Last Update : 24-August-2012,Friday

 

જુહી ચાવલા ઃઘર-પરિવાર સંભાળવાની સાથે મનગમતા કામ કરીને સંતુષ્ટ છે

 

જુહી હાલ રૂપેરી પડદાને સંપૂર્ણ રીતે સમર્પિત થઇ શકે તેવી સ્થિતિમાં નથી. તે પરિવાર, મ્યુઝિક, ફિલ્મો વગેરે માટે જેટલો સમય ફાળવી શકે છે તેનાથી
સંતુષ્ટ છે.
જુહી ચાવલાના રાજકારણમાં પ્રવેશની ચર્ચા આજકાલ થઇ રહી છે. જોકે ઓછા કામથી અભિનેત્રી ખુશ છે. ‘‘ આખો દિવસના શૂટંિગની માનસિક તાણ મેં ભોગવી છે. પરંતુ મેં પરિવાર અને કારકિર્દી વચ્ચેની અગ્રતા બાબતે પરિવારને મહત્વ આપ્યું છે.મારા બાળકો સાથે હું એટલી ખુશ છું કે ં સતત શૂટંિગ નથી કરતી તેનો મને લગીરે અફસોસ નથી.’’તે મ અભિનેત્રીએ જણાવ્યું હતું.જન્માષ્ટમીના દિને રિલિઝ થયેલી ‘કૃષ્ણા ઔર કંસ’એનિમેટેડ ફિલ્મમાં જુહીએ યશોદા માતા માટે પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત ‘સન ઓફ સરદાર’ અને ‘ મૈં કૃષ્ણા હું’માટે પણ તેણે પોતાનો અવાજ આપ્યો છે. ભૂતકાળમાં ‘રામાયણ’માં પણ જુહીએ સીતા માટે સ્વર આપ્યો હતો.
જુહી આ બાબતે કહે છે કે, ‘કૃષ્ણા...’માટે તો ત્રણ-ચાર વરસ પહેલા મારા અવાજનું ડબંિગ થઇ ગયું હતું. એનિમેટેડ ફિલ્મ માટે મારા અવાજનું ડબંિગ મારી કારકિર્દીમાં પ્રથમ વખત બન્યું છે. જોકે હું તો ડબંિગ કરીને વીસરી ગઇ હતી. પરંતુ ફિલ્મ જે રીતે આકાર લઇ રહી હતી તે જોઇને હું રોમાંચિત થઇ ગઇ હતી. ખૂબ જ સુંદર રીતે ફિલ્મ બની છેે.જૂહીના સંતાન ોપણ કૃષ્ણની માતા યશાદામાં પોતાની માતાનો અવાજ સાંભળીને ખુશ થઇ ગયા હતા. અને માતા પર ગર્વ અનુભવ્યો હતો. એટલું જ નહીં મારા સંતાનોએ તો એવી ટીપ્પણી પણ કરી હતી કે ‘‘મમ્મી તું અમારી સાથે તો આવી રીતે વાત નથી કરતી’’જેનાથી મને દુઃખ થયું હતું.તેમ જુહીએ કહ્યું હતું.
જુહી માટે હાલ ઘર-પરિવાર મહત્વન ાહોવાથી તે રૂપેરા પડદાથી અંતર જાળવી રહી છે. જ્યારે તેના સમકાલીન અભિનેતાઓ શાહરૂખ અને આમિર ખાન બોલીવૂડમાં ઘૂમ મચાવી રહ્યા છે. શાહરૂખ આમિર પોતાના વચનો પૂરા કરવા સંપૂર્ણ સમય બોલીવૂડને આપી રહ્યા છે.પરંતુ જુહી હાલ રૂપેરી પડદાને સંપૂર્ણ રીતે સમર્પિત થઇ શકે તેવી સ્થિતિમાં નથી. તે પરિવાર, મ્યુઝિક, ફિલ્મો વગેરે માટે જેટલો સમય ફાળવી શકે છે તેનાથી સંતુષ્ટ છે.
ભૂતકાળમાં જુહીને તેના ભાઇસહિત અનેક દુઃખદ અનુભવોનો સામનો કરવો પડ્યો છે. જુહીનો ભાઇ બોબી ચાવલા હજી પણ ‘કોમા’માં જ છે.ભૂતકાળના આવા દુઃખદ અનુભવોથી ે જીવન પ્રત્યેનો મારો સંપૂર્ણ અભિગમ બદલાઇ ગયો છે. શરૂઆતમાં તો હું આંતરિક રીતે હલબલી ગઇ હતી પરંતુ હવે મનથી હું વઘુ મજબૂત થઇ ગઇ છું. મારો ભાઇ ભાનમાં આવે તેની હું નિયમિત પ્રાર્થના કરું છું.

 
Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved