Last Update : 24-August-2012,Friday

 

આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

કેપ્ટિવ માઈન ધરાવતી તાતા સ્ટીલ, સેઈલ જેવી કંપનીઓનો સ્પર્ધાત્મક લાભમાં ઘટાડો થશે

કોલકાતા, ગુરુવાર
વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક ચીનની નબળી માંગના પગલે ચાલુ વર્ષે આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ૨૦ ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. બેન્ચમાર્ક ૬૨ પર્સન્ટ ગ્રેડના હાજર ભાવ તૂટીને ટન દીઠ ૧૧૧.૯૦ ડોલર થયા છે, જે ડિસેમ્બર ૨૦૦૯ પછીથી નીચી સપાટીએ છે.
ચીન વિશ્વમાં આશરે ૬૬ ટકા આયર્ન ઓરની ખરીદી કરે છે. જોકે ભાવ ઘટાડાથી દેશની સ્ટીલ કંપનીઓને મદદ મળવાની ધારણા છે, કારણ કે દેશની કંપનીઓ કર્ણાટકમાં ગેરકાયદેસર માઈનિંગ પરના પ્રતિબંધને પગલે સપ્લાયમાં અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે. એનએમડીસી જેવી માઈનિંગ કંપનીઓ સાથે લાંબા ગાળાના કોન્ટ્રાક્ટના ભાવ નક્કી કરવામાં કેપ્ટિવ આયર્ન ઓર માઈન ન ધરાવતી જેએસડબલ્યુ સ્ટીલ જેવી કંપનીઓને વધુ લાભ થઈ શકે છે. જોકે કેપ્ટિવ માઈન ધરાવતી તાતા સ્ટીલ કે સેઈલ જેવી કંપનીઓનો સ્પર્ધાત્મક લાભમાં ઘટાડો થશે. બીજી તરફ ચીનમાં મુખ્યત્વે નિકાસ કરતી સોસાગોવા જેવી માઈનિંગ કંપનીઓને ચાલુ ક્વાર્ટરમાં ડોલરના સંદર્ભમાં નિકાસ કમાણીને ફટકો પડી શકે છે.
બજારના વર્તુળોના જણાવ્યા પ્રમાણે ભાવમાં ઘટાડાથી પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બંને અસર થશે. સેસાગોવા જેવી માઈનિંગ કંપનીઓની નિકાસ કમાણીમાં ઘટાડો થશે. જો કે, રૃપિયામાં જોવા મળતા ઘટાડાથી આ અસર થોડી સરભર થશે. તેમજ એનએમડીસીએ તેની ભાવ પદ્ધતિમાં એપ્રિલથી ફેરફાર કર્યો છે.
કેપ્ટિવ આયર્ન ઓર વગરની સ્ટીલ કંપનીઓ સારા ભાવ માટે નેગોસિએટ કરી શકશે. આયર્ન ઓરના ભાવમાં રિકવરી આવે તે પહેલાં વૈશ્વિક ટ્રેન્ડ કેટલો લાંબો ચાલે છે તેના પર ઘણો મદાર છે.
બજારના જાણકારોનું માનવું છે કે ઘરેલુ ભાવ પરની અસરની આગાહી કરવાનું મુશ્કેલ છે. તેમજ માગ અને પુરવઠાની સ્થિતિ અને આયર્ન ઓરના ગ્રેડથી ઘરેલુ ભાવ પરની અસર નિર્ધારીત થશે. બીજું પરિબળ ઉપલબ્ધતા અને કોકિંગ કોલના વૈશ્વિક ભાવનો ટ્રેન્ડ છે. કારણ કે સ્ટીલના ઉત્પાદનમાં કાચા માલ તરીકે કોકિંગ કોલનો ઉપયોગ થાય છે.
સ્ટીલ કંપનીઓ માટે હકારાત્મક પાસું એ છે કે, આર્થિક સ્થિતિથી આ વર્ષના અંત ભાગમાં રોકાણકારોને વેગ આપવાની અને જાહેર કરાયેલા પ્રોજેક્ટ પરના ખર્ચને ઝડપી બનાવવાની ચીનની સરકારને ફરજ પડી શકે છે. રિયો ટિન્ટો અને બીએચપી જેવી વૈશ્વિક માઈનિંગ કંપનીઓના સાતત્યપૂર્ણ સપ્લાયથી પણ આયર્ન ઓરના ભાવ પર દબાણ છે. બીએચપીએ ૨૦૧૧-'૧૨ના નાણાકિય વર્ષમાં ઉત્પાદનમાં ૧૯ ટકાનો વધારો નોંધાવ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved