Last Update : 24-August-2012,Friday

 

ચોમાસાની છેલ્લી ઘડીઓમાં મેઘમહેરની આશા
સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે ઝાપટાથી એક ઈંચ વરસાદ

સિંહોરમાં એક ઈંચ તો જૂનાગઢ, મેંદરડા, લોધીકા અને તળાજામાં અર્ધો ઈંચ ઃ રાજકોટમાં માર્ગો પાણી પાણી

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, ગુરૃવાર
સૌરાષ્ટ્રમાં આજે મેઘાવી માહોલ વચ્ચે ઝાપટાથી એક ઈંચ વરસાદ વરસી જતાં ચોમાસાની છેલ્લી ઘડીઓમાં મેઘમહેરની આશા જીવંત બની છે. સિંહોરમાં એક ઈંચ તો જૂનાગઢ, મેંદરડા, લોધીકા અને તળાજામાં અર્ધો ઈંચ વરસાદથી લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
રાજકોટમાં આજે સવારથી રાબેતા મુજબ વાદળછાંયા વાતાવરણ બાદ બપોરે ૧૨ વાગ્યાથી ઝરમર વરસાદ ચાલુ થયો હતો. જે સાંજે ચાર વાગ્યા સુધીમાં પાંચ મી.મી. જેટલો વરસી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા જયારે લોધીકામાં જોરદાર ઝાપટા સ્વરૃપે અડધો ઈંચ વરસાદ પડયો હતો. આ જ રીતે વાંકાનેરમાં ૯ મી.મી. કંડોરણામાં ૭ મી.મી. પડધરીમાં ૩ મી.મી. અને જેતપુરમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. જસદણ અને વિંછીયા પંથકમાં પણ હળવા ઝાપટા પડયા હતાં.
જામનગરમાં આજે ૨૦થી ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો અને મહત્તમ તાપમાન ૩૧.૧ ડિગ્રી તથા લઘુતમ ૨૪.૨ ડિગ્રી રહ્યું હતું. જામનગર, ભાણવડ, ખંભાળીયા, ધ્રોલ, જામજોધપુર અને દ્વારકામાં હળવા ભારે ઝાપટા વરસતા લોકોનાં ચહેરા પર રોનક જોવા મળી હતી. આ જ રીતે અમરેલીમાં જોરદાર ઝાપટાથી માર્ગો ભીના થયા હતાં. અન્યત્ર છૂટા છવાયા હળવા ઝાપટા પડયા હતા. ભાવનગરમાં પણ ભારે ઝાપટાથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગારીયાધારમાં પણ ૭ મી.મી. વરસાદ પડયો હતો. જયારે તળાજામાં સવારે અર્ધો ઈંચ અને સિંહોરમાં બપોરે ધોધમાર એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.
જૂનાગઢ સહિત સોરઠભરમાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાંયુ વાતાવરણ થાય છે. પરંતુ માત્ર ઝાંપટા વરસે છે અને વાદળો ફંટાઈ જાય છે રોજના આ ક્રમથી લોકોમાં ભારે હતાશા જોવા મળી રહી છે. આ દરમ્યાન ગઈકાલે બુધવાર ેરાત્રીથી આજે ગુરૃવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં જૂનાગઢ તથા મેંદરડામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો જયારે જયારે સુત્રાપાડા અને વેરાવળમાં ૭ મી.મી. માણાવદરમાં ૬ મી.મી. તાલાલામાં ૩ મી.મી. વિસાવદરમાં ૩ મી.મી. અને વંથલીમાં ૨ મી.મી. તેમજ ભેંસાણમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે ઝાંપટાઓ વરસ્યા બાદ બપોરબાદ આકરા તડકા સાથે ઉકળાટનો અનુભવ થતા લોકોમાં હજુ વધુ વરસાદ પડશે તેવી આશા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved