સલમાન ખાનને 100 કરોડ રૂપિયાની ઓફર? સૌથી મોંઘો સ્ટાર બનશે

 

-રમેશ તોરાનીની ઓફર

 

-એક થા ટાઇગરની સફળતા બાદ લાંબી લાઇન લાગી

 

મુંબઇ, તા.24 ઓગસ્ટ, 2012

 

બોલીવુડની બોક્સ ઓફિસ ઉપર સફળતાનાં રેકોર્ડ સર્જનાર ટાઇગર બોલીવુડનાં સૌથી મોંઘા સ્ટાર બની શકે છે. એવી માહિતી મળી રહી છે કે ફિલ્મમેકર રમેશ તોરાનીએ સલમાનને પોતાની આગામી ફિલ્મ માટે 100 કરોડ રૂપિયાની ઓફર કરી છે.

 

ઉલ્લેખનીય છે કે એક થા ટાઇગરની સફળતા બાદ સલમાનને ફિલ્મમાં સાઇન કરનારાઓની લાંબી લાઇન લાગી છે. જોકે, તોરાનીની ઓફર બાદ અન્ય પ્રોડ્યુસરો ઝાંખા પડી ગયા છે.

 

તોરાની પોતાની હોમ પ્રોડક્શનની આગામી ફિલ્મ માટે સલમાનને કોઇપણ હિસાબે સાઇન કરવા માંગે છે. જો આ ડીલ થઇ જશે તો અત્યાર સુધીની આ સૌથી મોંઘી ડીલ હશે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર તોરાનીએ કેટલાક દિવસ પહેલા જ 100 કરોડ રૂપિયાની ઓફર કરી છે. સલમાનની છેલ્લી ત્રણ ફિલ્મો જબરદસ્ત હીટ રહી છે અને તેનો બિઝનેસ 150 કરોડ રૂપિયાની આસપાસ હતી.

 

જોકે, તોરાની આ અંગેની ઓફર અંગે જણાવ્યું કે સલમાન મારી ફિલ્મ પહેલા જ સાઇન કરી ચૂક્યા છે પરંતુ આ ફિગર(100 કરોડ રૂપિયા) સાચી નથી.