Last Update : 24-August-2012,Friday

 

ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરો આવી જતાં
'ઘરનું ઘર' ફોર્મની હોળી કરવા માટે આવેલા ભાજપના કાર્યકરો ભાગ્યા

કોંગ્રેસની યોજનાને પ્રતિસાદ મળતાં ડઘાઇ ગયેલાં ભાજપના કાર્યકરોએ કાર્યક્રમ યોજ્યો હતો ઃકોંગ્રેસે સ્થળ ઉપર જ વિતરણ શરૃ કર્યું

ગાંધીનગર,ગુરુવાર
ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ઘરનું ઘર યોજના અંતર્ગત ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેને મળી રહેલાં પ્રતિસાદને જોઇ સરકાર અને ભાજપ બંને ચોંકી ઉઠયા છે ત્યારે આજે સાંજે ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા કોંગેસના ઘરનું ઘર યોજાનાના ફોર્મની હોળીનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જો કે ગાંધીનગરના ઘ-૩ સર્કલ ઉપર ભાજપના કાર્યકરો ફોર્મની હોળી કરે તે પહેલાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ત્યાં પહોંચી જતાં ભાજપના કાર્યકરો ફોર્મ લઇને ભાગી છુટયા હતા અને કાર્યક્રમ પડતો મુક્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ સ્થળ ઉપર જ ફોર્મની વિતરણ શરૃ કરી દેતાં પોલીસ સાથે ચકમક પણ જરી હતી. ભાજપના કાર્યકરોના આ કાર્યક્રમથી પ્રદેશ કક્ષાએ પણ ગંભીર નોંધ લેવામાં આવી છે.
કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો સમગ્ર રાજ્યમાં ઘર વિહોણી મહિલાઓને ઘરનું ઘર આપવામાં આવશે તેવી જાહેરાત બાદ છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં થઇ રહેલાં ફોર્મના વિતરણમાં લાખો મહિલાઓ ઉમટી રહી છે. અત્યાર સુધીમાં ૩૪ લાખ મહિલાઓએ આ ફોર્મ મેળવી લીધા છે ત્યારે ભાજપ અને સરકારની ઉંઘ ઉડી ગઇ છે. ત્યારે ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા કોઇ કારણ આપ્યા વગર જ કોંગ્રેસના ઘરનું ઘર યોજનાના ફોર્મની હોળી કરવાનો કાર્યક્રમ આજે સાંજે આપવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરો ફોર્મની હોળી કરવા માટે ઘ-૩ સર્કલ પાસે એકઠા થયાં હતા તે દરમ્યાન જ કોંગ્રેસી કાર્યકરોને ઘટનાની જાણ થતાં તેઓ પણ તેનો વિરોધ કરવા ત્યાં પહોંચ્યા હતા જો કે કોંગ્રેસના કાર્યકરોની આક્રમકતાં જોઇ ભાજપના કાર્યકરો કાર્યક્રમ પડતો મુકી કારમાં બેસીને નાસી છુટયા હતા. ત્યારબાદ આજ સ્થળે કોંગ્રેસે ઘરનું ઘર ફોર્મનું વિતરણ શરૃ કરી દેતાં ત્યાં હાજર પોલીસ અધિકારીઓએ બળજબરીથી વિતરણ બંધ કરાવી દીધુ હતું. ગાંધીનગર મહાનગર ભાજપે ફોર્મની હોળીના કાર્યક્રમ માટે કાર્યકરો અને પત્રકારોને પણ આમંત્રણ પાઠવ્યું હતું. જો કે હવે આ ઘટના બાદ મહાનગર પ્રમુખ રૃચિર ભટ્ટે એવું જણાવ્યું હતું કે, મહિલાઓ દ્વારા ફોર્મની હોળી કરવાની હતી. અમે તો ત્યાં જોવા માટે ગયા હતા. તો બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ઘરનું ઘર યોજનાના ફોર્મની હોળી કરવાનો કાર્યક્રમ થવાનો હોવાની માહિતી મળતાં અમે કાર્યકરો સાથે ત્યાં પહોંચ્યા હતા. ગુજરાતમાં ભાજપ દ્વારા ક્યાંય પણ ફોર્મના હોળીનો કાર્યક્રમ આપવામાં આવ્યો ન હતો ત્યારે ગાંધીનગરમાં ભાજપના કાર્યકરોએ પ્રદેશની મંજુરી સિવાય કાર્યક્રમ આપી દેવાતાં પ્રદેશ કક્ષાએ પણ તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની યોજનાને મળી રહેલાં પ્રતિસાદને પગલે સરકાર સહિત ભાજપ પણ ચિંતામાં મુકાઇ ગયું છે ત્યારે આ યોજના ભ્રામક હોવાની વાત પ્રજા સુધી પહોંચાડવા ભાજપના કાર્યકરોને સુચના આપવામાં આવી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved