Last Update : 24-August-2012,Friday

 

ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય નહીં એવા
હાઉસિંગ બોર્ડને મૃતઃપ્રાય બનાવી બિલ્ડરોને ખટાવવા મોંઘા મકાનો ઃ અમીન

'ઘરનું ઘર' યોજનામાં કોંગ્રેસને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતાં મોદી ઘાંઘા થયા છે

અમદાવાદ, ગુરૃવાર
કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી ચૂંટણી પછી સત્તામાં આવે તો ગરીબો અને મધ્યમ વર્ગને ''ઘરનું ઘર'' આપવા માટે કરેલા નિર્ધારથી ગુજરાતના મુખ્યમંત્રી રઘવાટમાં પ્રજાને ગેરમાર્ગે દોરવા ખોટી અને ભ્રામક જાહેરાતો કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને જણાવ્યું છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે હવે કોઇ એન્જીનીયર, એસ્ટેટ મેનેજર કે જરૃરી સ્ટાફ બચ્યો નથી ત્યારે ૨૧ માળના હાઇરાઇઝ બિલ્ડીંગો બાંધવાની ભાજપ સરકારની જાહેરાત માત્ર ચૂંટણીલક્ષી લોલીપોપ છે.
આજે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન જયંતિલાલ બારોટે તા. ૧૬ જૂન ૨૦૧૨ના રોજ જાહેરાત કરી હતી કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે હાઉસીંગ બોર્ડના પ્લોટોમાં હાઇરાઇઝ ૧૦ હજાર મકાનો બનાવવામાં આવશે. ૭૦ મીટરની ઊંચાઇના ૨૧ માળના ટાવરો બનાવવા શહેરી વિકાસ વિભાગે ત્રણ FSI ની મંજૂરી આપી છે.
અઢી માસ પછી પણ આ જાહેરાતના સંદર્ભમાં હાઉસીં બોર્ડ જરા પણ આગળ વધ્યું નથી. ગઇકાલે શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી કે આ ચાર શહેરમાં જુદી જુદા કેટેગરીના ૬૫૦૦ મકાન બનાવવામાં આવશે.
અમીને જણાવ્યું કે કોંગ્રેસના ઘરનું ઘર યોજના જાહેર થતાં જ હાઉસીંગ બોર્ડના મકાનો માટે ખાનગી બિલ્ડરો પાસેથી ભાવ મંગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરો તા. ૨૭ ઓગસ્ટના રોજ ખુલશે. ૧૯૯૫ સુધી કોંગ્રેસના શાસનમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે, એક્ઝીક્યુટીવ એન્જીનિયર્સ, આર્કિટેક, સુપરવાઇઝરો વગેરેની મોટી ટીમ હતી. ઉપરાંત કોંગ્રેસ સરકાર હુડકો પાસેથી લોન લઇને મકાન બનાવતી હતી. આજે ૨૦૧૨માં હાઉસીંગ બોર્ડનો સ્ટાફ નજીવો રહ્યો છે. માત્ર એક જ એક્ઝીક્યુટીવ એન્જીનિયર છે. તેના કારણે ખાનગી બિલ્ડરો પાસેથી હાઉસીંગના મકાનો તૈયાર કરાવવાના ભાજપ સરકારના પ્રયાસો પછી, કોઇ ગરીબ કે મધ્યમ વર્ગને ન પોસાય એવા ઊંચા ભાવે મકાનો તૈયાર થશે. ઉપરાંત ૨૧ માળના ટાવરમાં લીફટ અને ફાયરબ્રિગેડ સહિતના મેન્ટેનન્સના ખર્ચા પણ ગરીબ વર્ગને પોસાય નહીં તેવા હશે. લોકોએ મકાન લેવા માટે લોન માટે બેંકોમાં જાતે જવું પડશે અને ઊંચા વ્યાજે લોન લેવી પડશે.
તેમણે જણાવ્યું કે ૧૯૯૪-૯૫ સુધી કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે રૃા. ૩૦૦ કરોડની ડીપોઝીટો બેંકમાં રહેતી હતી. આજે આટલી મોટી રકમ એક પણ નવું મકાન બનાવ્યા વિના ક્યાં જતી રહી તે સરકારે જાહેર કરવું જોઇએ. તે વખતે હાઉસીંગ બોર્ડ પાસે ૫૪૧.૪૦ એકર, એટલે કે ૨૫ લાખ ચોરસમીટર જમીન હતી. બોર્ડની ત્રણ સર્કલ ઓફીસો હતી, આજે આ ત્રણે ઓફીસોને તાળા મારી દેવામાં આવ્યા છે. આઠ એસ્ટેટ ઓફીસો હતી તે પૈકી પાંચને તાળા છે. ૧૨ ડીવીઝન ઓફીસો હતી તે પૈકી ૯ને તાળા છે. તે વખતે કુલ ૧૩૯૬ કર્મચારીઓ અને અધિકારીઓનો સ્ટાફ હતો, આજે માત્ર ૨૦૮ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ બજાવે છે.
કોંગ્રેસ પક્ષે આઠ મહાનગર અને ૧૬૦ નગરપાલિકા વિસ્તારમાં ગૃહિણીઓને ઘરનું ઘર આપવાની જાહેરાત કરતાં જ મુખ્યમંત્રીના પેટમાં તેલ રેડાયું છે જેથી ૧૭ વર્ષમાં એક પણ મકાન ન બાંધીને અને હાઉસીંગ બોર્ડને મૃત હાલતમાં છોડી દીધા પછી હવે અચાનક જાગ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved