Last Update : 24-August-2012,Friday

 

યશ ચોપરાની આગામી ફિલ્મમાં રણવીર સંિહ અને અર્જૂન કપૂર એકસાથે

બંને વચ્ચે ચાલતી હરિફાઇ આ ફિલ્મ માટે લાભદાયક સાબિત થશે એમ કહેવાય છે

મુંબઇ, તા.૨૩
‘શોલે’ અને ‘શાન’ જેવી ફિલ્મોમાં ટોચના બે કલાકારોએ ખુશીથી એકબીજા સાથે કામ કર્યું હોય એ જમાનો હવે ભૂતકાળ બની ગયો છે. આજે બોલીવૂડમાં બે અભિનેત્રીઓ કે અભિનેતાને સાથે લાવવાનું કામ ઝઘડા અને વિવાદોને સામે ચાલીને આમંત્રણ આપે છે. ઘણા ફિલ્મસર્જકો નવી પેઢીના બે અભિનેતાઓને સાથે લાવવા માટે પ્રયત્નો કરે છે પરંતુ, તેમને આમાં ભાગ્યે જ સફળતા મળે છે.
રણબીર કપૂર, ઇમરાનખાન, શાહિદ કપૂર, રણવીર સંિહ હોય કે એક ફિલ્મ જૂનો અર્જૂન કપૂર હોય, આ કલાકારોને એક બીજા સાથે કામ કરવા તૈયાર કરવાનું કામ મહામુશ્કેલ છે પરંતુ યશરાજ ફિલ્મસે આ મુશ્કેલ કામ આસાન કરી દેખાડયું છે. એકબીજાના કટ્ટર હરીફ રણવીર સંિહ અને અર્જૂન કપૂરને ‘મેરે બ્રધર કી દુલ્હન’ના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં બે મહત્ત્વની સમાંતર ભૂમિકાઓમાં સાઇન કરવામાં આવ્યા છે.
આ સમાચારને સમર્થન આપતા યશરાજ ફિલ્મ્સના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘‘અલી અબ્બાસ ઝફર યશરાજ ફિલ્મસ માટે એક ફિલ્મ દિગ્દર્શિત કરવાનો છે. આ ફિલ્મમાં રણવીર અને અર્જૂનને સાઇન કરવામાં આવ્યા છે. ફિલ્મની હિરોઇનની પસંદગી હજુ બાકી છે.’’
યશરાજ ફિલ્મસે લોન્ચ કરેલા આ બંને કલાકારોને એકબીજા સાથે ફાવતું ન હોવાથી આ સમાચાર આશ્ચર્ય ઉપજાવે તેવા છે. હકીકતમાં ‘ઇશકઝાદે’ પછી અર્જૂનની વધતી જતી લોકપ્રિયતા જોઇને રણવીર ખુશ નથી. આ ઉપરાંત રણવીરની ખાસ મિત્ર અનુષ્કા શર્મા સાથે અર્જૂનની વધતી જતી મૈત્રીએ પણ આ બંને વચ્ચે એક દિવાલનું કામ કર્યું છે.
આ પછી એક જમાનાના ખાસ મિત્રો રણવીર અને અર્જૂને એકબીજાથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું. આ વર્ષના મે મહિનામાં યોજાયેલી એક પાર્ટી દરમિયાન અર્જૂન અને રણવીર વચ્ચેનો અણબનાવ કોઇથી છૂપો રહી શક્યો નહોતો પરંતુ, એ પછી આ બંને વચ્ચેના સંબંધમાં થયો ફેરફાર થયો હોવાનું લાગે છે.
આ ફિલ્મની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, રણવીર અને અર્જૂને તેમની વચ્ચેની ગેરસમજ દૂર કરી લીધી છે. હવે તેઓ યશરાજ ફિલ્મસની આ ફિલ્મમાં સાથે કામ કરવાની રાહ જુએ છે. આ ડિસેમ્બર મહિનામાં આ ફિલ્મનું શૂટંિગ શરૂ થાય એવી શક્યતા છે.’’
આ ફિલ્મ બે મિત્રો પર આધારિત છે, જેઓ એક જ યુવતીના પ્રેમમાં પડે છે. ‘‘ફિલ્મસર્જકોને લાગે છે કે રણવીર અને અર્જૂનની પડદા બહારની કેમેસ્ટ્રી અને હરીફાઇ આ ફિલ્મ માટે લાભદાયક સાબિત થશે. આ બંનેના એકસાથેના ઘણા દ્રશ્યો છે. અને એક કલાકાર તરીકે આ બંને એકબીજાથી ચઢિયાતા સાબિત થવાના પ્રયાસ કરશે,’’ એમ સૂત્રે ઉમેર્યું હતું.
આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી માટે નિર્માતાઓએ કેટલાક નામ વિચારી રહ્યા છે. ‘‘યશ ચોપરા, આદિત્ય ચોપરા અને ફિલ્મના દિગ્દર્શક ટૂંક સમયમાં આનો નિર્ણય લેશે,’’ એમ સૂત્રે કહ્યું હતું.
યશરાજ ફિલ્મસ સાથે કેટરિનાનો હાલનો સંબંધ જોતા તે આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવે તો નવાઇ નહીં.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved