Last Update : 24-August-2012,Friday

 

અંબાજીમાં ગબ્બર પાસે ટ્રેક્ટર પલટી જતાં ૧૯ વ્યક્તિના મોતથી
પાટણના અજુજા ગામમાં માતમ છવાયો

સિધ્ધપુર મુક્તિધામમાં એક સાથે ૧૯ વ્યક્તિના અગ્નિસંસ્કાર કરવામાં આવતાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયાં

સિધ્ધપુર,તા.૨૩
અંબાજી ગબ્બર પર્વત પાસે ટ્રેક્ટર પલટી જવાના અકસ્માતમાં પાટણના અજુજા ગામના ૧૯ વ્યક્તિના મોત નિપજતાં ગામમાં માતમ છવાઈ ગયો હતો. ઠાકોર સમાજ આ ઘટનાથી દ્રવી ઉઠયો હતો અને મૃતકોને શ્રદ્વાંજલિ આપવામાં આવી હતી. એક સાથે ૧૯ વ્યક્તિઓની સ્મશાનયાત્રાઓ નીકળી ત્યારે ગામ આખું હિબકે ચઢ્યું હતું. નવા ટ્રેક્ટરની બાધા પૂર્ણ કરવા માટે ગયેલા ૭૦થી વ્યક્તિ ઉપર કાળચક્ર ફરી વળતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજુજા ગામમાં સૌ કોઈની આંખમાં અશ્રુધારાઓ વહી નીકળી હતી. કોઈએ લાકડવાયો પૂત્ર ગુમાવ્યો છે.
તો કોઈએ ઘરનો મોભી ગુમાવ્યો છે તેનો ચિતાર સ્પષ્ટ જોઈ શકાતો હતો. વિધીની વક્રતા કહો કે કાળની ગતિ કહો પરંતુ, એક સાથે ૧૯ વ્યક્તિના મોત થાય ત્યારે તેનો આઘાત જીરવવો ઘણો કપરો હોય છે.
મૃતકોની અંતિમયાત્રામા મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા અને પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. નાના-માટો ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્વાંજલિ પણ આપવામાં આવી હતી.
વાગડોદ પંથકના અજુજા ગામના એક જ પરિવારના અને એક જ કુટુંબના ૧૯ સભ્યોના મોતથી સમગ્ર અજુજા ગામ હીબકે ચઢ્યું હતું. અજુજા ગામમાં રહેતાં વદનજી ચેલાજી ઠાકોર જેઓ નવીન ટ્રેક્ટર ખરીદતાં બાધા અર્થે માનતા પુરી કરવા માટે પોતાના કુટુંબના ૮૦ જેટલા સભ્યો જેમાં નાના બાળકોથી માંડી મહિલાઓ અને યુવાનો સહિત પરિવારના લોકોને લઈને રણુંજા દર્શન કરીને પરત અંબાજી આવ્યા હતા અને ત્યાંથી ગબ્બરના રસ્તે થઈને બાલારામ દર્શન કરવા માટે નીકળ્યા હતા તે દરમ્યાન ગબ્બરના ઢાળમાં ટ્રેક્ટરના ચાલકે પોતાનો કાબૂ ગુમાવી બેસતાં ૫૦ ફુટ ઉંડી ખીણમાં ટ્રેકટર ખાબક્યું હતું અને આ ગોઝારા અકસ્માતમાં ૧૫ લોકોએ સ્થળ પર જ દમ તોડયો હતો બાકીના ૬૦ જેટલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમ્યાન અન્ય ૪ લોકોના પણ મોત થતાં એક જ પરિવારના અને એક જ કુટુંબના કુલ ૧૯ જણાના મોત થવાથી અજુજા ગામે લાવવામાં આવતાં સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો.
બાદમાં પરિવારજનો દ્વારા તેમની સમાજ મુજબની વિધિ કરીને અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. આ અંતિમયાત્રા સિધ્ધપુર સરસ્વતી મુક્તિધામ ખાતે લાવવામાં આવ્યા હતા તેઓની અંતિમયાત્રામાં હજારો લોકો વાહનોના કાફલા સાથે જોડાયા હતા. અંતિમયાત્રા સિધ્ધપુર ખાતે આવી પહોંચતાં સિધ્ધપુર મુક્તિધામમાં તમામ પાર્થીવદેહોની સ્નાન વિધિ સહિતની વિધિ કરવામાં આવી હતી. સિધ્ધપુર સરસ્વતી મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા સરસ્વતી નદીના પટાંગણમાં એક સાથે તમામ મૃતકોના અગ્નિસંસ્કાર માટેની વ્યવસ્થા કરી હતી. એક સાથે ૧૮ લોકોના અગ્નિસંસ્કારના દ્રશ્યથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ઉઠયું હતું.
મૃતકોને શ્રધ્ધાંજલી આપવા માટે હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના અગ્રણીઓ અને આગેવાનો તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અંતિમ વિદાય આપી હતી.
આ દુઃખદ ઘટનાના સમાચાર મળતાં પાટણ અને પાલનપુર બન્ને જિલ્લાઓના કલેક્ટર તેમજ આરોગ્ય ટીમ અને ૧૦૮ સેવાઓની સંપૂર્ણ મદદ મળી રહે તેવી સૂચના આપીને સતત અજુજા ગામના સરપંચના સંપર્કમાં રહી ઘાયલોને સારવાર મળી રહે તેમજ ઘાયલોને ધારપુર-અમદાવાદ લઈ જવાની વ્યવસ્થા ગોઠવી હતી સાથે મૃતકના પરિવારજનોને મૃતકના પી.એમ. સહિતની અન્ય વિધિ ઝડપી બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર સાથેસંપર્કમાં રહીને આ વ્યવસ્થા માટે રાત્રીના ૨ઃ૦૦ વાગ્યા સુધી સંબંધિત અધિકારી આરોગ્ય વિભાગના ર્ડાક્ટરોના સંપર્કમાં રહ્યા હતા અને મૃતકોને સમશાન સુધી લઈ જવાની વ્યવસ્થા ગોઠવી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved