Last Update : 24-August-2012,Friday

 

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

ઇન્દુમિલ વિશે મનસે પ્રમુખના નિવેદનથી ઉશ્કેરાયેલા દલિતોનો આક્રોશ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૩
મંગળવારે ગિરગાંવ ચોપાટીથી આઝાદ મેદાન સુધી બેધડક મોરચો કાઢી આગવી સ્ટાઇલમાં ભાષણ કરનારા રાજ ઠાકરે આજે પુણે ખાતે હોવાથી મુંબઇમાં ભીમશક્તિ સાથે મનસેનો સંઘર્ષ ટળ્યો હતો.
ગૌતમ બુદ્ધની પ્રતિમા તોડવામાં આવે છે ત્યારે આરપીઆઇના નેતાઓ દાદરની ઇન્દુમિલની જમીન માટે પડાપડી કરે છે અને આ જમીન ઉપર શું તેઓને બંગલા બાંધવા છે એવા રાજ ઠાકરેના નિવેદન સામે દલિત નેતાઓએ વિરોધ કર્યો હતો.
આ નિવેદનથી દલિતોના પિતામહ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરાયું છે એવો સંદેશો દલિતોમાં વહેતો કરાયો હતો જેને પગલે ગઇકાલે મુંબઇ, ઔરંગાબાદ, નાસિકમાં રાજઠાકરેનું પૂતળું બાળવામાં આવ્યું હતું.
આજે બપોરે મોટી સંખ્યામાં દલિતો પહેલાં શિવસેના ભવન અને ત્યાંથી બાજુમાં આવેલી મનસેની રાજગઢ ઓફિસમાં પહોંચી ગયા હતાં.
દલિતોના ધસારાને પગલે સમગ્ર મુંબઇમાંથી મનસેના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રાજગઢ અને રાજ ઠાકરેના નિવાસસ્થાન કૃષ્ણકુંજ ખાતે પહોંચી ગયા હતાં.
પોલીસે દલિત યુવાનોની અટક કરતાં બંને જૂથો વચ્ચે સંઘર્ષ થયો હતો તેમજ રાજ ઠાકરે આજે પુણે ખાતે હોવાથી પરિસ્થિતિ વણસી ન હતી.
આજે મોડે સુધી મનસેના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કાર્યાલયમાં રહ્યા હતાં.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)નાં અધ્યક્ષ રાજ ઠાકરેએ આઝાદ મેદાનમાં યોજેલી જાહેર સભામાં દલિત નેતાઓ વિરુદ્ધ આકરા ઉદ્ગારો કાઢતા આજે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઇ)નાં કાર્યકરોએ મોરચો કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરો દાદર સ્થિત રાજ ઠાકરેનાં ઘર તરફ જઇ રહ્યા ત્યારે ગડકરી ચોક નજીક જ તેમની અટક કરાઇ હતી. પોલીસે ચાર મહિલા સહિત ૩૯ જણની અટક કરી હતી બાદમાં તેમને છોડી મુકાયા હતાં.
આજે બપોરે ૧૨ વાગ્યે આરપીઆઇનાં કાર્યકરો મોરચો કાઢીને દાદરનાં રાજ ઠાકરેના કૃષ્ણકુંજ બિલ્ડિંગ તરફ જઇ રહ્યા હતા. પરંતુ પોલીસે સેના ભવન સામેનાં ગડકરી ચોક પાસે જ ચાર મહિલા સહિત ૩૯ જણની અટક કરી લીધી હતી, એમ શિવાજીપાર્ક પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ શિંદેએ જણાવ્યું હતું.
જોકે બાદમાં આ તમામ કાર્યકરોને છોડી મુકવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved