગ ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે. આ ફિલ્મો દરમિયાન તે ‘સાહેબ બીવી ઓર ગેન્ગસ્ટર-ટુ’ના શૂટંિગ માટે પણ સમય ફાળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. રણદીપનું માનવું છે કે વઘુ ફિલ્મો કરવાને કારણે એક અભિનેતા તરીકે તેને વિકાસ કરવાની તક મળે છે. ‘‘મારા કામની મેં હમેશાં જવાબદારી સ્વીકારી છે. મને મારી ફિલ્મની સંખ્યા ક્યારે પણ ડરાવતી નથી. મેં મારા જીવનમાં આટલું કામ ક્યારે પણ કર્યું નહોતું બીજી ભૂમિકા પર કામ કરતા પૂર્વે એક કલાકારે થોડો આરામ કરીને પાછા આવવું જોઈએ એમ મને લાગતું હતું, પરંતુ હવે મારી આ માન્યતા બદલાઈ ગઈ છે. ‘એ’ લિસ્ટના કલાકારોની યાદીમાં મારું નામ સામેલ નથી. એ હું જાણું છું. ભવિષ્યમાં મારું નામ આ યાદીમાં સામેલ થાય એવી આશા હું રાખું છું. એક સમયે એક જ ફિલ્મ કરીને મને દર્શકોમાં લોકપ્રિયતા મળવાની નથી અને મારા પ્રત્યે લોકોનું ઘ્યાન ખેંચાવાનું નથી.’’ અભિનેતા કહે છે.
એક સમયે આટલી બધી ફિલ્મોનું શૂટંિગ કેવી રીતે સંભાળી શકે છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા અભિનેતા કહે છે, ‘‘આ કારણે હું ઘણો નર્વસ થઈ જાઉં છું, પણ મને મારા દિગ્દર્શકો પર વિશ્વાસ છે. એક વરસ દરમિયાન એક ફિલ્મ કરવાને કારણે મળતી ગુણવત્તા વઘુ ફિલ્મો કરવા કરતા ઓછી હશે એ વાત હું સમજું છું. પરંતુ આ ફિલ્મ મને આગળ વધવામાં મદદરૂપ થઈ શકી નહોત. થોડા વર્ષો વઘુ ફિલ્મો કર્યા પછી હું પાછો મારી જૂની પઘ્ધતિ પર આવી જઈશ અને ત્યારે મને વઘુ સારા રોલ મળશે એવી મને આશા છે.’’
રણદીપની ફિલ્મો પર એક નજર ફેરવતા જણાઈ આવશે કે આજકાલ તે ભટ્ટ કેમ્પની વઘુ ફિલ્મો કરે છે. ‘જન્નત - ટુ’, ‘જિસ્મ-ટુ’ પછી હવે તે ભટ્ટ કેમ્પની ‘મર્ડર-થ્રી’ કરી રહ્યો છે. ઈમરાન હાશ્મી અને ભટ્ટ કેમ્પ વચ્ચે અણબનાવ થયા પછી હવે રણદીપ ભટ્ટ કેમ્પમાં ઈમરાનની જગ્યા લઈ રહ્યો હોવાની અફવા છે. ‘‘હું તેમના ઉપરાંત બીજા નિર્માતાઓ સાથે પણ કામ કરી રહ્યો છું. તેમની સાથે મારે સારા પ્રોફેશનલ સંબંધો છે તેમની પ્રોડક્શન સ્ટાઈલ ઘણી સારી છે. તેઓ તેમની ફિલ્મો એક ચોેક્કસ બજેટમાં બનાવે છે. અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતી નથી. સંગીતની તેમની સૂઝ પણ ગજબની છે. તેઓ પોતે જ તેમની ફિલ્મને પ્રમોટ અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો પ્રયાસ કરે છે આથી આ ફિલ્મો વઘુને વઘુ લોકો સુધી પહોંચી શકે છે. તેમને મારું કામ ગમે છે અને તેઓ મને તેમની ફિલ્મોમાં કામ આપે છે એની મને ખુશી છે પરંતુ, હું ઈમરાનનું સ્થાન લઈ શકીશ કે નહીં એ હું જાણતોે નથી. ઈમરાન તેમનો સગો છે. તે તેમની સાથે ઘણા વરસથી કામ કરે છે. ફિલ્મો નિષ્ફળ ગયા પછી પણ તેમણે એકબીજાનો સાથ છોડ્યો નથી મને નથી લાગતું કે સંબંધની બાબતે હું ઈમરાનનું સ્થાન લઈ શકું. પરંતુ, ઈમરાન હવે બહારની ઘણી ફિલ્મો કરી રહ્યો છે. અને મને લાગે છે કે યોેગ્ય સમયે હું યોેગ્ય સ્થાન પર હતો.’’ આમ કહી રણદીપ ‘જન્નત ટુ’ માં ઈમરાન અને તેની વચ્ચે શીત યુદ્ધ ચાલતું હોવાથી અફવાનો ચોખ્ખા શબ્દોમાં ઈનકાર કરે છે ‘‘આ અફવા સાવ બકવાસ છે. ફિલ્મમાં અમારી વચ્ચે કોઈ સમસ્યા થઈ જ નહોતી. અમે ખેલદિલીથી કામ કરતા હોવાથી અમારી વચ્ચે સારી કેમેસ્ટ્રી હતી જે પડદા પર દેખાઈ આવી હતી. હકીકતમાં તો મેં એને મજાકમાં પણ કહ્યું હતું કે આ ફિલ્મ પછી આપણી કેમેસ્ટ્રી લોકોમાં ચર્ચાનો એક વિષય બની જશે આથી હવેથી તું છોકરીઓને ભૂલી જજે. તેને મારી સાથે કોઈ સમસ્યા હોય એમને લાગતું નથી.’’
‘જિસ્મ-ટુ’માં તેણે અરૂણોદય સંિહ સાથે કામ કર્યુ ંહતું જેનું સ્થાન તેણે ‘હિરોેઈન’ માં લીઘું હતું. સામાન્ય રીતે આ પરિસ્થિતિમાં બંને કલાકારોે વચ્ચે સેટ પર શીત યુદ્ધ ફાટી નીકળે છે. પરંતુ રણદીપ અને અરૂણોદય સંિહ વચ્ચે આવી કોઈ સમસ્યા થઈ નહોતી. બંને વચ્ચે સારા સંબંધો હોવાનું રણદીપ કહે છે.
‘હિરોઈન’ માં અરૂણોદયને બદલે રણદીપને લેવાનું કરીના કપૂરે મઘુર ભંડારકરને સૂચન કર્યું હોવાની એક અફવા છે. ‘‘આ બાબતે હું કંઈ કહી શકું તેમ નથી. આનો ખુલાસો તો મઘુર કે કરીના જ કરી શકે તેમ છે. શા માટે મને આ ફિલ્મમાં લેવામાં આવ્યો એ મને કહેવામાં આવ્યું નહોેતું. આ ફિલ્મ મને મળી એનો મને આનંદ છે. ‘સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર’ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય એમ મને લાગે છે.’’ આ ઉપરાંત સૈફ કરીના સાથેની તેની મૈત્રી પણ ચર્ચાનો એક વિષય બની છે. ‘‘મને સૈફ પહેલેથી જ ગમે છે. તે કૂલ છે. તે ઘણો હેન્ડસમ છે. તે રમૂજી છે અને જંિદગી માણી શકે છે. હું હમેશાં તેના કામ અને તેનો ચાહક છું. ‘ઓમકારા’ માં તેણે ભજવેલા પાત્ર જેવું એક પાત્ર મારે ભજવવું છે. મેં તેની ફિલ્મ ‘કોકટેલ’ મૈત્રી સંબંધને કારણે કરી હતી અને એ પછી ‘હિરોઈન’માં મને કરીના સામે લેવામાં આવ્યો હતો. કરીના ટોચની અને કરીના સામે લેવામાં આવ્યો હતો. કરીના ટોચની અભિનેત્રી છે પરંતુ તે ઘણી નમ્ર અને શાંત છે. મને લાગે છે કે લોકોએ તેની પાસેથી આ શીખવું જોઈએ.’’
પ્રોફેશનલ જીવન વિશે નિખાલસતાથી વાત કરતો રણદીપ અંગત જીવનના નીતુ ચંદ્રા સાથેના સંબંધ વિશે વાત નીકળતા જ ‘નો કમેન્ટ’ કહીને પ્રકરણ બંધ કરી દે છે.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved