Last Update : 24-August-2012,Friday

 

નડીઆદની મસાલામાં ભેળસેળ કરવાની ફેક્ટરીમાંથી ચાલુ સાલે સેમ્પલ લેવાયું નથી

ફૂડ સેફ્ટી એક્ટનું ઉલ્લંઘન કરી કાળો કારોબાર ચાલતો હોવાનું ખૂલ્યું મસાલા નાના-મોટા ગામની હોટલોના સંચાલકો ખરીદતા હતા

નડિયાદ ,તા.૨૨
નડિયાદ નજીક કમળા ચોકડી પાસે મસાલામાં ભેળસેળ કરવાની ફેક્ટરી ઝડપાયા બાદ ૨૦૧૨ નું વર્ષ શરૃ થયા પછીના સાડા આઠ માસમાં નડિયાદના ફૂડ એન્ડ ડ્રગ્સવિભાગ ધ્વારા એક પણ વખત સેમ્પલ લેવામાં આવ્યું ન હોવાની ચોંકવનારી વિગતો જાણવા મળી છે. આથી ફૂડ સેફટી એકટના કાયદાનું પાલન કરાવવામાં સરકારીતંત્ર પોતે જ નિષ્ફળ રહ્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. નિયમ મુજબ દર ત્રણ મહિને જો સેમ્પલ લઈ ખાદ્યસામગ્રીના મસાલામાં ભેળસેળ અટકાવવામાં આવી હોત તો આ મોતનો કારોબાર આટલો ફૂલ્યો ફાલ્યો ન હોત.
નડિયાદ પાસેની કમળા ચોકડી નજીક મંગળવારે સદ્ગુરૃ સેલ્સ કોર્પોરેશનમાં એલસીબી પોેલીસે દરોડો પાડયા બાદ વધુ તપાસ માટે ફુડ એન્ડ ડ્રગ્સવિભાગ (નડિયાદ) તથા એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. આ બનાવમાં મહત્તની વાતતોએ છે કે છેલ્લા પાંચ-છ વર્ષથી આ સદ્ગુરૃ સેલ્સ કોર્પોરેશન નામની ફેકટરી ચાલે છે. જેમાં મરચા, હળદર તથા ઘણા, જીરૃ વગેરે જેવા મલાસાઓમાં લાકડાનો વેર, મકાઈનો વાસીલોટ તથા કેટલીક જંગલી વનસ્પતિનો ભૂકો વગેરે ભેળવીને આ કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો.
આ રીતે તૈયાર કરાયેલા મસાસાઓને જુદી હોટલોમાં સપ્લાય કરવામાં આવતા હતા. જેમાં ખાસ કરીને હાઈવે પરની હોટલો સહિત નાના-મોટા ગામોમાં આવેલી હોટલોના સંચાલકો ધ્વારા ખરીદી કરવામાં આવતી હોવાનું ખુલવા પામ્યું છે.
ચોંકાવનારી વાત તોએ છે કે છેલ્લે ૨૦૧૧ના વર્ષમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ધ્વારા મસાલાના સેમ્પલો લેવાયા બાદ ૨૦૧૨નું વર્ષ શરૃ થયાના હાલના સાડા આઠ માસ સુધી એક પણ સેમ્પલ લેવામાં આવ્યું ન હોવાની કબૂલાત બુધવારે આજ વિભાગના અધિકારીએ કરી હતી.
ખાદ્યસામગ્રીના મસાલાઓમાં આટલા મોટા પાયે ભેળસેળ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ નાગરિકો એવી ટીકા કરે છે. કે લાગતા- વળગતા સત્તાશોની રહેમ નજર વિના પાંચ - છ વર્ષથી આવો મોટો કારોબાર ચાલે જ નહિ.
થોડા સમય પહેલાં જ સરકારે સેફટી એકટ અમલામાં મૂક્યો છે. કાયદાને ખુદ સરકારી તંત્ર ધ્વારા જ પોકળ સાબિત કરવામાં આવ્યો હોવાનું છતું થઈ રહ્યું છે. ભેળસેળિયા મસાલા બનાવવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ફૂડ એન્ડ સેફટી વિભાગ સહિત એફએસએલ તથા લાગતા વળગતા સત્તાધીશો સેમ્પલો લેબોરેટરીમાં મોકલી તપાસ ચાલતી હોવાનું પોપટિયું રટણ કરે છે. તેથી વિશેષ કોઈ કશું જ કહેવા તૈયાર નથી.

સબ સ્ટાન્ડર્ડ મિક્ષ બ્રાન્ડ સહિત અનસેઇફનો સમાવેશ
ખાદ્ય સામગ્રીના હળધર, મરચું તથા ધાણા-જીરૃ વગેરે જેવા મસાલાઓમાં ત્રણ પ્રકારના સેમ્પલો લેવામાં આવતા હોય છે. જેમાં સબ સ્ટાન્ડર્ડ, મિક્ષ બ્રાન્ડ તથા અનસેઈફનો સમાવેશ થાય છે. જોકે, કમળા ચોકડી પાસેના સદ્દગુરૃ સેલ્સ કોર્પોરેશનમાં ૨૦૧૨ના ચાલુ માસમાં એક પણ સેમ્પલ લઈ તેની ચકાસણી ન કરવાનું શું કારણ હશે? આમાં તંત્રની ભ્રષ્ટનીતિ જવાબદાર હોવાનું લોકમુખે ચર્ચાય છે. નડિયાદ સહિત ખેડા જિલ્લામાં અન્ય કેટલી જગ્યાએ આવી ભેળસેળ કરી નિર્દોષ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરાતા હશે? તે બાબત પણ ઉંડી તપાસ માંગી લે છે.

દસ સેમ્પલ ભૂજની લેબોરેટરીમાં મોકલાયા
નડિયાદ,તા.૨૨
કમળા ચોકડી પાસે સદ્ગુરૃ સેલ્સ કોર્પોરેશનના મસાલાઓમાં ભેળસેળ કરવાનું કૌભાંડ ઝડપાયા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જુદી-જુદી ટીમો ધ્વારા કુલ ૧૦ સેમ્પલો લઈ તેને ભૂજની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું નડિયાદના ફૂડ ઈન્સ્પેકટર નિતીનભાઈ ગાંધીએ બુધવારે જણાવ્યું હતું. આ દસ સેમ્પલોમાં આઠ સેમ્પલ નડિયાદ, બે સેમ્પલ આણંદ અને બે સેમ્પલ ગાંધીનગરની ટીમો ધ્વારા લેવાયા છે. જેનો રિપોર્ટ બે થી ત્રણ અઠવાડિયામાં મળી જાય તેવો પ્રયાસ કરવામાં આવશે. આ પિરોર્ટના આધારે ગાંધીનગર ખાતે એર મ્યુડિકીટીંગ સમક્ષ આ કેંસ ચલાવવામાં આવશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved