Last Update : 24-August-2012,Friday

 

પૂજા ભટ્ટ પિતાનો વારસો સુપેરે જાળવનારી નિર્માત્રી-દિગ્દર્શિકા-અભિનેત્રી

 

જાણીતા ફિલ્મમેકર મહેશ ભટ્ટની પુત્રી પૂજાપિતાની જેમ જ અનોખું વ્યક્તિત્વ ધરાવે છે.પૂજા બોલીવૂડમાં ‘બોલ્ડ’ગર્લ તરીકે ઓળખાય છે. તે કહે છે કે આપણે જયારે રૂપેરી પડદે અંતરંગ દ્રશ્ય કે અભિનેત્રીને વસ્ત્રો ઉતારતાં જોઇએ ત્યારે તેને બોલ્ડ કહીએ છીએ. પરંતુ આ શબ્દ વિશે ગેરસમજ પ્રવર્તે છે. બોલ્ડનો અર્થ કપડાં ઉતારવા એવો ન થાયપણ તમે જે બાબતમાં વિશ્વાસ ધરાવતાં હો અને દુનિયા તેનાથી વિરુઘ્ધ હોય તો પણ તેમાં જ અડગ શ્રઘ્ધા સાથે ઊભા રહેા એ થાય છે.
પૂજાએ જે પ્રકારની ભૂમિકાએા ભજવી છે અને જે ફિલ્મો બનાવે છે તે તેના આ વિચાર સાથે સુસંગત છે . હવે પૂજા દિગ્દર્શિત ‘જિસ્મ -૨’ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ રજૂ થયા અગાઉ જ લોક મોઢે ચર્ચાઇ રહી છે. પૂજાની આંખમાં રહેલી ચમક અને તેના મુખપરરહેલું સ્મત દર્શાવે છે કે તણે ખૂબ જ રસપૂર્વક આ ફિલ્મ બનાવી છે. તે કહે છે કે બ્રાન્ડ ‘જિસ્મ’ હંમેશારહેશે. ‘જિસ્મ’ ફિલ્મનું સંગીત હજુ આજે પણ લોકોને ગમે છે તે જાણીને મને આનંદ થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી મારા મનમાં ‘જિસ્મ-૨’ બનાવવાનો વિચાર રમતો હતો. આટલા લાંબા સમયથી હું તેના વિશે કલ્પના કરતી હતી એટલે હું તેને અત્યંત રસપૂર્વક બનાવું તેની નવાઇ નહોેવી જોઇએ. જો કે તે બનાવવી એટલી જ મુશ્કેલ હતી કારણકે મારે તેને ‘જિસ્મ’ની કક્ષાથી આગળ લઇ જવાની હતી. તેનું સંગીત ,પટકથા તથા કલાકારો અગાઉની ફિલ્મ કરતા ચડિયાતા હોવા જરૂરી હતા. હવે બઘું સમુસૂતરું પાર પડી ગયાનો મને આનંદ છે. મને ખૂબ જ સારા કલાકારો મળી ગયા.
‘જિસ્મ-૨’ માં અમેરિકન પોર્ન સ્ટાર સની લિઓન છે. તેને પસંદ કઇ રીતે કરી? એમ પૂછતાં પૂજાએ કહ્યું હતું કે, હું જયારે ‘જિસ્મ’ બનાવવાનું વિચારતી હતી ત્યારે જ મેં સનીની તસવીર જોઇ હતી .પણ તે સમયે તે પેન્ટહાઉસ સાથે કરારબઘ્ધ હતી એટલે હું તેને લઇ શકી નહોતી. તે સમયે જ મને તેના ચહેરા પરની નિર્દોષતા સ્પર્શી ગઇ હતી. સાથે કામ કરવાનું અમારા ભાગ્યમાં લખાયેલું હશે એટલે છેવટે અમારો મેળ પડી ગયો અને તેની સાથે હું ‘જિસ્મ-૨’ બનાવી શકી. મેં ‘યે સાલી જંિદગી ’ ફિલ્મ જોઇને અરુણોદય સંિહને આર્યનના પાત્ર માટે પસંદ કર્યો હતો. કબીરના પાત્રમાં કયા કલાકારને લેવો તેના વિચારોમાં હું હતી ત્યારે ભટ્ટ સાહેબે મને ‘જન્નત-૨’ ના કેટલાક દ્રશ્યો જોવાનો આગ્રહ કર્યો હતો. મેં માત્ર બે જ દ્રશ્યો જોયા અને મારા સહનિર્માતા ડિનો મોરિયાને બોલાવીને કહ્યું કે આપણને કબીર મળી ગયોે છે. આ ભૂમિકા માટે રણદીપ હુડા જ યોગ્ય રહેશે એમ મને લાગ્યું હતું.
નિર્માત્રી અને દિગ્દર્શિકા પૂજાને ફિલ્મ બની ગયા પછી પોતાના બધા નિર્ણયો યોગ્ય હોવાનું લાગ્યું હતું. રણદીપે આ ફિલ્મમાં અલગ જ અભિનય કર્યો છ અને અરુણોદય તેના પાત્રને અનોખી ઊંચાઇ પર લઇ ગયો છે. પૂજાના મતે તો ફિલ્મમાં રણદીપ અને અરુણોદયના પાત્રનો સમન્વય કરીએ તો એક ઉત્તમ પુરુષનું નિર્માણ થાય છે. સનીએ શૂટંિગ શરૂ થયા અગાઉ જ પોતાના સંવાદો મોઢે કરીને મારું કામ સરળ કરી આપ્યું હતું. પછી મારે તેને શૂટંિગ વેળા પ્રત્યેક સંવાદનો અર્થ જ સમજાવવાનો રહેતો હતો. તેણે ખૂબ જ સુંદર અભિનય કર્યો છે.
ફિલ્મનુ શૂટંિગ ચાલું થયું ત્યારથી તેની જે પ્રકારે ચર્ચા થઇ રહી છે તે જોઇને પૂજાને આનંદ થાય છે. તે કહે છે કે ‘જિસ્મ’ એક દાયકા અગાઉ બની હતી અને ત્યાર પછીના સમય ગાળામાં ઘણું બદલાઇ ગયું છે. હવે પ્રેક્ષકો વઘુ મુક્ત વિચારો ધરાવતાં થયા છે અને વઘુ બોલ્ડ દ્રશ્યને અપનાવવા તૈયાર છે. ‘જિસ્મ-૨’ ‘મર્ડર’ જેવી ફિલ્મ નથી. આમાં મહિલાની વાતને રજૂ કરવામાં આવી છે. પુરુષો મહિલાનો ઉપભોગ કરે તેા આપણને ચાલે છે પણ મહિલા જયારે પોતાની જરૂરિયાતની વાતકરે તો આપણને ચાલતું નથી. આ જગતમાં સાઘ્વી અને એડલ્ટ ફિલ્મ કલાકાર બંને માટે જગ્યા છે. પસંદગી તમારે કરવાની છે. ‘અર્થ’ ફિલ્મમાં શબાના આઝમીના પાત્રએ પોતાના પતિ પાસે જવું કે સ્વતંત્ર રહેવું તેની પસંદગી કરવાની હતી .મને આશા છે કે જે રીતે ‘અર્થ’ મારા પિતાને ફળી તે રીતેે ‘જિસ્મ-૨’ મને ફળશે.
જો કે પૂજાનો આશય સમાજમાં કોઇ બદલાવ લાવવાનો નથી પણ લોકોનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. પોતાની આ વાતને સમજાવવા પૂજા કહે છે કે હિન્દી ફિલ્મમાં વિલનને પણ સેકસ કરતો કરતો દર્શાવવામાં આવે છે. પણ આપણે એ ભૂલી જઇએ છીએ કે સેકસ આપણા જીવનનો ભાગ છે તેનો સહજતાથી સ્વીકાર કરવો જોઇએ.
‘જિસ્મ-૨’ ના ગીતો પણ જાણીતા બની ગયા છે. પૂજાને પણ સંગીતનો શોખ છે અને તે સારા સંગીતને સાંભળતી હોય છે. તેને ખાતરી હતી કે જે ગીતો તેને ગમ્યા છે તે પ્રેક્ષકોને પણ અવશ્ય ગમશે જ .
પૂજાના વિચારો જાણ્યા પછી માત્ર એટલું જ કહી શકાય કે તેણે ખરેખર પોતાના પિતાનો વારસો જાળવ્યો છે.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved