Last Update : 24-August-2012,Friday

 

બોલીવુડમાં બોડી બિલ્ડંિગની બોલબાલા

 

દિલિપકુમાર અને દેવાનંદ એવા અભિનેતા હતા કે જમણે ક્યારેય સ્ક્રિન પર શર્ટ ઉતાર્યું નહોતું,
પરંતુ આજકાલના અભિનેતાઓમાં સિક્સ પેક દેખાડવાનો એક ટ્રેન્ડ બની ગયો છે
બોલીવુડમાં સિક્સ પેકનો પવન એવો ફૂંકાયો છે કે ફિટનેસની ટ્રેનંિગ આપતા પર્સનલ ટ્રેનરોનો દરજ્જો અત્યંત ઊંપર ઉઠી ગયો છે અને તેઓ પણ સેલિબ્રીટી સ્ટેટસ ભોગવવા લાગ્યા છે. ‘ઇશકઝાદે’ના અભિનેતા અર્જુન કપુરે બોલીવુડમાં એક્ટર બનવા માગતા યુવાનો જેટલી તૈયારી કરે એટલી જ તૈયારી કરી હતી. તેણે ડાન્સ ક્લાસમાં જોડાયો. એક્ટંિગના ક્લાસ કર્યા અને મહિનાઓ સુધી જીમમાં વ્યાયામ કરીને પેટની ચરબી ઘટાડીને સીક્સ પેક એબ્સ ઉપસાવ્યા.
‘ઇશકઝાદે’માં બંદુક વડે પ્રતિસ્પર્ધીઓને ઠાર કરીને અભિનેત્રીને પોતાની તરફ આકર્ષનારો અર્જુન કપૂર જ્યાં સુધી આઇટમ સોંગ ન આવે ત્યાં સુધી પુરા કપડાં પહેરી રાખે છે અને ત્યાર બાદ પોતાનો શર્ટ ઉતારે છે અને સિક્સ પેક્સ એબ્સનું પ્રદર્શન કરી અભિનેત્રીને પોતાની તરફ આકર્ષીત કરે છે.
અર્જુન કપુર કહે છે કે ‘ઓડિયન્સને હિરોના સીક્સ પેક એબ્સ જોવા ગમે છે.’ ફિલ્મ માટે વજન ઉતારવાને લીધે અર્જુનને અંગત ફાયદો પણ થયો છે. તે કહે છે કે ‘આ ફિલ્મમાં મને મારુ પાતળું પેટ જોઇને આનંદ થાય છે.’
ભારતમાં પાતળૂ પેટ એ ખરેખર કુપોષણની નિશાની છે. ૧૯૭૦માં કૂપોષણનું પ્રમાણ એટલું બઘું વધી ગયેલું કે સરકારે ગરીબી રેખા નક્કી કરી. રોજ ઓછામાં ઓછો ૨૨૦૦ કેલેરી આહાર ન મળતો હોય એવા લોકોને ગરીબ કહેવાય છે. ચાલીસ વર્ષમાં દેશનો વિકાસ ઘણો થયો છે, પરંતુ ગરીબી રેખા હજી ગરીબ જ છે. એમાં હજી સુધી કોઇ ફેરફાર થયોે નથી. આજના ભારતનો મઘ્યમ વર્ગ મેદસ્વી છે. મેદસ્વી બાળકોની સંખ્યા પણ વધી રહી છે, પરંતુ બોલીવુડની ફિલ્મોમાં એવું દેખાડવામાં આવે છે કે જેરીતે લોકો પોતાને નથી જોઇ શકતા. આ જ કારણોસર પાતળું પેટ, સ્નાયુબદ્ધ શરીર બધા બોલીવુડ હીરોના પ્રમાણીત ધોરણો બની ચૂક્યા છે. સલમાન ખાન અને સંજય દત્તે ૧૯૯૦માં બોડી બિલ્ડંિગનો ક્રેઝ શરૂ કર્યો હતો. સલમાન ખાને હોલીવુડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોન અને આર્નોલ્ડ સ્વાર્ઝનેગરથી પેરાઈને પોતાની કાયાને કસરત વડે કસીને વજ્ર જેવી બનાવી નાખી અને ભારતીય સિનેમામાં એક નવો ચીલો ચાતર્યો. ભારતમાં એક સમયે ફીટનેસ સેન્ટરો ધુવડની માફક લુપ્ત થઈ ગયા હતા. તે એકાએક બિલાડીના ટોપની માફક ફુટી નીકળ્યા. ભારતીય સિનેમા વિશેના નિષ્ણાત રશેલ ડ્‌વાયરે કહ્‌તયું હતું કે ‘દિલિપ કુમાર અને દેવ આનંદ જેવા અભિનેતાઓએ ક્યારેય પણ તેમની એક પણ પિક્ચરમાં શર્ટ ઉતાર્યું નથી. તેમણે પોતાની ચેસ્ટ કે પોતાના પગ કે અન્ય અંગો ફિલ્મોમાં ક્યારેય પ્રદર્શીત કર્યા નથી, પરંતુ આજે પડદા પર સ્નાયુબદ્ધ શરીરની નુમાઇશ કરવી એ એક ટ્રેન્ડ બની ગયો છે અને ભારતમાં મસક્યુલર બોડી એ એક નવો સ્ટેટસ સિમ્બોલ છે.
ભારતની સૌથી મોટી ફીટનેસ ચૈનના સીઇઓ પ્રશાંત તલવાલકરે કહ્યું હતું કે ‘પહેલાના સમયમાં બોડી બનાવવું એ ઓછી આવક ધરાવતા પુરુષોની પ્રવૃત્તિ ગણાતી હતી. ત્યાર બાદ સલમાને ભારતમાં બોડી બિલ્ડંિગનો ક્રેઝ ઉભો કર્યો. ૧૯૯૭નો એક કિસ્સો છે. એ સમયે હું મુંબઈના એક જીમમાં ટ્રેનંિગ આપતો હતો. ત્યારે એક યુવાન આવ્યો અને તેણે ટેબલ પર રૂ. ૧૦,૦૦૦નું બંડલ મૂક્યું અને કહ્યું કે મારુ બોડી સલમાન ખાન જેવું બનાવી આપો. મારે અસલ તેના જેવું દેખાવું છે. તેની ઝેરોક્સ કોપી.’
તેમણે કહ્યું કે ‘સલમાન ખાન બોડી બિલ્ડંિગ માટેનો એક પોસ્ટર બોય બની ગયો છે.’ આજે બોલીવુડના મોટા ભાગના સિતારાઓ સ્નાયુબદ્ધ શરીર ધરાવે છે. તેમને ટ્રેનંિગ આપતા ટ્રેનરોના ફિલ્મ મેગેઝીનોમાં ઇન્ટરવ્યું છપાય છે અને તેઓ પણ સેલિબ્રિટી સ્ટેટસ ભોગવવા લાગ્યા છે. ટોચના સિતારા તરીકે સ્થાન મેળવવા માટે સિક્સ પેક ફરજિયાત માપદંડ બની ગયો હોય એવો માહોલ ઉભો થયો છે. શાહરુખે તો તાજેતરમાં એક ઇન્ટરવ્યુંમાં એમ કહ્યું હતું હતું કે ‘આગામી ફિલ્મ માટે હું એઇટ પેક બનાવી રહ્યો છું.’
બોલીવુડના ટીકાકાર અને એક ટોક શોના સંચાલક અનુપમા ચોપ્રાએ કહ્યું હતું કે ‘વિશ્વમાં બીજી એક પણ એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નથી કે જ્યાં અભિનેતાઓ કેટલા પેક અથવા કેવા એબ્સ ધરાવે છે એ વિશે વાત કરવામાં આવતી હોય.’
બોડી બિલ્ડંિગની અસર માત્ર મોટા પડદા પર જ થઈ છે એવું નથી, પરંતુ હિન્દુ દેવતાઓની છબીઓ પર પણ આ અસર જોવા મળી રહી છે. ૧૯૯૦ પહેલાના કેલેન્ડરોમાં ભગવાન રામને દૂબળા-પાતળા દેહવાળા દેખાડવામાં આવતા હતા, પરંતુ હવે કેલેન્ડર કસબીઓ રામને સ્નાયુબદ્ધ શરીરવાળા દેખાડે છે. તેમનું કહેવું છે કે ‘બદલતા સમય સાથે બજારમાં ટકી રહેવા માટે અમે રામને કસાયેલું અને મસ્ક્યુલર શરીર ધરાવતા દેખાડીએ છીએ.’
નવાદિત અથવા નબળા અથવા ઓછા ચાલતા હોય એવા અભિનેતાઓ તેમની ફિલ્મ ચલાવવા માટે તથા દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી જવા માટે અંગ પ્રદર્શનનો સહારો લે છે. જ્હોન અબ્રાહમે ‘દોસ્તાના’નામાં તેનું બાથીંગ સ્યુટ ઉતારી નાખ્યું હતું. તુષાર કપુર પણ ‘ક્યા સુપર કુલ હૈ હમ’ ચલાવવા માટે આવા જ હથકંડા અપનાવી રહ્યો છે. એવું નથી કે બધા નવોદિત અભિનેતાઓ સ્નાયુબદ્ધ શરીર બનાવવા માટે જ ફીટનેસ સેન્ટરમાં જાય છે. કેટલાક એક્ટર્સ શરીરને પાતળુ બનાવીને કોલેજિયન જેવા દેખાવા માટે પણ જીમમાં જોડાય છે. તેઓ તેમને મળેલી ફિલ્મ પ્રમાણે દેખાવા માટે મસલ ઘટાડવાની એક્સરસાઇઝ પણ કરે છે. જેમકે થ્રી ઇડિયટ્‌સમાં આમિર ખાને કોલેજિયન જેવા દેખાવા માટે ઘણુ બઘુ વજન ઉતાર્યું હતું અને મસલ્સ પણ ઘટાડ્યા હતા. કારણ કે રિયલ કોલેજિયનો સામાન્ય રીતે એવું બઘું કસાયેલું શરીર ધરાવતા હોતા નથી. તેની સામે રણબીર શોરીએ ‘ફેટસો’ ફિલ્મમાં મેદસ્વી અને ખાઉધરી વ્યક્તિની ભૂમિકા ભજવવા માટે ૨૦ કીલો વજન વધાર્યું હતું. ફિલ્મ પુરી થયા બાદ આ વજન ઘટાડવામાં તેને એક વર્ષનો સમય લાગ્યો હતો અને નાકે દમ આવી ગયો હતો.
બોલીવુડ
ફિલ્મ બજેટ
રા.વન રૂા. ૧૫૦ કરોડ
બ્લ્યુ રૂા. ૧૦૦ કરોડ
લવસ્ટોરી ૨૦૫૦ રૂા. ૫૦ કરોડ
રોબોટ રૂા. ૬૦૦ કરોડ
એક થા ટાઇગર રૂા. ૧૦૦ કરોડ

હોલીવુડ
ફિલ્મ બજેટ
એવેન્જર રૂા. ૧૧૦૦ કરોડ
જોન કાર્ટર રૂા. ૧૨૫૦ કરોડ
ઘ એમેઝંિગ સ્પાઇડરમેન રૂા. ૧૦૭૫ કરોડ
મેન ઇન બ્લેક થ્રી રૂા. ૧૦૭૫ કરોડ
બેટલશીપ રૂા. ૧૦૪૫ કરોડ

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved