Last Update : 24-August-2012,Friday

 

આણંદ જિલ્લામાં મેઘરાજાને મહેર કરવા ઠેરઠેર રામધૂન

ડાંગર, તમાકુ, દિવેલા અને કપાસની રોપણી શરૃ

આણંદ,તા.૨૩
આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી થોડા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા હોય છે. પરંતુ ઝાપટા પડયા બાદ તરત જ સુર્ય દેવના દર્શન થતા હોય છે આ વર્ષે જોઈએ તેવો વરસાદ પડયો નથી જેને લીધે જમીન તૃપ્ત થઈ નથી હાલમાં મહત્તમ તાપમાન ૩રથી ૩૩ ડીગી રહેવા પામેલ છે.
અધિક ભાદરવો શરૃ થઈ ગયો છે બપોરના સમયે તો ઉનાળા જેવી ગરમી લાગી રહી છે ગરમીને કારણે જગતનો તાત પણ પોતાનો પાક બચાવવા માટે યેનકેન પ્રકારે પ્રયત્ન કરી રહ્યો છે. વરસાદ પડે તે માટે પ્રાર્થનાનો દોર પુનઃ શરૃ થઈ ગયો છે.કેટલાક મંદિરોમાં ધૂનનું પણ આયોજન કરવામાં આવી રહયું છે.સમયાંતરે યોગ્ય વરસાદ નહી પડે તો ખેડુતો આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે.
આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન ૩ર થી ૩૩ ડી.સે.ની આસપાસ રહેવા પામ્યુ છે અને હવામાન ખાતાની આગાહી અનુસાર ચારથી પાંચ દિવસ તાપમાન આવુ જ રહેનાર છે. આજે આણંદમાં તાપની સાથે સાથે કેટલીકવાર વાદળો અવર-જવર કરતા હતા પરંતુ પડી રહેલી ગરમીને કારણે નગરજનોને તથા ગ્રામજનોને હેરાનગતિ ભોગવવી પડે છે.આજે આણંદની આસપાસના કેટલાક ગામડાઓમાં સવારે ૧૧-૦૦ કલાકના આસપાસના સુમારે વરસાદી ઝાંપટું પડી ગયું હતું પરંતુ બપોરના સમયે પાછા સુર્યદેવે તાપ વરસાવ્યો હતો ગરમી તથા બાફના કારણે લાગી રહયું છે કે વરસાદ વરસશે પરંતુ જે રીતે વરસાદ વરસવો જોઈએ તે રીતે વરસતો નથી.હાલ તો એક જ આશા રાખી રહ્યા છે કે મેઘરાજા ફરી જિલ્લામાં મહેર કરશે. આ માટે કેટલાક ભક્તો દ્રારા યજ્ઞા, ધૂન તથા પ્રાર્થનાનો દોર ફરીથી શરૃ કરી દેવામાં આવ્યો છે. જગતનો તાત પણ આકાશ સામે મીટ માંડી રહ્યો છે અને આજીજી કરતો હોય તે રીતે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે.ખેડુતો પોતાની રીતે ખેતી કામમાં જોતરાઈ ગયા છે ડાંગર,તમાકુ,દિવેલા,કપાસની રોપણી શરૃ કરેલ છે તો કેટલાકે શરૃઆતમાં રોપણી કરેલ છે.
હાલમાં પડી રહેલી ગરમીને કારણે કેટલાક પાકોને તેની અસરો થતી હોય છે. જેના ભાગરૃપે આણંદ કૃષિ યુનિ.ના વૈજ્ઞાાનિકો દ્રારા ખેડૂતોને કૃષિ સલાહ આપવામાં આવી છે. તમાકુના ધરૃમાં નિંદામણ કરવુ અને ધરૃનો કોહવારો અટકાવવા માટે રીડોમીલ એમ.ઝેડ. ૧૫ ગ્રામ એક પંપની દરે દ્રાવણ બનાવી ૨ લિટર એક ચો.મી. પ્રમાણે ઝારાની મદદથી છંટકાવ કરવો. આ અઠવાડિયામાં તમાકુના ધરૃની ફેરરોપણી કરવા માટે ખેતર તૈયાર કરવુ. મગ, વટાણા, કપાસ અને ભીંડાના પાકમાં નિંદામણ કરવા ભલામણ છે. બાજરીમાં કુતુલનો પ્રકોપ રોકવા રીડોમીલ એમ.ઝેડ. ૧૦ ગ્રામ એક પંપની દરે દ્રાવણ બનાવી છંટકાવ કરવો. શાકભાજીના પાકોની વહેલી તકે ફેરરોપણીની કામગીરી ચાલુ કરવી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved