Last Update : 24-August-2012,Friday

 

NCCમાં જોડાવા ગુજરાતના વિદ્યાર્થીઓમાં આકર્ષણ વધ્યું

શાળા-કોલેજ સ્તરે NCC ફરજિયાત શક્ય નથી કેમકે તાલિમ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી

વડોદરા,ગુરૃવાર
વડોદરાની મુલાકાતે ઓલા રાષ્ટ્રીય ક્રેડેટ કોર્પ્સ (એનસીસી) ના વડા લેફ્ટ. જનરલ પી.એસ. ભલ્લાએ ગુજરાતના વિદ્યાર્થીઓમાં એનસીસીમાં જોડાવાના વધી રહેલા આકર્ષણ અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યોના પોલીસ દળો, સશસ્ત્ર સેનાઓ માટે અધિકારીઓનું ઘડતર કરતી સંસ્થાઓ (ઓટીએ), સીઆરપીએફ, બીએસએફ અને મલ્ટી નેશનલ્સના સુરક્ષા એકમોમાં એનસીસીની તાલીમ મેળવનારાઓના સફળ પ્રવેશનું પ્રોત્સાહક પ્રમાણ જોવા મળ્યું છે. તેમની સાથે આવેલા એનસીસીના ગુજરાતના વડા અમરજીતસિંહે ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં અને જાહેર સેવાઓમાં સ્થાન મેળવવામાં એનસીસી કેડેટ્સ સફળ રહે છે, તેમ જણાવ્યું હતું.
એનસીસીનો આશય પાયાની લશ્કરી શિસ્તબધ્ધતાના કડકાઇભર્યા વાતાવરણમાં ઘડાયેલા દેશપ્રેમી, સમાજ પ્રત્યે જવાબદાર અને પ્રતિભાશાળી યુવાનો તૈયાર કરવાનો છે. તેવી લાગણી વ્યકત કરતા ભલ્લાએ જણાવ્યું હતું કે વ્યક્તિત્વ ઘડતરને વધુ વ્યાપક બનાવવા કોમ્યુનિકેશન એન્ડ નોલેજ સ્કીલ્સ તેમજ દેશના કાયદા અને બંધારણ પ્રત્યેની સભાનતા જેવી બાબતોનો તાલીમના નવા ઢાંચામાં સમાવેશ કરવામાં આવશે. એનસીસી ભારતીય સેનાઓમાં જોડાવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશદ્વાર બનવાનું કામ પણ કરે છે. હાલમાં દેશમાં એનસીસીના ૧૪ લાખ કેડેટ્સ છે. ૨૦૧૫ માં તે વધીને ૧૫ લાખ થશે પાંચ વર્ષમાં પાંચ તબક્કામાં પ્રત્યેક તબક્કે ૪૦ હજાર નવા એનસીસી કેડેટ્સ દાખલ કરવાનું આયોજન છે. એમ તેમણે ઉમેર્યું હતું.
ભલ્લાએ વડોદરાની તેમની આ પ્રથમ મુલાકાત દરમિયાન એનસીસીના ગુ્રપ વડા મથકની ૩ ગુજરાત બટાલીયનના મુખ્યાલયની અને ઇએમઇ સેનાની મુલાકાત લીધી હતી. તેમણે ૩ ગુજરાત બટાલીયન ખાતે તાલીમ સુવિધાઓનું નિરીક્ષણ કરવાની સાથે કેડેટ્સ સાથે સંવાદ કર્યો હતો. ભલ્લાએ યાદ અપાવી હતી કે ગુજરાતના પનોતા પુત્ર સદ્ગત વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇ સ્વતંત્રતા પૂર્વેની એનસીસીની પૂર્વજ સંસ્થાના કેડેટ હતા, હાલના રક્ષા રાજ્યમંત્રી તેમજ શુટીંગમાં ઓલિમ્પિક મેડલ વિજેતા રાજ્યવર્ધનસિંહ રાઠોર પણ એનસીસી કેડેટસ રહી ચુક્યા છે. એનસીસી તાલીમ શાળા કે કોલેજસ્તરે ફરજીયાત હોય તે ઇચ્છનીય છે પણ વાસ્તવિકતામાં શક્ય નથી. કારણ કે હાલમાં દેશના કુલ વિદ્યાર્થીઓના ૪.૧ ટકા જેટલો એનસીસી સાથે જોડાયેલા છે ત્યારે તાલીમની માનવસંપદા અને માળખાકીય સવલતોની મોટા પ્રમાણમાં જરૃર પડે છે. તાલીમ ફરજીયાત કરીએ તો તેના પ્રમાણમાં જરૃરી લશ્કરી માનવસંપદા અને માળખાકીય સવલતોનો વિસ્તાર મુશ્કેલ બને છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved