માઘુરી દીક્ષિતે તેના જ બિલ્ડંિગમાં ૨,૦૦૦ ચોરસ ફૂટનો ફલેટ ખરીદ્યો

આ ઉપરાંત ૩,૦૦૦ ચોરસ ફૂટની તેની ઓફિસની સજાવટ પણ ચાલે છે

મુંબઈ,તા.૨૩
માઘુરી દીક્ષિત હમણાં પ્રોપર્ટી ખરીદવાના મિશન પર હોય એમ લાગે છે. થોડા સમય પહેલાં તેણે અંધેરી સ્થિત ઈન્ફિનિટિ મોલ નજીકના મૌર્ય લેન્ડમાર્કમાં ૩,૦૦૦ ચોરસ ફૂટની જગ્યા લીધી હતી. ત્યાં તે તેના પતિ ડૉ.શ્રીરામ નેને સાથે મળીને તેના ફિલ્મ પ્રોડકશનની ઓફિસ શરૂ કરવાની છે.
ત્યારબાદ હાલમાં બે સપ્તાહ પૂર્વે આ અભિનેત્રીએ તે હમણાં જે બિલ્ડંિગમાં રહે છે એ જ બિલ્ડંિગમાં ૨,૦૦૦ ચોરસ ફૂટનો એક ફલેટ ખરીદ્યો છે. એકાદ-બે દિવસ પહેલા તે વાંદરા સ્થિત રજીસ્ટ્રારની ઓફિસમાં તેની આ પ્રોપર્ટીના રજીસ્ટ્રેશન માટે ગઈ હતી.
માધુરીની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, ‘‘માઘુરી અને ડૉ. શ્રીરામ નેનેને વઘુ જગ્યાની જરૂર હતી. આ નવું ઘર એક સારા ઈન્વેસ્ટમેન્ટની પણ ગરજ સારે છે.’’ આ સૂત્રે વઘુમાં જણાવ્યા પ્રમાણે ‘‘આ એક સુંદર ફલેટ છે. ટોચના એક ડિઝાઈનર પાસે માઘુરી આ ફલેટનું ઈન્ટિરિયર કરાવવાની છે. તે આ બાબતે ઘણી ઉત્સાહિત છે હમણા તે ઘણી ખુશ છે. એક તો તે તેના પ્રિય શહેર મુંબઈમાં પાછી ફરી છે. આ ઉપરાંત ડૉ.શ્રીરામ નેનેમાં તેને એક આદર્શ પતિ મળ્યો છે. જેઓ તેને બધી વાતે ટેકો પૂરો પાડે છે. ડૉકટર નેને ટૂંક સમયમાં જ મેડિકલ પ્રોફેશનમાં કોઈ મોટું કામ કરવાના છે.’’ માઘુરીની અંધેરીની ઓફિસ વિશે વાત કરતા આ સૂત્રે કહ્યું હતું કે, આ ઓફિસ લગભગ તૈયાર થઈ ગઈ છે. ઈન્ડસ્ટ્રીના આંતરિક વર્તુળ પાસેથી જાણવા મળ્યા પ્રમાણે, આ પ્રોડકશન હાઉસમાં માઘુરી મુખ્ય કર્તાહર્તા હોવાને કારણે મોટાભાગના ફિલ્મસર્જકો તેની સાથે ડીલ કરવા તૈયાર છે. આ ઈન્ડસ્ટ્રીનો તેનો અનુભવ અને તેણે મેળવેલા શુભ ચંિતકોની સંખ્યા જોતાં આ વાતની નવાઈ લાગતી નથી.