Last Update : 24-August-2012,Friday

 

કોલસા કૌભાંડના મુદ્દે
સંસદ ઠપ થવાના કારણે ૧૧૨ બિલો પસાર થવામાં વિલંબ

લોકપાલ, વ્હિસલ બ્લોઅર, મની લોન્ડરિંગ સહિતના ખરડાઓનું ભાવિ અદ્ધરતાલ

નવી દિલ્હી, તા. ૨૩
કોલ બ્લોક પર ચાલી રહેલા રાજકીય ઘર્ષણના કારણે ઘણા મહત્ત્વના બિલો આ વખતે પણ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચે તેવા ચિહ્નો દેખાતા નથી. હાલમાં જુદા જુદા સ્તરોએ કુલ ૧૧૨ બિલ સંસદમાંથી પસાર કરાવવાના બાકી છે પરંતુ ભાજપનું વલણ જોતા સરકારને પણ આ બિલો આગળ વધવા વિશે શંકા છે.
આ ૧૧૨ બિલોમાંથી લગભગ અડધો અડધ બિલ તો એવા છે જેમને લોકસભા કે રાજ્યસભામાંથી કોઈ એક ગૃહની લીલી ઝંડી મળી ચૂકી છે. ડઝનેક બિલ એવા છે જેમના વિશે સ્થાયી સમિતિઓ પોતાના અહેવાલ જમા કરાવી ચૂકી છે. એવું માનવામાં આવે છે કે ભાજપનું વલણ આવું જ રહ્યું તો સરકાર સંસદમાં ધાંધલ દરમિયાન જ અમુક મહત્ત્વપૂર્ણ બિલો ચર્ચા કર્યા વિના જ પસાર કરાવવાનો પ્રયાસ કરી શકે છે.
આ પહેલા પણ સંસદમાં ધાંધલ વચ્ચે સરકાર ચર્ચા કર્યા વિના બિલો પસાર કરાવી ચૂકી છે. પાછલા વર્ષોમાં તો એક જ દિવસમાં ૧૭ બિલ ચર્ચા કર્યા વગર પસાર કરી દેવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના રાજ્યમંત્રી હરીશ રાવતે પણ કબૂલ કર્યું હતું કે જો ભાજપ આ જ રીતે સંસદના કામકાજમાં અવરોધ લાવ્યા કરશે તો આ બિલો પસાર કરાવવામાં મુશ્કેલી પડશે. હાલમાં પસાર થવા માટે તૈયાર બિલોની સરકારની યાદીમાં લોકપાલ બિલથી લઈને વ્હીસલ બ્લોઅર, હવાલા કરોબાર રોકવા માટેનું મની લોન્ડરિંગ બિલ, ખાદ્ય સુરક્ષા બિલ, જમીન અધિગ્રહણ બિલ જેવા બિલો સામેલ છે.
માનવ સંસાધન વિકાસ ખાતાના જ લગભગ ૧૦ બિલ પસાર થવાના બાકી છે. બેનામી સંપત્તિ, વીજ બિલ, બાયોટેક બિલ, બેંકિંગ બિલ સહિતના કેટલાંય બિલ લાંબા સમયથી પસાર થવાની રાહ જોઈ રહ્યાં છે. જમીન અધિગ્રહણ બિલને કાયદા મંત્રાલયે લીલી ઝંડી આપી દીધી છે. જો કે લોકપાલ બિલ પર રાજ્યસભાની સિલેક્ટ કમિટિ પોતાના અહેવાલને અંતિમ સ્વરૃપ આપી શકી નથી. ભાજપનું વલણ જોતા હાલ તો સંસદનું કામકાજ શરૃ થવાના અણસાર દેખાતા નથી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved