Last Update : 24-August-2012,Friday

 

નારાયણી શાસ્ત્રી:સિરિયલમાં મમ્મીની ભૂમિકા ભજવતી અભિનેત્રીને બોેયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની જરૂર નથી લાગતી

 

એક સમયમાં પાતળી દેહયષ્ટિ ધરાવતી ટચૂકડા પડદાની અભિનેત્રી નારાયણી શાસ્ત્રીનું શરીર હમણાં ઠીક ઠીક ભરાઈ ગયુ છે. તેના જેવી અદાકારાનું ભરાવદાર શરીર જોઈને કોઈને પણ નવાઈ લાગે. પણ નારાયણી કહે છે કે મારી છેલ્લી સિરિયલ ‘નમક હરામ’ પછી હું નવરી હતી. વાસ્તવમાં હું અગાઉ ભજવેલી ભૂમિકા કરતાં જરાય ઉતરતો રોલ કરવા નહોતી માગતી. આમ કરીને બે ડગલાં પાછળ હટવા કરતાં નવરા બેસવું સારું અને જ્યારે હું કામ ન કરતી હોઉં ત્યારનો સમય મારા માટે વેકેશન સમાન હોય છે. નવરાશના દિવસોમાં હું ખાઈ-પીને મઝા કરું છું. મને ‘ફિર સુબહ હોગી’ નો રોલ મળ્યો ત્યારે હું રજાઓ ગાળીને પાછી જ ફરી હતી. મને આ સિરિયલની ભૂમિકા ગમી તેથી તે મેં સ્વીકારી લીધી. જો મને તેમાં કોઈ હોેટ મોડેલનું પાત્ર ભજવવાનુ ંહોત તો હું જિમમાં જઈને મારી વધારાની બધી ચરબી ઉતારી નાખત. પણ મને તેમાં એક માતાની ભૂમિકા ભજવવાની છે તેથી મારી આટલી ભરાવદાર કાયા આ રોેલમ માટે એકદમ યોેગ્ય છે. હું મારી જ ઉંમરની છોકરીની માતાની ભૂમિકા ભજવતી હોઉ ત્યારે આટલી સ્થૂળતામાં હું ખરેખર તેની મમ્મી જેવી દેખાઈ શકું.
ઘણાને એમ લાગે છે કે એક વખત માતાનો રોલ કર્યા પછી નારાયણીને વારંવાર આવા જ પાત્રો ભજવવાની ઓફર મળ્યા કરશે. પણ અભિનેત્રી કહે છે કે તમે એક જ ચોકઠામાં ત્યારે જ ફીટ થઈ જાઓ જ્યારે તમે એકસરખી ભૂમિકા ભજવવાનું સ્વીકારતા રહો. પણ આ પાત્ર ભજવ્યા પછી હું એવી જ ભૂમિકા પર પસંદગી ઉતારીશ. જે મને ગમશે. મને જે રોલ પસંદ ન પડે તે કામ કરવાની હું હા નથી પાડતી.
સામાન્ય રીતે ટચૂકડા પડદાના કલાકારોને એક સારી ભૂમિકા મળે અને તે સિરિયલ અથવા જે તે પાત્ર વિરામ પામે પછી સંબંધિત કલાકારને જલદી બીજું કામ નથી મળતું હોતું પણ નારાયણી કહે છે કે મને કામનો તોટો ક્યારેય નથી પડ્યો. મને હમેશાં કામની ઓફર આવતી જ રહે છે. પણ હું સાસુ-વહુની સિરિયલમાં કામ કરવા નથી માગતી. મને કાંઈક નોેખું કરવું ગમે છે. જો એવું ન હોત તો હું ફક્ત પૈસા માટે જ કામ કતરતી હોત. અલબત્ત, પૈસા પણ એટલા જ જરૂરી છે. પરંતુ મેં પૂરતા નાણાં કમાવી લીધા છે અને હવે તે વાપરી રહી છું.
અભિનેત્રીએ પોતાનું વ્યક્તિગત જીવન ખુલ્લી કિતાબ જેવું રાખ્યું છે. તે કોેઈના પ્રેમમાં હોેય તોય છુપાવતી નથી. હમણાં તે ટોેની નામના યુવકના પ્રેમમાં છે. તે કહે છે કે ટોેની લંડનનો છે, પણ છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં રહે છે. તેની એક એડ એજન્સી છે. જો કે અદાકારાએ તેની સાથે લગ્ન કરવાનો વિચાર નથી કર્યો. તે કહે છે કે મને વિવાહ કરવાની જરૂર ક્યારેય જણાઈ નથી. મારા પરિવારજનો પણ મારા ઉપર લગ્ન કરવાનું દબાણ નથી કરતા. હા, લગ્ન કર્યા વિના જ અડધો સમય ટોની મારા ઘરે હોય છે અથવા હું તેના ઘરે હોઉ છું. હવે તમે જ કહો, આમાં લગ્ન કરવાની જરૂર ખરી?
અભિનેત્રીની વાતો સાંભળીને એમ લાગે જાણે તે કોઈ બંધનમાં બંધાવા નથી માગતી પણ છેડા છૂટાં રાખીને જ રહેવામાં માને છે. જો કે અભિનેત્રી આ વાત સાથે સહમત નથી થતી. તે કહે છે કે હું ટોની સાથે સંપૂર્ણપણે બંધાયેલી છું. પણ હમણાં અમે જે રીતે રહીએ છીએ તેમાં બદલાવ કરવા નથી માગતી. બાકી હું એકદમ મનમોજી છું. અચાનક મને વિવાહના બંધનમાં બંધાવાની ઈચ્છા થાય તોે હું કહી દઉં કે ચાલ આપણો લગ્ન કરી લઈએ અને પછી પાર્ટી રાખીએ.
કહેવાની જરૂર નથી કે એક સમયમાં અભિનેત્રીનું નામ ગૌરવ ચોપરા સાથે જોડાયેલું હતું. આજે પણ ઘણા લોકો તેનું નામ ગૌરવ સાથે સાકળે છે. પણ હવે ગૌરવની ગર્લફ્રેન્ડ મૌની રોય છે. જોકે નારાયણી કહે છે કે ઘણા સમય અગાઉ અમારા સંબંધો હતા. પણ આજે ગૌરવ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. મારી સખીઓ મને ઘણીવાર ચેતવે છે કે હવે તારા જીવનમાં ટોેની છે તોે તારે ગૌરવ સાથે મિત્રતા ન રાખવી જોઈએ. આ દોસ્તી ટોની અને તારી વચ્ચે મુશ્કેલી સર્જી શકે. પણ મઝાની વાત એ છે કે ગૌરવ અને ટોેની પણ સારા મિત્રો બની ગયા છે.
અત્યાર સુધી માત્ર ટચૂકડા પડદે કામ કરનાર અભિનેત્રીએ તાજેતરમાં એક ફિલ્મમાં પણ કિસ્મત અજમાવી હતી. જો કે તે કહે છે કે મેં આ કામ મારા એક સારા મિત્ર માટે જ કર્યુ ંહતું. વાસ્તવમાં આ ફિલ્મના બધા કલાકારોની તારીખો નિશ્ચિત થઈ ગઈ હતી, પણ મેં જે ભૂમિકા ભજવી હતી તેના માટે કોઈ અભિનેત્રીનું નામ નક્કી નહોતું થયું. છેવટે આ રોલ મેં સ્વીકારી લીધો. બાકી મને ક્યારેય એવુ ંનથી લાગ્યું કે ફિલ્મો ટીવી કરતા વઘુ સારી હોય છે. હું કાંઈક નવું કરવા માગતી હતી અને મેં તે કર્યું એટલું જ.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved