Last Update : 24-August-2012,Friday

 

‘સત્યમેવ જયતે’ના અંત સાથે આમિરે જગાવેલી ‘અસર’ ઓસરી જશે કે જાગૃતિની જ્વાળા જલતી રહેશે?

 

‘સત્યમેવ જયતે’ના તેર એપિસોડ પૂરાં થઈ ગયાં. દર્શકો રવિવારે સવારના ૧૧-૦૦ વાગે આમિરખાનનો આ નવતર પ્રકારનો શો જોવા બેસી જતાં. આપણા રોજબરોજના જીવનમાં આવતી સમસ્યાઓને આપણે એવી રીતે સ્વીકારી લીધી છે જાણે તે સાવ સામાન્ય હોય. પણ આમિરે તેના શો દ્વારા આપણી આંખ ઉઘાડતાં કહ્યું હતું કે જીવનના આ પ્રશ્વ્ નો કોઠે પાડી દેવા જેવા નથી. સામાન્ય ગણાતી આ સમસ્યાઓ આપણા જીવનમાં વિકરાળ મુશ્કેલીઓ સર્જી શકે છે.
સ્ત્રીભૂ્રણ હત્યાના એપિસોડની જ વાત કરીએ તો પુત્ર માટે પરિવારની વહુને કેટલી બધી વખત ગર્ભસ્થ પુત્રીઓનો નિકાલ કરી દેવો પડે છે અને જો તે અબોર્શન કરાવવા માટે ઇનકાર કરે તો તેના કેવા હાલ થાય તેની હિચકારી સત્યકથાઓએ આ સામાજિક દૂષણની હૈયા હચમચાવી દેતી રજૂઆત કરી હતી. એપિસોડ પૂરો થયા પછી થોડાં દિવસે આવતી તેની ‘અસર’ પણ એટલી જ આઘાતજનક રહેતી હતી.
કન્યાભૂ્રણ હત્યા વિશે કંઈકેટલુંય લખાઈ ગયું છે, તોય આ શોના માઘ્યમથી તેની જે અસર ઉપજી ેતે અગાઉ ક્યારેય પેદા નથી થઈ. સમાજશાસ્ત્રીઓ કહે છે કે આપણે આપણા ઘરની આસપાસ કચરાના ઢગલા જોઈએ તોય આંખ આડા કાન કરતાં હોઈએ છીએ. પણ તેમાંનો થોડો કચરો પણ જો કોઈ આપણા ઘરની બહાર ફેંકી જાય તો આપણે બૂમાબૂમ કરી મૂકીએ છે. આ પ્રતિક્રિયા જેવી જ પ્રતિક્રિયાઓ ‘સત્યમેવ જયતે’એ પેદા કરી છે.
વાસ્તવમાં આમિરે આપણી રાજકીય પ્રણાલિને વત્તાઓછા અંશે હચમચાવવાનું કાર્ય કર્યું છે. તેણે રાજસ્થાન સરકારને કન્યાભૂ્રણના હત્યારાઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરવાની વિનંતી કરી હતી. દિલ્હીમાં વેંચાતા ઝેરી ખાધ પદાર્થો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવાની પ્રેરણા આપી હતી. મહારાષ્ટ્ર અને મઘ્ય પ્રદેશના ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ કરતાં ઘણાં તબીબોએ પોતાના લાયસન્સ ગુમાવ્યા હતા. બાળકોના જાતીય શોષણને લગતો એપિસોડ રજૂ થયા પછી ભોપાલની બાળકલ્યાણ સમિતિ પાસે નવા ડઝનબંધ કેસ આવ્યા હતા, આલ્કોહોલના દૂષણ વિશેનો શો પછી ‘આલ્કોહોલિક્સ એનોનાયાસ ઇન્ડિયા’ને ૧,૬૭,૦૦૦થી પણ વધારે ફોન આવ્યાં હતાં. તેવી જ રીતે પ્રત્યેક એ પિસોડમાં દર્શાવવામા ંઆવેલી રોજંિદી બની ગયેલી ગુપ્ત કે ઉઘાડેછોગે બનતી ઘટનાઓએ લોકોના હૃદયને હચમચાવી મૂક્યાં હતાં.
આ કાર્યક્રમના નિર્માતાઓને આવી પ્રતિક્રિયાની ખાતરી નહોતી. તેમણે આમિરના આધારે અંધારામાં તીર ચલાવવાનું કામ કર્યું હતું. પણ તીર બરાબર નિશાના પર જ લાગ્યું હતું. હવે જ્યારે આ શો પૂરો થઈ ગયો છે ત્યારે પ્રશ્વ્ન એ ઉદ્‌ભવે છે કે તેની અસર કેટલો સમય જળવાઈ રહેશે? સ્મશાન વૈરાગ્યની જેમ તે થોડા સમયમાં વિસરાઈ તો નહીં જાયને? આમેય આપણી આસપાસ સતત એટલી બધી ઘટનાઓ અને દુર્ઘટનાઓ બનતી રહે છે કે એક ઘટના આપણા દિલોદિમાગમાં ધુમરાતી હોય ત્યાં બીજી આવીને ઊભી રહી જાય. આવી સ્થિતિમાં અગાઉનો બનાવ આપોઆપ વિસરાઈ જાય. તેમાંય મુંબઈગરાઓને તો આવી બધી બાબતોમાં ખાસ ‘ભૂલકણાં’ માનવામાં આવે છે. તો અહીં પ્રશ્વ્ન એ છે કે કાર્યક્રમના અંત સાથે તેની અસર પણ ઓસરી જશે કે જાગૃતિની જ્વાળા જલતી રહેશે?

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved