Last Update : 24-August-2012,Friday

 

કીમના કૈલાશનગર નજીક
બેનાં મોત નીપજાવનાર ટ્રક-ટ્રેઇલર લોકોએ સળગાવી દીધું

૫૦૦થી વધુના લોકટોળાએ હજીરાની આઠથી ૧૦ ટ્રકોના કાચ ફોડી નાંખ્યા ઃ કીમમાં કરફ્યુ જેવો માહોલ

કીમમાં બાઈક સવાર બેના ભોગ લેતી ટ્રક- ટ્રેઈલરને લોકોએ આગને હવાલે કરી
અણીતાના યુવાન મેહુલ મહિડા તથા વૃધ્ધ પ્રભાતસિંહ સોલંકીના સ્થળ પર જ મોત થતાં ગામલોકો રોષે ભરાઈ રોડ પર ઉતરી આવ્યા

કીમ, ગુરૃવાર
કીમ કૈલાસનગર પાસે સવારના ૯-૩૦ વાગ્યાના સુમારે ટ્રક- ટ્રેઈલરે અણીતા ગામના યુવાનની મોટર સાયકલને પુરઝડપે ધસી આવીકચડી નાંખતા ઘટના સ્થળે બંને મોટર સાયકલ સવાર અણીતા ગામના એક યુવાન તથા એક વૃધ્ધનું કમકમાટીભર્યું મોત નિપજયું હતું. અકસ્માતની વાયુવેગે ગામ આખાાં જાણ થતાં પાંચસોથી વધુ ગ્રામજનોએ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત કરનારા ટ્રક ટ્રેઈરને આગ ચાંપી સળગાવી દીધી હતી ત્યાર બાદ લોકોનો રોષ વધુ ઉગ્ર બનતાં રોડ પરથી પસાર થતી હજીરા ઔદ્યોગિકની આઠથી દશ ટ્રકોના કાચ ફોડી ભારે આક્રોશ પ્રગટ કર્યો હતો.
ઘટનાની જાણવા મળતી માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના અણીતા ગામના રહેવાસી ને કામરેજ સુગરમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતાં મેહુલકુમાર વિજયસિંહ મહિડા (ઉ. વ.૩૫) આજરોજ સવારે ૯ વાગ્યાના સુમારે પોતાની મોટર સાયકલ (નં. જી.જે.-૫, ડીઆર-૮૦૨૦) પર ગામના જ રહેવાસી પ્રભાતસિંહ હરિસિંહ સોલંકી (ઉ. વ. ૬૦) સાથે કીમ તરફ આવી રહ્યા હતા તે અરસામાં કીમ કૈલાશનગર પાસે તપોવન શાળા તરફ જતાં રસ્તા આગળ કીમથી ઓલપાડ તરફ જતી ટ્રક ટ્રેઈલર (નં. જીજે-૫-એટી-૭૮૯) ના ચાલકે ઓવર ટેઈક કરવાની લ્હાયમાં ગફલતભરી રીતે ટ્રક હંકારી લાવી સામેથી આવતી મોટર સાયકલને અડફટે લેતાં મોટર સાયકલ સવાર બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. અકસ્માત સર્જાતા એકત્રિત થઈ ગયેલા લોકટોળાએ ટ્રક ચાલકને સારો એવો મેથીપાક આપી ટ્રકને આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં ઓલપાડ પી.આઈ. એમ. એસ. ચૌધરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ લોકોનો રોષ સાતમાં આસમાને હોય લોકટોળાએ અન્ય ટ્રકોના કાચ તોડવાનું શરૃ કરતાં પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા ઓલપાડ પોલીસે કોસંબા પોલીસની મદદલેવાની નોબત આવી હતી સતત ત્રણ કલાક બાદ લોકોનો રોષ માંડ માંડ શાંત પડયો હતો. ત્યાર બાદ પોલીસે કીમ બજારમાં રોડની બંને તરફ લારી- પાથરણાવાલાને દૂર કરાવ્યા હતા. બીજી તરફ બંને તરફ હજીરા ઔદ્યોગિક એકમોના વાહનોને અન્ય માર્ગે વાળી દેવામાં આવતા કીમ વિસ્તારમાં કરફ્યુ જેવો ાહોલ છવાઈ ગયો હતો. ઘટનાની ઓલપાડ પોલીસે ટ્રક ટ્રેઈલરના ચાલક વિરૃધ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેન્કરોને કીમમાંથી પસાર થતી અટકાવવા ગામ લોકોની ઉગ્ર રજૂઆત
કીમમાં મોતના સોદાગર પુરવાર થઈ રહેલા હજીરા ઔદ્યોગિક એકમોના કેમીકલ્સના જીવતા બોમ્બજેવા ટેન્કરો માનવ વસ્તી વચ્ચેથી પસાર થતાં અટકાવવા માટે અકસ્માત સર્જાતા રોડ પર ઉતરી આવેલા લોકટોળાએ કીમના નેતાઓ તથા કીમ ગ્રા. પં.ના સત્તાધીશો સામે ઉગ્ર રોષ વ્યક્તિ કરી ગમે તે હાલતે કીમ બજાર વચ્ચેથી હજીરા ઔદ્યોગિકના તોતીંગ વાહનો દોડતાં બંધ કરાવવા માટે ઉગ્ર રજુઆતો કરી હતી. કીમ વિસ્તારમાં છાશવારે સર્જાતા અકસ્માતોમાં ન જાણે કેટલાયના લાડકવાયા છીનવાઈ ગયા છે. છતાં જિલ્લા પોલીસવડા કીમની ટ્રાફિક સમસ્યાને દૂર કરવા કોઈ કાયમી ટ્રાફિક પોલીસ નહીં મૂકી કીમવાસીઓને માથે જાણે કે મોતની તલવાર લટકાવેલી રાખવાની નીતિ આજદિન સુધી અપનાવી રાખી હોય તેમ જણાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved