Last Update : 24-August-2012,Friday

 

બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

રોકડ રકમની લેવડ દેવડ અને ચેક કિલયરન્સ અટકી પડતા લોકો પરેશાન

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૩
જાહેર ક્ષેત્રની બેન્કોની બે દિવસીય હડતાળના પગલે આજે બીજા દિવસે સંખ્યાબંધ એટીએમમાંથી રોકડ રકમ ખાલી થઇ જતા લોકો ભારે હાલાકીમાં મૂકાયા હતા. બેન્કોના કર્મચારી સંગઠનોએ સુધારાઓ અને સામાન્ય સેવાઓના આઉટસોર્સિંગ જેવા મુદ્દાઓના વિરોધમાં હડતાળ જાહેર કરી હતી.
નવી પેઢીની એચડીએફસી અને આઇસીઆઈસીઆઈ જેવી ખાનગી ક્ષેત્રની બેન્કોમાં કામકાજ સામાન્ય રહ્યું હતું. પરંતુ તેઓને પણ હડતાળના કારણે કલીયરિંગ અને ફંડ ટ્રાન્સફરમાં સમસ્યા નડી હતી. હડતાળના કારણે રોકડ રકમની લેવડ દેવડ, ચેક કિલયરન્સ અને વિદેશી ભંડોળના વિનિમય જેવા સામાન્ય વ્યવહારો ખોરંભાયા હતા. હડતાળના પહેલા દિવસે યોગ્ય કામગીરી બજાવનાર એટીએમમાંથી રોકડ ખૂટી જતા રોજબરોજની કામગીરીઓ અટવાઇ ગઇ હતી.
ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઈસ એસોસિએશન (એઆઇબીઈએ)ના મહામંત્રી સી.એચ. વેકંટચલમે જણાવ્યું હતું, 'ભથ્થામાં કાપ મૂકવાના મુદ્દે બધા જ સભ્યોએ વિરોધ નોંધાવ્યો હોવાથી હડતાળ સફળ રહી હતી. સરકારે આગળ આવીને અમારી સાથે વાટાઘાટો કરવી જોઈએ. ભાવિ વ્યૂહરચના નક્કી કરવા કર્મચારી સંઘો ટૂંક સમયમાં બેઠક યોજશે.' તેમણે જણાવ્યું હતું કે દેશભરની ૭૦ હજાર શાખાઓના આશરે ૧૦ લાખ કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાતા બેન્કોના વ્યવહારો ઠપ થઇ ગયા હતા. બેન્કો દ્વારા રોકડ રકમ ન મૂકાતા એટીએમ પણ ખાલી થઇ ગયા હતા.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન પ્રતિપ ચૌધરીએ જણાવ્યું હતું કે હડતાળના કારણે બેન્કીંગ ક્ષેત્રને ભારે નુકસાન થયું છે. હડતાળમાં ૨૪ જાહેર ક્ષેત્રની બેન્કો અને ૧૨ ખાનગી ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓએ ભાગ લીધો હતો.
વિદેશી શેર ધારકોના મત આપવાના અધિકારોનું નિયંત્રણ કરતા હકને દૂર કરતા અને જાહેર ક્ષેત્રની બેંકોમાં ખાનગી રોકાણ કરતા લોકોને મત આપવાના અધિકારને વિસ્તૃત બનાવતા બેન્કિંગ ક્ષેત્રના કાયદા સુધારણા ખરડા જેવા સુધારાઓનો કર્મચારી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ઉપરાંત પેન્શન અને ગૃહ લોન બાબતે પુનર્વિચારણા, સપ્તાહમાં કામના ૫ દિવસો અને માનવ સંસાધનના મુદ્દાઓ સહિતની માંગણી કર્મચારી સંઘો કરી રહ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved