Last Update : 24-August-2012,Friday

 

ઘરેથી નોકરીએ જવા નીકળતો હેડ કોન્સ્ટેબલ કુછંદે ચડયો
પોલીસ લાઈનમાં ચોરી ઃ હેડ કોન્સ્ટેબલ સહિત ૩ ઝડપાયા

રાણીપ પોલીસ લાઈનમાં પિત્તળના વાલ્વ ચોરવાના હેતુ અંગે પોલીસ અજાણઃ મેઘાણીનગરનો પોલીસકર્મી રજા ઉપર હતો

અમદાવાદ, ગુરૃવાર
પોલીસ પરિવારો જ્યાં રહેતા હોય છે તેવી પોલીસ લાઈનમાં ચોરી અને ચોરીના આરોપસર પોલીસ કર્મચારીની જ ધરપકડ થયાની ઘટનાએ ચર્ચા જગાવી છે. રાણીપ પોલીસ લાઈનમાં પાણીની પાઈપલાઈનના પિત્તળના વાલ્વ ચોરાવાની વારંવાર બનતી ઘટનાઓ અંગે ફરિયાદ નોંધી રાણિપ પોલીસે તપાસ શરૃ કરી હતી. ચોરીના આરોપસર રાણિપ પોલીસલાઈનમાં રહેતા મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને બે સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે. ચોરાયેલા ૨૧ પૈકીના પાંચ વાલ્વ પોલીસે કબજે કર્યા છે.
રાણિપ પોલીસ લાઈનમાં પાણી વિતરણની પાઈપલાઈન માટે બી બ્લોકના ધાબા ઉપર રાખવામાં આવેલા પિત્તળના વાલ્વની ચોરી થતી હોવાની ફરિયાદ કોન્ટ્રાક્ટર રમેશભાઈ પટેલે નોંધાવી હતી. પોલીસ લાઈનમાં ચોરી કરનાર સતત અવરજવર કરનાર કે અંદરનો જ વ્યક્તિ હોવાની આશંકા પોલીસને જાગી હતી. પણ, કોઈ કડી મળતી નહોતી. એવામાં પિત્તળના વાલ્વ વેચવા બે શખ્સો આવ્યાની બાતમી પરથી રાણિપ પોલીસે પી એન્ડ ટી કોલોની પાસે અંબે માતાની ચાલીમાં રહેતા કાંતિ રત્નાભાઈ પટણી અને કૈલાસ નાથુભાઈ ખારોલને પકડી પાડયા હતા. પોલીસે નજીકથી જ અશોક કેશવલાલ સોલંકી નામના ૪૪ વર્ષના પોલીસ હેડ કોન્સ્ટેબલને પણ પકડી પાડયો હતો. પોલીસે આ શખ્સો પાસેથી પાંચ નાના-મોટા પિત્તળના વાલ્વ કબજે કર્યા છે. વિતેલા દિવસો દરમ્યાન ધાબા ઉપર રખાયેલા ૨૧ વાલ્વ ચોરાયા હતા તેમાંથી પાંચ વાલ્વ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. રાણિપના પી.આઈ. કે.ડી. ચંપાવતે કહ્યું કે- રાણિપ પોલીસ લાઈનમાં રહેતા હેડ કોન્સ્ટેબલ અશોક સોલંકી મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળતા અશોક સોલંકી ખરેખર તો પોલીસ સ્ટેશનમાં માંદગીની રજા ઉપર છે. ઘરેથી નીકળ્યા પછી બે મિત્રોના કૂછંદે ચડીને હેડ કોન્સ્ટેબલ પણ ચોરીના કારસ્તાનમાં જોડાયો હતો. ત્રણ આરોપીઓ કયા કારણોસર ચોરી કરતાં હતાં તે હજુ જાણી શકાયું નથી. આરોપીઓને એક દિવસના રિમાન્ડ ઉપર મેળવી વિશેષ પૂછપરછ હાથ ધરાઈ છે.
પોતે રહે છે તે પોલીસ લાઈનમાં જ ચોરી કરતાં હેડ કોન્સ્ટેબલ પકડાવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. બીજી તરફ, દારૃ કે જુગાર જેવી કુટેવના કારણે ત્રણ આરોપીઓએ આ કૃત્ય આચર્યું? બીજા કોઈ ગુના આચર્યા છે કે કેમ? વગેરે મુદ્દે રાણિપ પોલીસ તપાસ કરી રહી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved