Last Update : 24-August-2012,Friday

 

વાડી છેલ્લી પોળના દિનેશ જીનગરના હત્યારા જયંતિ પટેલનો ઘટસ્ફોટ
માફિયાડોન મુકેશ હરજાણીએ જેલમાંથી ચાર જણા માટે રૃા.૩૫ લાખની સોપારી આપી

કલ્પેશ કાછીયા, રમેશ હાંડે હત્યા કેસના ફરિયાદી મિતલ હાંડે અને વેપારી દુર્ગાપ્રસાદને પતાવવા દસ-દસ લાખ અને લચ્છુ ભૂરીયા માટે પાંચ લાખ નક્કી કર્યા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
અપહરણ, ખંડણી, હત્યા અને ફાયરીંગ જેવા ગુનાઓમાં રાજ્યમાં એક સમયના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર વડોદરાના મુકેશ હરજાણીએ વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી નામચીન કલ્પેશ કાછીયા, વેપારી દુર્ગાપ્રસાદ, રમેશ હાંડે હત્યા કેસના ફરિયાદ મિતલ હાંડે અને વારસીયાના લચ્છુ ભુરીયાની રૃા.૩૫ લાખની સોપારી આપી હોવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. વાડી છેલ્લીપોળના નાકે આવેલી ઝીલ ટેલર નામની દુકાનમાં દિનેશ જીનગરની ફાયરીંગ કરી હત્યા કરનાર મુકેશ હરજાણીના સાગરિત જયંતિ પટેલ અને મેમણ કોલોનીમાં રહેતા ત્રણ સાગરિતોએ મુકેશ હરજાણી પાસેથી ચાર જણાની સોપારી લીધી હોવાની સનસનાટી ભરી વિગતો ચારેયની પૂછપરછ દરમિયાન બહાર આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આમ વાડી છેલ્લી પોળના દિનેશ જીનગર હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે.
વાડી છેલ્લી પોળ વિસ્તારમાં ચાર માસ પહેલા દિનેશ જીનગરની દુકાનમાં ઘૂસી ચાર રાઉન્ડ ફાયરીંગ કરી તેની હત્યા કરનાર જયંતિ પટેલની રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના નાયબ કમિશનર સુભાષ ત્રિવેદી અને પો.ઇ. જયંતિ પ્રજાપતિએ કરેલી પૂછપરછ દરમિયાન રાજ્યભરની પોલીસને હંફાવનાર વડોદરાના વારસીયા વિસ્તારના માફિયા ડોન મુકેશ હરજાણીએ વડોદરા સેન્ટ્રલ જેલમાં નામચીન કલ્પેશ કાછીયા, સલાટવાડાના વેપારી અને અગાઉ મુકેશ હરજાણી સામે ધમકીની ફરિયાદ કરનાર દુર્ગાપ્રસાદ આસનાની, દુર્ગાના જમીન પાર્ટનર રમેશ હાંડેની હત્યા કેસના ફરિયાદી મિતલ હાંડે અને વારસીયાના લચ્છુ ભુરીયાની રૃા.૩૫ લાખની સોપારી આપી હોવાની કબૂલાત કરી છે.
જયંતિ પટેલે પોલીસ સમક્ષ કબૂલ્યુ હતું કે મુકેશ હરજાણીએ કલ્પેશ, મિતલ અને દુર્ગા માટે રૃા.૧૦-૧૦ લાખ અને લચ્છુ માટે રૃા.૫ લાખ નક્કી કર્યા હતા. સોપારી લેવા માટે ગયા ડિસેમ્બર માસમાં જયંતિ પટેલ દારૃના કેસમાં પકડાઇને મુકેશને જેલમાં મળવા માટે ગયો હતો. જ્યારે મુકેશનો અન્ય એક સાગરિત સતિષ ઉર્ફે સતો પણ દારૃના કેસમાં સામેથી પકડાઇને જેલમાં આવ્યો હતો. મુકેશે ત્રણેય સાથે સોપારીની વાત કરી હતી.
રૃા.૩૫ લાખની સોપારીના બાનારૃપે જેલમાંથી નીકળ્યા બાદ જયંતીને સતિષ ઉર્ફે સતાએ મુકેશ હરજાણ ીના પિતા દોલતરામ હરજાણી પાસે રૃા.૫૦ હજાર અપાવ્યા હતા. જેમાંથી જયંતી પટેલ અને અબ્દુલ મુન્નો મધ્યપ્રદેશના કુકસી ગામે જઇ બે રિવોલ્વર લઇ આવ્યા હતા.

