Last Update : 24-August-2012,Friday

 

ઝવેરી બજારોમાં આગઝરતી તેજી વચ્ચે
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો

અમેરિકામાં નવા આર્થિક પેકેજ આપવા વધુ ડોલર છપાવાની ભીતિએ વિશ્વ બજારમાં ઉછાળો ઃ રૃ.૫૮૦૦૦ને આંબી ગયેલી ચાંદી

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૩
દેશના ઝવેરી બજારોમાં આજે સોના માટે સુવર્ણ દિવસ તરીકે ઈતિહાસમાં સ્થાન પામે એ રીતે તોફાની તેજી આગળ વધતાં ૧૦ ગ્રામદીઠ રૃ.૩૧૦૦૦ની ઐતિહાસિક સપાટીને બજાર પાર કરી ગઈ હતી. ઝવેરી બજારમાં તહેવારો ટાંકણે ભાવોમાં રોજેરોજ જૂના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બની રહ્યા છે ત્યારે મોસમી ઘરાકી રુંઘાઈ જતાં અને વિશ્વ બજાર ઉછળતાં ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચી જતાં ઝવેરીઓ ચિંતીત બન્યા છે. ઈમ્પોર્ટ કોસ્ટ કરતાં બજાર ભાવો હજી નીચા રહ્યા છે! મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૩૨૦ વધી મોડી સાંજે રૃ.૩૦૬૦૦ (૯૯.૫૦ના) બોલાયા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો ઉછળી છેલ્લે રૃ.૩૦૭૪૦ બોલાઈ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે રૃ.૪૦૦૦ ઉછળી મોડી સાંજે રૃ.૩૫૯૦૦૦ બોલાયા હતા. દિલ્હીમાં આજે સોનાના ભાવો વધુ રૃ.૨૯૦ ઉછળી ૯૯.૫૦ના રૃ.૩૦૮૩૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૦૩૫ બોલાયા હતા. અમદાવાદમાં ભાવો રૃ.૩૧૦૦૦ને આંબી ગયા હતા. ૧૯ જૂને જોવાયેલા જૂના રેકોર્ડ આજે તૂટી ગયા હતા નવા રેકોર્ડ સર્જાયા હતા.
વિશ્વ બજાર ઉછળતાં મુંબઈમાં ગુરુવારે મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના વધુ વધી રૃ.૩૦૭૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૮૪૦ બોલાયા હતા જયારે ચાંદીના ભાવો મોડી સાંજે ઉછળી કિલોના રૃ.૫૮૦૦૦ની સપાટીને આંબી ગયા હતા. ૩ દિવસમાં ચાંદીના ભાવો રૃ.૩૫૦૦ જેટલા જયારે સોનાના ભાવો રૃ.૬૦૦ જેટલા ઉછળ્યા છે. બિસ્કિટના ભાવો ૩ દિવસમાં રૃ.૬૦૦૦ વધ્યા છે. વિશ્વ બજારમાં ઔંશદીઠ સોનાના ભાવો જે બુધવારે વધીને ૧૬૪૩.૫૦થી ૧૬૪૪ ડોલર બોલાયા હતા તે આજે વધુ વધી ૧૬૫૦ ડોલરની સપાટીને પાર કરી ગયા પછી તેજી વેગ પકડતાં ગુરૃવારે મોડી લાંજે ભાવો ઉછળી ૧૬૭૩ ડોલર બોલાઈ ગયા હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીમાં પણ ભડકો થઈ જતાં ભાવો ઉછળી ૩૦ ડોલરની સપાટી કુદાવી મોડી સાંજે ૩૦.૭૦થી ૩૦.૭૧ ડોલર બોલાઈ ગયાના નિર્દેશો હતા. યુરોપના દેશોમાં આર્થિક સંકટ દૂર કરવા યુરોપની સેન્ટ્રલ બેંક સક્રિય બનતાં યુરોના ભાવો ઉછળતાં સોનામાં વિશ્વ બજારમાં હેજ ફંડોની લાવલાવ નિકળી છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષે અમેરિકાના આર્થિક વિકાસ માટે વધુ સ્ટીમ્યુલસ પેકેજીસ આપવામાં આવશે એવો ઈશારો કરતાં વિશ્વ બજારમાં સોનાની તેજીની આગમાં ધી રેડવાનું કામ આજે કર્યું હતું. વિશ્વ બજારમાં રાત્રે સોનાના ભાવોે ૧૬૭૬ ડોલર તથા ચાંદીના ૩૦.૯૦ ડોલર બોલાઈ રહ્યા હતા. અમેરિકામાં વધુ સ્ટીમ્યુલ્સ પેકેજ આવશે તો વધુ ડોલર છાપવા પડશે અને તેના પગલે ડોલરના ભાવો ઘટશે એવી ભીતિએ સોનામાં લેવાલી ઉપડી છે. જો કે ભાવો ઉછળતાં ઘરઆંગણે નવી ખરીદી પાંખી પડી ગઈ છે. સોનાના ભાવોમાં હવે રૃ.૩૨૦૦૦ની વાતો થવા માંડી છે. અમુક આશાવાદી વર્ગનો હવે રૃ.૩૫ હજારનો ભાવ થવાની વાતો ચર્ચવા માંડયું છે. ચાંદીમાં હવે રૃ.૬૦ હજાર અને ત્યાર પછી રૃ.૬૫ હજારની વાતો થવા માંડી છે.
વિશ્વ બજારમાં આજે ડોલરના ભાવો ઘટયા હતા. ભારતમાં પણ આજે ડોલરના ભાવો રૃ.૫૫.૫૦ વાળા ઘટી રૃ.૫૫.૧૨ થઈ છેલ્લે રૃ.૫૫.૨૬ આસપાસ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં ખાણોમાં કામદાર અશાંતિના કારણે વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવોમાં ભડકો થઈ જતાં તથા ક્રૂડતેલ ઉછળતાં તેની હુંફ પણ સોનાની તેજીને મળતી રહી છે હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવો ઉછળી ૧૫૦૦ ડોલરને પાર કરી ૧૫૫૦ ડોલર નજીક પહોંચ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved