Last Update : 24-August-2012,Friday

 

પોતાનું ગીત જાતે જ ગાવાનો ટ્રેન્ડ અપનાવતા કલાકારો

 

બોલીવૂડના કલાકારો ફકત અભિનય જ નહીં પરંતુ ગાયકીક્ષેત્રે પણ પગદંડો જમાવી રહ્યા છે. અમિતાભ બચ્ચનથી લઇ અભિષેક બચ્ચન, આમિર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, પિયુષ મિશ્રાા, રધુવીર યાદવ. નીલ નિતિન મુકેશ, રિતેશ દેશમુખ, અલી ઝાફર, અદિતિ રાવ હૈદરી, સોનલ ચૌહાણ, પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સુધી તમામ કલાકારોએ પોતાની ફિલ્મમાં ગીત ગાવાના પ્રયોગ કર્યા છે. અને આ યાદી લંબાતી જ જાય છે.
તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે કેટરિના કૈફ યશ ચોપરા દિગ્દર્શિત ફિલ્મમાં એ.આર. રહેમાને સંગીતબદ્ધ કરેલું રોમેન્ટિક ગીત ગાવાની છે.
ચિત્રાંગદા સંિહ ે ‘જોકર’માં આઇટમ ગીત ગાયું છે. જ્યારે રણબીર કપૂરે ‘યે જવાની હૈ દિવાની’માં આઇટમ સોન્ગ ગાયું છે.
હમણાં-હમણાં થોડા સમયથી રેકોર્ડંિગ સ્ટૂડિયોમાં કલાકારોના આંટાફેરા વધી ગયા છે. ‘ઝંિદગી ના મિલેગી દોબારા’ના દરેક મુખ્ય કલાકારોએ ‘સિનોરિટા’ગીત ગાયું હતું. દક્ષિણના ધનુષે તો ‘કોલાવરી ડી’ગાઇને લોકોને ઘેલા કરી દીધા હતા. પ્રિયંકા ચોપરા તો આનાથી ય એક પગલું આગળ વધી છે તેણે તો આંતરરાષ્ટ્રીય આલ્બમ બહાર પાડવાનું બીડું ઝડપ્યું છે.
‘‘ ગીત ગાવાનો અનુભવ ખરેખર અદભૂત હતો’’ તેમ ‘લંડન પેરિસ ન્યુયોર્ક’માં ગીત ગાનારી અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ કહ્યું હતું. તેણે વઘુમાં ઉમેર્યુ ંહતુ ંકે, ‘‘ હું તાલીમ પામેલી ગાયિકા નથી પરંતુ મને ‘લંડન ન્યુયોર્ક પેરિસ’માટે ગીત ગાવાની ઓફર કરવામાં આવી ત્યારે મેં તેને પડકાર તરીકે વધાવી લીધી હતી. અદિતિએ તો જેનીફર લોપેઝે ગાયેલા ‘આઇસ એચ ફોર-કોન્ટીનેન્ટલ ડ્રિન્કના થીમ સોન્ગનું હિન્દી વર્ઝનનું રેકોર્ડંિગ પણ કર્યું છે.
સંગીતકાર અહેસાન નુરાનીને લાગે છે કે કલાકારોના ગીત ગાવાના આ નવા ટ્રેન્ડને પ્રોત્સાહન આપવું જોઇેએ.‘‘ હોલીવૂડની તો પદ્ધતિ જ છે. બ્રિટિશ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો કલાકારો જ ગીત ગાતા હોય છે તેમના માટે ગીત ડબ કરવા માટે પ્લેબેક સંિગર હોતા નથી. વિદેશના મોટા ભાગના કાલાકારોને તો થિયેટરથી જ ગીત ગાવાનું ફરિજિયાત હોય છે. અહીં પણ વઘુમાં વઘુ કલાકારોને ગીત ગાતા જોઇને સારું લાગશે’’, તેમ તેણે જણાવ્યું હતું.
ફિલ્મ જગતના અનુભવીઓનું કહેવું છે કે આ ટ્રેન્ડ કાંઇ નવો નથી આ તો અમારા જમાનાથી ચાલ્યો આવે છે. અભિનેતા, ગાયક અને સંગીતકાર પિયુષ મિશ્રાનું કહેવું છે કે, ‘‘ હું મારા થિયેટરના દિવસોથી ગીત ગાઉં છુ ંઅને સંગીત પણ આપું છું.’’એકટર સંિગર બન્યા હોવાથી પ્લેબેક સંિગર મુશ્કેલીમાં આવી જશે તેવું પૂછતાં પિયુષ મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘‘ દરેક પોતાની લાયકાત પ્રમાણે મેળવશે. જેમનું કામ સારું હશે તમેને ચોક્કસ સારો પ્રતિસાદ મળશે’’.
અદિતિ આ બાબતે પોતાનો મત આપતા કહે છે કે, ‘‘ અમે સારું ગાતા હોઇશું પરંતુ દરેક ગીતને ન્યાય આપી શકીએ એવું મને લાગતું નથી. તેથી પ્લેબેક સંિગર તકલીફમાં મુકાય તે વાત છે જ નહીં. હું ગાઉં છું કારણકે મને પ્રોત્સાહન આપતી સારી ઓફરો મળે છે એટલે નહીં કે ગાયકીક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે. મારે આ બાબતે ભવિષ્યના કોઇ પ્લાન નથી સિવાય કે મને ફરી પ્રોત્સાહન આપતી ઓફર મળે.’’

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved