Last Update : 24-August-2012,Friday

 
વિદ્યા બાલન હવે ઈમરાન હાશ્મી સાથે ચુંબન અને ઉત્કટ પ્રણય દ્રશ્યો ભજવશે

 

‘ડર્ટી પિક્ચર’ જેવી સફળ અને બોલ્ડ ફિલ્મ પછી વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી કોઈ ફિલ્મ સાથે કરે તો એ ફિલ્મ તેમની એકસાથેની આગલી ફિલ્મ કરતા વઘુ બોલ્ડ અને સેક્સી હોય એવી અપેક્ષા દર્શકો રાખે તો એમા તેમનો વાંક નથી. તેમને માટે ખુશીના એક સમાચાર એ છે કે રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત અને યુટીવી નિર્મિત ફિલ્મ ‘ધન ચક્કર’માં આ બંને પતિ-પત્નીનું પાત્ર ભજવી રહ્યા છે અને ફિલ્મમાં તેમના અડધો ડઝન જેટલા ચુંબન દ્રશ્યો તેમજ ઉત્કટ પ્રણય દ્રશ્યો છે.
‘‘ ‘ડર્ટી પિક્ચર’ અને ‘કહાની’ રિલિઝ થઈ એ પહેલા જ વિદ્યા બાલનને મારી આ ફિલ્મમાં લેવાની મારી ઈચ્છા હતી. મારી ફિલ્મ માટે હું બૉક્સ ઑફિસના કોઈ સ્ટાર પાછળ ભાગતો નથી. મારી કારકિર્દીનો આ જોખમી વળાંક છે. જ્યાં હું મારી જ ટેલન્ટ સાથે એક પ્રયોગ કરવા જઈ રહ્યો છું. વિદ્યા મારી ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’નું શૂટંિગ કરતી હતી ત્યારે મેં ‘ધન ચક્કર’ના આ રોલ માટે તેનો સંપર્ક કર્યો હતો. કોઈ ફિલ્મ કરવાની હા પાડતા પૂર્વે તે ઘણો સમય લે છે. પરંતુ, એક વાર હા પાડ્યા પછી તે તેનો નિર્ણય બદલતી નથી.’’ આ ફિલ્મની કથા પરવેઝ શેખ અને રાજકુમારે લખી છે અને પોતે લખી ન હોય એવી વાર્તા પર આધારિત ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર પહેલી વાર કરી રહ્યા છે. ‘‘પરવેઝ મારી પાસે એક વિચાર સાથે આવ્યો હતો અને તેણે એક બેઝિક ડ્રાફ્‌ટ પણ તૈયાર કર્યો હતો. મને આ વિચાર ઘણો ગમ્યો હતો. આથી હું એ ફિલ્મ દિગ્દર્શિત કરવા તૈયાર થયો હતો.’’ દિગ્દર્શક કહે છે.
આ ફિલ્મ મુંબઈમાં આકાર લેતી ફિલ્મ છે. જેમાં ઈમરાન હાશ્મી સુધરી ગયેલા એક ઠગનું પાત્ર ભજવે છે. અને વિદ્યા બાલન ઊંચી મહત્વાકાંક્ષા ધરાવતી તેની પત્નીની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં વિદ્યા પંજાબી મહિલા તરીકે જોવા મળશે.
‘‘મારી ફિલ્મ સ્લેપસ્ટીક કોમેડી નહીં હોય. એના બિભત્સ અને દ્વિઅર્થી સંવાદો નથી. આવી ફિલ્મો બનાવવામાં મને રસ નથી. રમૂજની સારી સૂઝ ધરાવતા સમજુ દર્શકોને હું નિશાન બનાવું છું.’’ દિગ્દર્શક સ્પષ્ટતા કરતા કહે છે.