મુકેશે કહ્યું, પહેલાની હત્યા જેવું નહી થાય, એડવાન્સ રૃપિયા મળી જશે
સતિષ મારફતે પિતા દોલતરામ પાસે રૃા.૫૦ હજાર અપાવ્યા ઃ સતિષે રૃા.૪૦ હજાર ચૂકવ્યા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
બાર વર્ષ પહેલા મુકેશ હારજીત સાથે વારસીયામાં કરેલી હત્યાના કેસમાં નાણાં નહી મળતાં સોપારી માટે તૈયાર નહી થતાં જયંતિ પટેલને વિશ્વાસમાં લેવા મુકેશે એડવાન્સમાં રૃા.૫૦હજારની વ્યવસ્થા કરાવી આપી હતી.
મુકેશ હરજાણીએ જેલમાં સોપારી આપતાં જયંતિને કહ્યું કે પહેલા જેવું નહી થાય. તને આ વખતે રૃપિયા મળી જશે. તેણે સતિષ ઉર્ફે સતાને પિતા દોલતરામને મળી પૈસા લઇ લેવા જણાવ્યું હતુ. સતિષે જેલમાંથી નિકળી રૃા.૫૦ હજાર લીધા હતા. અને રૃા.૪૦ હજાર જયંતિને આપ્યા હતા.

સેન્ટ્રલ જેલમાં ફિલ્મી ઢબે હત્યાનો તખ્તો ઘડાયો
મુકેશ હરજાણીને મળવા જયંતિ અને સતિષે દારૃના કેસમાં જામીન ન લીધા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાયેલા માફિયા ડોન મુકેશ હરજાણીએ જેલમાં બેઠા બેઠા ફિલ્મી ઢબે જયંતિ પટેલ અને સતિષ ઉર્ફે સતા સાથે ચાર જણાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતુ.
બંને સામે ચાલીને દારૃીના કેસમાં પકડાયા ઃ જામીન નહી લેતા જેલભેગા થયા
વાડી છેલ્લી પોળ વિસ્તારના ટેલર દિનેશ જીનગરની ફાયરીંગ કરી હત્યા કરનાર જયંતિ પટેલ પાસે રિવોલ્વરના નાણાં ક્યાથી આવ્યા ? તેવી પૂછપરછ દરમિયાન ક્રાઇમ બ્રાચે વડોદરાની જેલમાં રૃા૩૫ લાખમાં ચાર જણાની હત્યાની સોપારીના ગોઠવાયેલા તખ્તાનો પર્દાફાશ કર્યો હતો.
શહેર પોલીસ કમિશનર સતિષ શર્માની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર સુભાષ ત્રિવેદીએ હત્યારા જયંતિ પટેલ પાસે રિવોલ્વર લાવવાના નાણાં વિશે પૂછપરછ કરતા માફિયા ડોન મુકેશ હરજાણીએ રૃા.૩૫ લાખની આપેલી સોપારીનો ઘટસ્ફોટ થયો હતો.
શહેર પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે મુકેશ હરજાણીને મળવા માટે જયંતિ પટેલ ગઇ તા.૧૭મી ડિસેમ્બરે મકરપુરા પોલીસનાં હાથે દારૃના કેસમાં પકડાયો હતો. તેણે જામીન લીધાન હતા. જેથી તેને જેલ ભેગો કરાયો હતો.
આજ રીતે મુકેશના સાગરિત સતિષ ઉર્ફે સતો પણ દારૃના કેસમાં સામે ચાલીને પકડાયો હતો. અને જામીન નહી લઇ જેલમાં ગયો હતો. મુકેશે જેલમાં જ ત્રણેય સાથે બેઠક કરી ચાર જણાને પતાવી દેવા રૃા.૩૫ લાખમાં સોપારી આપી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved