એડલ્ટ સ્ટાર ટર્ન બોલિવુડ એક્ટર સન્ની લિઓને કેમ માફી માંગી ?

 

 

-જિસ્મ-૨ માટે દર્શકોને સોરી કહે છે

 

-સેન્સર બોર્ડ ખૂબ સ્ટ્રિક્ટ છે

 

મુંબઇ, તા. ૨૪ ઑગસ્ટ, ૨૦૧૨

 

એડલ્ટ સ્ટાર ટર્ન બોલિવુડ એક્ટર સન્ની લિઓન જિસ્મ-૨ના ઉત્તેજક દૃશ્યો માટે તેના ચાહકોની અને દર્શકોની માફી માંગે છે. ના... ના... તમે માનો છો એમ સન્નીને એ સિન કરવા માટે કોઇ ક્ષોભ નથી થઇ રહ્યો પણ તે એટલા માટે માફી માંગી રહી છે કારણકે તેનું માનવું છે કે દર્શકો તેની પાસેથી વધુ ઉત્તેજક દૃશ્યોની અપેક્ષા રાખતા હતા, જે તે નથી આપી શકી.

 

 

સન્ની કહે છે, જિસ્મ-૨માં મારા ચાહકોની અપેક્ષા પ્રમાણે હું ઇરોટિક સિન નથી આપી શકી એના માટે માફી માંગું છું.

 

સન્ની કહે છે કે ભારતનું ફિલ્મ સેન્સર બોર્ડ ખૂબ સ્ટ્રિક્ટ છે અને તે બોર્ડના નિયમોને માન આપે છે.

 

જિસ્મ-૨ બાદ સન્ની એક્તા કપૂરની રાગિણી એમએમએસ-૨માં જોવા મળશે.