સિંધી સમાજના પુજ ઝુલેલાલના ચાલીહા સાહેબની પુર્ણાહૂતિ નિમિત્તે ગુરુવારે સવારે સરદારનગરના ઝુલેલાલ મંદિરથી ચાલીહા સાહેબની શાહી માટલી સરઘસ ભવ્ય રીતે બેન્ડવાજા સાથે નીકળ્યું હતું. આ સરઘસમાં વિવિધ શણગારેલી ઝાંખીઓ હતી અને એકહજાર બહેનો અને ભાઇઓ માટલી સરઘસમાં જોડાયા હતા. સૌથી આગળ પુરુષોનું માટલી સરઘસ હતુ અને આ સરઘસની પાછળ બહેનોનું માટલી સરઘસ હતુ. માથે માટલી સાથે બહેનોનું સરઘસ ખુબજ સુંદર લાગતુ હતુ અને એકધાર હતુ. સળંગ રસ્તો બહેનોથી છલકાઇ ગયો હતો. આ પ્રસંગે શહેરના સાંઇ ઝુલેલાલ, બ્રહ્મજ્ઞાાની સંત બાબા જેરામદાસના સુપુત્ર સ્વામી પ્રકાશ સુર્ખ મંદિર, સરદારનગર પણ પધાર્યા હતા. ચાલીહા સાહેબની જ્યોતની પુજા અર્ચના કરીને સાબરમતી નદી ઇન્દિરાબ્રીજમાં વિસર્જન કરવામાં આવેલ.
(તસ્વીરઃ ગૌતમ મહેતા)