ઈમરાનની વાત છે તો રાજકુમાર તેને તે ‘જન્નત-ટુ’નું શૂટંિગ કરતો હતો ત્યારે મળ્યા હતા. તેની પાસે ઘણી ફિલ્મો હોવાથી તારીખોની સગવડ નહોવાનું તેણે મને કહ્યું હતું. પરંતુ તેને મારી સાથે કામ કરવું હતું અને હું તેને કોઈ સારી અને શક્તિશાળી ભૂમિકા ઑફર કરું એવી તેની ઈચ્છા હતી. શૂટંિગ પછી તેને મળીને મેં ચાર કલાકનું નરેશન આપ્યું હતું. નરેશન પછી તે તરત જ મારી સાથે કામ કરવા તૈયાર થઈ ગયો હતો.’’ દિગ્દર્શક કહે છે.
આ ફિલ્મ માટે વિદ્યા અને ઈમરાને એક વર્કશૉપ કરવો પડશે. પંજાબી ભાષા શીખવા માટે વિદ્યા ચાર મહિનાનો કોર્સ કરવાની છે. ‘‘તે તેની ભૂમિકા બદલ ઘણી ચીવટ રાખે છે. પોતે આ પાત્ર ભજવી શકશે એમ તેને લાગે તો જ તે આ ભૂમિકા સ્વીકારે છે. તેને ખાતરી નહીં થાય ત્યાં સુધી તે પંજાબી સ્ત્રીનું પાત્ર ભજવશે જ નહીં.‘નો વન કિલ્ડ જેસિકા’માં તેની સાથે કામ કર્યાં પછી હું સમજી ગયો છું કે પાત્રમાં ઊંડા ઊતરતા તેને થોડો સમય લાગે છે. દર વખતે તે પડકારરૂપ તેમજ આ પૂર્વે ભજવું નહોય એવું પાત્ર પસંદ કરે છે એ બાબતે મને તેના પર માન છે.
ફિલ્મના ચુંબન દ્રશ્યો વિશે પૂછતા રાજકુમાર કહે છે, ‘‘ફિલ્મનો પ્લોટ જણાવવા માટે અત્યારે ઘણું વહેલું છે,’’ પરંતુ ‘ડર્ટી પિક્ચર’ પછી ઈમરાન અને વિદ્યાના ફિલ્મમાં ગરમાગરમ પ્રણય દ્રશ્યો હોય એ સ્વાભાવિક છે. ‘‘આ ફિલ્મમાં તેઓ પતિ-પત્નીની ભૂમિકા ભજવે છે. તેમની વચ્ચે અડધો ડઝન જેટલા ચુંબન દ્રશ્યો અને ઉત્કટ પ્રણય દ્રશ્યો છે.’’ એમ કહી દિગ્દર્શક ઉમેરે છે. ‘‘ફિલ્મમાં તેઓ પતિ-પત્નીનું પાત્ર ભજવે છે આથી રિયલ લાઈફમાં એક પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ફિલ્મમાં જોવા મળશે અને આ સંબંધમાં સેક્સ મહત્ત્વનો અંશ છે.’’
એક અફવા પ્રમાણે રાજકુમારને આ ફિલ્મમાં રાણી મુખર્જીની જરૂર હતી. પરંતુ તેમની એકસાથેની આગલી ફિલ્મમાં તેમની વચ્ચે સર્જનાત્મક મતભેદ થવાથી આ નિર્ણય પડતો મૂકાયો હતો. રાજકુમાર આ અફવાને રદિયો આપતા પોતે રાણી સાથે સંપર્કમાં નહોવાની વાત કબૂલ કરે છે.
યુટીવી અને રાજકુમાર વચ્ચેનો સંબંધ પણ ઘણો મજબૂત છે. યુટીવીના સીઈઓ સિઘ્ધાર્થ રાય કપૂર સાથેના વિદ્યાના સંબંધને કારણે વિદ્યાએ આ ફિલ્મ સ્વીકારી હોવાની પણ એક અફવા છે. ‘‘આ અફવા સાવ બકવાસ છે. શું લોકોને ખરેખર લાગે છે કે બૉલીવૂડમાં આ કારણો મદદરૂપ થઈ શકે છે? અમારા ધંધામાં કોઈ વસ્તુ મફત મળતી નથી. મારી પ્રથમ ફિલ્મ ‘આમિર’થી હું યુટીવી સાથે કામ કરી રહ્યો છું. તેમની સાથેના મારા સંબંધો જુદા જ છે. મારી ચોથી ફિલ્મમાં પણ મારે તેમની સાથે જ કામ કરવું છે,’’ દિગ્દર્શક ખુલાસો કરતા કહે છે.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved