Last Update : 24-August-2012,Friday

 

કર્ણાટકમાંથી ૩૫ લાખ મેટ્રિક ટન લોખંડની થતી ગેરકાયદે નિકાસ

આંકડા જાણી સુપ્રીમ કોર્ટ ચોંકી ઊઠી છ મહિનામાં દોષિતોને સજા કરવા સૂચન

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩
કર્ણાટકમાં ખાનગી કંપનીઓ દ્વારા થયેલી ૩૫ લાખ મેટ્રિક ટન કાચા લોખંડની ગેરકાયદે નિકાસ થયાનું જાણીને સર્વોચ્ચ અદાલતે આઘાત વ્યક્ત કર્યો હતો અને દોષિતોને છ મહિનામાં સજા કરવાની શક્યતાઓ ચકાસવા જણાવ્યું હતું.
ન્યાયમૂર્તિ આફતાબ આલમની આગેવાનીમાં ત્રણ ન્યાયમૂર્તિઓની બનેલી બેન્ચે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટિ (સીઈસી)ને ગેરકાયદે ખાણકામમાં સંડોવાયેલાઓને દોષિત જાહેર કરીને છ મહિનામાં સજા કરવા વિશે યોગ્ય વિકલ્પો ચકાસવા જણાવ્યું હતું અને ૭ સપ્ટેમ્બરે આગામી સુનાવણી નિર્ધારિત કરી હતી.
બેન્ચે જણાવ્યું હતું આ મામલે સીબીઆઇની તપાસ થવામાં મહિનાઓ અને વર્ષઓ નીકળી જશે. સીબીઆઇ સેંકડો સાક્ષીઓના નિવેદનો લેશે અને ટનબંધ માહિતી એકઠી કરશે. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આ મામલો તપાસ છ મહિનામાં પૂરી થઇ જાય. અમારે પરિણામ જોઇએ છે.
વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને કોર્ટ સહાયક શ્યામદિવાને માહિતી આપી હતી કે ગેરકાયદે નિકાસ થયેલા ૩૫ લાખ મેટ્રિક ટન લોખંડમાંનું ૮ લાખ મેટ્રિક ટન કાચુ લોખંડ સત્તાવાળાઓ દ્વારા જપ્ત કરીને કબજામાં રખાયું હતું છતાં એ જપ્ત કરાયેલ લોખંડનો જથ્થો પણ દેશ બહાર પગ કરી ગયો હતો. સીઈસીના અહેવાલને ટાંકતા દિવાને જણાવ્યું હતું કે ગેરકાયદે નિકાસથી સરકારી તિજોરીને ભારે નુકસાન થયું હતું. દિવાને લોખંડના મોટા જથ્થાની, ગેરકાયદે નિકાસને ભારતના ઈતિહાસમાં 'રેરેસ્ટ ઓફ ધ રેર' ગણાવ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે ટકોર કરી હતી કે જો રાજ્ય સરકારે આંખ આડા કાન ન કર્યા હોત તો ન બન્યું હોત. સીઈસીના ૨૭ એપ્રિલના અહેવાલમાં બેલેકેરે બંદરથી થયેલી લોખંડના ગેરકાયદે નિકાસમાં ઘણાં બધાં ઔદ્યોગિક ગૃહોની સંડોવણી જોતા સીબીઆઇ તપાસની ભલામણ કરવામાં આવી હતી. આ મામલે ઝડપી તપાસ કરવા અંગે સર્વોચ્ચ અદાલતે શ્યામ દિવાન પાસે અભિપ્રાય માંગ્યો હતો.
છેલ્લી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે દાવાઓ અને પુનર્વસન સંપૂર્ણપણે લાગુ ન કરાય અને કાનૂની સંમતિ ન મળે ત્યાં સુધી કર્ણાટકમાં કાચા લોખંડને ખાણમાંથી નહીં કાઢી શકાય. આ સંદર્ભે સર્વોચ્ચ અદાલતના જણાવ્યા અનુસાર સીઈસીએ અહેવાલ તૈયાર કર્યો હતો જે અદાલતે ૧૩ એપ્રિલે સ્વીકાર્યો હતો અહેવાલમાં કર્ણાટકના બેલ્લારી, તુમકૂર અને ચિત્રદુર્ગ જિલ્લાઓમાં પુનર્વસનની યોજનાઓ અમલમાં મૂકાય ત્યાં સુધી ખાણકામ બંધ રાખવાની ભલામણ કરવામાં આવી હતી.
સીઈસીએ અગાઉ ખાણોને એ, બી અને સી એમ ત્રણ કક્ષામાં વહેંચી દીધી હતી. જે ખાણોમાં લઘુત્તમ અથવા તો કોઇ અનિયમિતતા ન હોય તેમને 'એ' કક્ષામાં અને મહત્તમ અનિયમિતતા વાળી ખાણોને 'સી' કક્ષામાં મૂકવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે 'એ' કક્ષાની ખાણોમાં કામકાજ ચાલુ થઇ શકે તેમ છે કે કેમ એ સંબંધે ચકાસણી કરવા સીઈસીને જણાવ્યું હતું.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved