Last Update : 24-August-2012,Friday

 
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે

 

જોકે એ વાત તો હવે લગભગ બધા જ ફિલ્મી રસિયાઓને ખબર પડી ગઈ છે કે સલમાન ખાન ‘ફેશિયલ નર્વ ડિસઓર્ડર’ની શારિરીક-સમસ્યા સામે છેલ્લા ઘણા સમયથી સામનો કરી રહ્યો હતો અને તેનો જ ઈલાજ કરાવવા તે અમેરીકા ગયો હતો. અમેરીકામાં ટ્રાઈજેમાઈનલ ન્યુરાલ્જિયાની સર્જરી કરાવાની થોડાક સમય પહેલા ભારત પાછા ફર્યા બાદ પોતાની એક મુલાકાત દરમ્યાન સલમાન ખાને કહ્યું હતું કે, ‘‘હું એક ‘ટાઈગર’ છું અને એઠલે ‘હું તંદુરસ્તા નથી’ જેવું બહાનું કાઢી શકતો નથી. મેં ‘એક થા...’ના શુટીંગ દરમ્યાન દોડવાના, મારધાડના, એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર કુદવાનું, પડવાનું, પટકાવાનું બઘુ જ કામ કર્યું છે. જો તમે શારિરીક રીતે સ્વસ્થ હોવ તો તમે આ બધા જ કામો સહેલાઈથી કરી શકો છો. પરંતુ જો તમે આવા બધા કામો આખો દિવસ કરો છો તો તેની કંિમત પણ તમારા શરીરે ચુકવવી પડે છે !’’
સલમાન ખાને વોન્ટેડ, દબંગ, રેડી અને બોડીગાર્ડ જેવી એક એકથી ચઢિયાતી હિટ એક્શન ફિલ્મો આપી છે. આ બધીય ફિલ્મોએ ૧૦૦ કરોડ રૂપિયાથી વઘુ વ્યવસાય કરેલો છે. પરંતુ સલમાન ખાન હવે રોમાંટિક-ફિલ્મો કરવાની તીવ્ર ઈચ્છા ધરાવી રહ્યો છે ! પોતાની આ નવી ઈચ્છાના અનુસંધાનમાં સલમાન બોલ્યો, ‘‘હું ટુંક સમયમાં જ રોમાંટિક ફિલ્મમાં જોવા મળીશ. એક્શન ફિલ્મો ખરેખર ખૂબ જ કઠીન હોય છે. કોઈને તેના માટે વહેલી સવારે ઉઠવું પડતું હોય છે. અને છે...ક મોડી રાત સુધી બદત્તર પરિસ્થિતિઓમાં કામ કરવું પડતું હોય છે. મારધાડના દ્રશ્યો ક્યારેક ધાબા ઉપર તો ક્યારેક ખૂબ જ ગંદા સ્થાનો ઉપર ફિલ્માવા પડતા હોય છે. આ ઘણું મુશ્કેલ છે.’’
‘‘એક થા ટાઈગર’’ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાની કલબમાં સામેલ થવા અંગે સલમાન એવું માને છે કે થિયેટરોની વધેલી સંખ્યા અને ટીકીટોના વધેલા ભાવને કારણે આમ બન્યું છે. સદાય વિવાદોમાં ઘેરાયેલો રહેનારો સલમાન ખાન ૧૯૮૮માં ફિલ્મ ‘‘બીવી હો તો ઐસી’’ ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ્યો હતો અને રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘‘મૈંને પ્યાર કિયા’’ ફિલ્મે તેને બોલીવુડમાં સ્થાપિત કર્યો છે. આ પછી તો ૧૯૯૦ના દશકમાં લવ, સાજન, સનમ બેવફા, હમ આપકે હૈ કૌન, હમ દિલ દે ચૂકે સનમ, અંદાજ અપના અપના જેવી ઘણી સુપર હિટ ફિલ્મો પણ આપી હતી. એ માત્ર આપ સૌની જાણ ખાતર.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved