Last Update : 24-August-2012,Friday

 

રાજકોટ જિલ્લાના ૧૪ પૈકી ૭ તાલુકામાં જ વિતરણનો પ્રારંભ
ઘાંસ વિતરણમાં 'ગો સ્લો' નીતિ! કેટલકેમ્પ માટે મગાવાતી વિગતો

વલસાડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી ઘાંસ મગાવતા મહીનો લાગી જશે; ડેમ સાઈટ પર બોર કરવાના થાય તો વીજ જોડાણ અને વધુ કાંપના નડતા પ્રશ્નો

રાજકોટ, ગુરૃવાર
અછતના ઘેરાં બનતાં સંકટ વચ્ચે ગામેગામથી રાહત દરના ઘાંસની માગણી તો ઉઠી રહી છે, પરંતુ રાજકોટ જિલ્લાના સરકારી ગોદામોમાં ઉપલબ્ધ ૨૩ લાખ કિલો સૂકા ઘાંસનું વિતરણ એક સાથે શરૃ કરી દેવાય તો થોડા સમયમાં જ જથ્થો ખૂટી પડે તેમ હોવાથી સરકારી તંત્ર વણકહી રીતે 'ગો સ્લો'ની નીતિ અપનાવી રહ્યું હોવાની છાપ ઉપસી છે.
હાલ બજારમાં લીલા અને સૂકા ચારાના ભાવ પણ વધુ છે અને ઘાંસચારાની ઉપલબ્ધિ ઓછી હોવાથી પૂરતું ઘાંસ મળતું પણ નથી. રાજય સરકારે રાજકોટ જિલ્લામાં વનતંત્ર પાસે પડેલા જથ્થા પૈકી અડધો અડધ ૧૧ લાખ કિલો ઘાંસ વિતરણ કરવા મંજૂરી આપી છે, જેમાં પડધરી અને માળિયામિયાણા તાલુકામાં ૧-૧ લાખ કિલો, કંડોરણામાં ૧.૨૫ લાક, મોરબી ૧.૧૦, ટંકારા ૮૫ હજાર, ઉપલેટા - ગોંડલ અને જસદણ ૯૦-૯૦ હજાર, ધોરાજી - લોધિકા - જેતપુર અન ેકોટડામાં ૫૫-૫૫ હજાર, રાજકોટ અને વાંકાનરે તાલુકામાં ૭૦-૭૦ હજાર કિલોનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૮.૮૩ લાખ પશુધનમાંથી ૪.૫ લાખ જેટલાં પશુઓને રાહતદરે ઘાંસ આપવાપાત્ર થાય છે, પરંતુ ઘાંસકાર્ડ પણ હજુ માંડ પાંચમા ભાગના અપાયા છે અને ઘાંસનું વિતરણ હજુ સુધી માત્ર લોધિકા, પડધરી, માળિયામિયાણા, વાંકાનેર, ગોંડલ અને જામકંડોરણા અને છ તાલુકામાં જ શરૃ કરીને અત્યાર સુધીમાં ૫૧૯૪૪ કિલો સૂકુંઘાસ વિતરિત કરાયું છે. આજે મહેસુલ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી ડી.જી. પાંડિયન અને રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજગોપાલને અછતની સ્થિતિ અંગે સમીક્ષા કરી તે દરમિયાન જયાં તાત્કાલિક જરૃર હોય ત્યાં વિતરણ કરવા તથા એકંદરે ઘાંસના વૈકલ્પિક સ્ત્રોત માટે પરામર્શ થયો હતો. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ઘાંસ ઉગતા હજુ મહીનો લાગી જશે, તો વલસાડ તરફથી મંગાવવા માટેના ટેન્ડર મંજૂર થતા વીસે'ક દિવસ લાગે તેમ છે. નર્મદા કેનાલ વિસ્તાર માફક ખાલી જેવા જળાશયોની આસપાસ ઘાંસ ઉગાડવા મંજૂરી આપવાનો નિર્ણય લેવાય તો અથવા બોર કરવાના થાય તો હાલ જિલ્લામાં આવા કયા કયા સ્થળ અનુકૂળ છે તેની વિગતો એકત્ર થાય છે, પરંતુ પ્રાથમિક તબક્કે અધિકારીઓએ કહ્યું કે, કયાંક ૧૫-૧૫ ફૂટ કાદવ છે. અમુક સાઈટ પર ઘાંસ ઉગાડવા બોર કરવા પડે તો વીજજોડાણનો પ્રશ્ન નડે તેમ છે.
પાંજરાપોળ - ગૌશાળાને પશુદીઠ રોજના રૃા ૨૫ સબસિડી આપવા સંદર્ભે કયા તાલુકામાં કેટલા પશુઓ છે તેની તેમજ કેટલકેમ્પ શરૃ કરવાના થાય તો પશુસંખ્યા, સંસ્થા વગેરેની વિગત મંગાવાઈ છે. દરમિયાન, માર્કેટયાર્ડો તેમની રીતે ખેડૂતોને ઘાંસ આપવા માંગતી હોઈ સરકારી તંત્ર અકારણ એ મુદ્દે ગડમથલમાં મુકાયું છે કે પછીથી યાર્ડસંચાલકો સબસીડી માગે તો?! આ વિશે ગાંધીનગર ધ્યાન દોરી માર્ગદર્શન મંગાશે!

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved