Last Update : 24-August-2012,Friday

 
મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે

યમની માલિકની કંપનીએ ગોબાચારી કરતા કંપનીના કર્મચારી શ્યામસુંદર અગરવાલ પકડાયા હતા ઃ એલફિન્સ્ટન રોડમાં પત્ની-બાળકોની બુરી દશા

મુંબઇ, તા.૨૩
ચીનમાં અટકાયતમાં લેવામાં આવેલા મુંબઇના વેપારી શ્યામસુંદર અગરવાલને જામીન મળ્યા પછી હોટેલના પૈસા ન હોવાથી શાંઘાઇની ફૂટપાથ ઉપર દિવસો ગુજારવાની નોબત આવી છે.
અગરવાલ ચીનમાં યમનની જે કંપનીમાં કામ કરતા હતા એ કંપની પૈસાની ચૂકવણી કરવામાં નિષ્ફળ જવાથી અગરવાલને ચીનના સત્તાવાળાએ ફેબુ્રઆરીથી અટકમાં લીધા હતા. યમની માલિક નાસી છૂટયો હતો.
મુંબઇના એલફિન્સ્ટન રોડ વિસ્તારમાં રહેતી શ્યામસુંદર અગરવાલની પત્ની જ્યોતિ અને બાળકોની બહુ જ કફોડી દશા છે. અસહ્ય આર્થિક સંકડામણ વચ્ચે જ્યોતિને હાર્ટઅટૅક આવ્યા પછી તો હાલત ઔર બુરી થઇ ગઇ છે. ક્યાંયથી મદદ મળતી ન હોવાથી જ્યોતિ અગરવાલ વારંવાર ભારત સરકારને અપીલ કરી ચૂકી છે કે 'મને અને મારા પરિવારને બચાવવા મહેરબાની કરીને પતિને ચીનમાંથી છોડાવો.
યમનના માલિકની યુરો ગ્લોબલ કંપનીમાં નોકરી કરતા શ્યામસુંદર અગરવાલ અને હૈદરાબાદના એક સાથી દિપક રાહેજાને છેતરપિંડીના કેસમાં ચીની સત્તાવાળાએ અટકમાં લીધા હતા. યુરો ગ્લોબલ કંપની પૈસાની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઇ હોવાથી તેના આ બે કર્મચારીઓને ન છોડવાની ચીનના વેપારીઓએ સત્તાવાળાને અપીલ કરી છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં અગરવાલ અને રાહેજાનું ચીની વેપારીઓએ અપહરણ કર્યું હતું. જાન્યુઆરીમાં છોડવામાં આવ્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. થોડા વખત પછી કોર્ટે તેમને જામીન પર છોડયાં હતા. પણ જ્યાં સુધી યમનની કંપનીએ કરેલી છેતરપિંડીના કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી ચીન છોડીને જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. શ્યામ સુંદર અગરવાલ હોટેલમાં રહેતા હતા. પણ હવે હોટલનું ભાડું ચૂકવવાના પૈસા ન રહેતા હોટેલવાળાએ કાઢી મૂક્યા છે. આથી શાંઘાઇની ફૂટપાથ ઉપર દિવસો ગુજારે છે.
જ્યોતિ અગરવાલે વ્યથિત સ્વરે કહ્યું હતું કે હવે તો સરકાર આ મામલામાં મધ્યસ્થી કરીને મારા પતિ અને તેનાં સાથીને છોડાવે તો સારું. અમારા માટે તો જીવવાનું આકરું થઇ પડયું છે. આઠ આઠ મહિના વિત્યા છતાં સરકારની આ મામલે લાપરવાહી જોઇને ખરેખર નવાઇ લાગે છે. મારા પતિ કંપનીના માલિક નહોતા, કર્મચારી હતા. આટલો વખત વિત્યા છતાં કેસનો નિવેડો નથી આવ્યો. ત્યાંના વકીલોનું કહેવું છે કે અમારા દેશમાં ભારતીયો ક્યારેય જીતી નહી શકે. છતાં શાંઘાઇની કોન્સ્યુલેટ ઓફિસ ચીનમાં ફસાયેલા ભારતીયોને છોડાવવા પ્રયાસ તો કરે છે.
જ્યોતિ અગરવાલે કહ્યું હતું કે હાર્ટએટેક આવ્યા પછી હવે વધુ વખત આઘાત સહન કરવાની મારી શક્તિ નથી રહી. મને એમ લાગે છે કે હું મરપીશ તો જ મારા પતિને પાછા લાવવા સરકાર પગલાં લેશે એમ સરકારને કરેલી અરજીમાં જ્યોતિએ લખ્યું છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved