Last Update : 24-August-2012,Friday

 

અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ

ચાંદીમાં નવા ઉછાળા વચ્ચે રૃ.૫૭ હજારની સપાટી પાર થઈ વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં તેજીનો ઉકળતો ચરૃ

અમદાવાદ, ગુરૃવાર
વૈશ્વિક બજારોમાં ઉદ્ભવેલી તેજીના પગલે અત્રે અમદાવાદ સોના ચાંદી બજારમાં આજે સોનું રૃા. ૩૧૦૦૦ની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયું હતું. ગઈકાલે (બુધવારે) અત્રે સોનું રૃા. ૩૦૭૦૦ની સપાટીએ હતું. તે અગાઉ જુલાઈ માસમાં તે રૃા. ૩૦૬૫૦ની સપાટીએ હતું. યુરોઝોનની દેવા કટોકટી સહિતની અન્ય પ્રતિકૂળતાઓ પાછળ વૈશ્વિક રોકાણકારો તેમજ હેજ ફંડો રોકાણના સલામત સાધન ગણાતા સોના તરફ વળતા વૈશ્વિક બજારોમાં સોનામાં આગઝરતી તેજીનો માહોલ ઉદ્ભવ્યો છે. આ અહેવાલો પાછળ અત્રે સ્થાનિકમાં આજે સોનામાં વધુ રૃા. ૩૦૦નો ઉછાળો નોંધાતા તે રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીને આંબી ગયું હતું. જ્યારે ચાંદી રૃા. ૧૦૦૦ વધીને રૃા. ૫૬૦૦૦ની સપાટીને આંબી ગઈ હતી.
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં નવો રેકોર્ડ થયો હતો. દિલ્હી બજારમાં તો ભાવો વધી ઉંચામાં ૧૦ ગ્રામદીઠ રૃ.૩૧૦૦૦ની ઉપર જતા રહ્યા હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૨૩૦થી ૨૩૫ ઉછળ્યા હતા. જયારે ચાંદીના ભાવો આજે કિલોના વધુ રૃ.૧૦૭૦ ઉછળી રૃ.૫૭૦૦૦ની સપાટીને પાર કરી ગયા હતા. વિશ્વ બજારમાં આજે ઔશંદીઠ સોનાના ભાવો ૧૬૪૩.૫૦થી ૧૬૪૪ ડોલર વાળા વધુ ઉછળી ૧૬૬૬.૯૦ ડોલર થઈ સાંજે ૧૬૬૪.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૦૨૮૦ વાળા રૃ.૩૦૫૬૫ ખુલી રૃ.૩૦૫૧૫ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૪૨૦ વાળા રૃ.૩૦૭૦૫ ખુલી રૃ.૩૦૬૫૦ બંધ રહ્યા હતા, દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો આજે વધુ રૃ.૨૯૦ ઉછળી ૯૯.૫૦ના રૃ.૩૦૮૩૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૦૩૫ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે આજે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચી છે સામે આવકો પણ ટાંચી રહેતાં હાજરમાં ઉંચા ભાવો છતાં નવી વેચવાલીના અભાવે ભાવો ઉછળતા રહ્યા છે. મુંબઈમાં આજે ચાંદીના ભાવોે કિલોના ૯૯૯ રૃ.૫૬૪૪૦ વાળા રૃ.૫૭૮૦૫ ખુલી રૃ.૫૭૫૧૦ બંધ રહ્યા હતા. સાંજે ભાવો રૃ.૫૭૮૦૦ રહ્યા હતા જયારે કેશમાં માલોની છૂટ રહેતાં કેશમાં ભાવો રૃ.૫૭૦૫૦થી ૫૭૧૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો આજે સોના પાછળ ઔંશના ૨૯.૫૬થી ૨૯.૫૭ ડોલર વાળા ઉછળી ૩૦ ડોલરને પાર કરી ૩૦.૫૭થી ૩૦.૫૮ ડોલર થઈ સાંજે ૩૦.૪૬ ડોલર રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો કિલોના હાજરમાં રૃ.૧૦૦૦ વધી રૃ.૫૭૦૦૦ જયારે વિકલી ડિલીવરીના રૃ.૧૨૧૫ ઉછળી રૃ.૫૬૫૭૦ રહ્યાના સમાચારો હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved