Last Update : 24-August-2012,Friday

 

એનએસઈએલ પર કપાસિયા વોશ તેલમાં ૭,૫૦૫ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાળા મરીમાં ૧,૦૦૦ ગુણીનું વોલ્યુમ

આરબીડી પામોલીન તેલમાં ૩,૦૪૦ ટન અને ખાંડમાં ૨,૯૦૦ ટનના વેપાર

મુંબઈ, તા.૨૩
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર ગુરૃવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ૪,૯૧૩ સોદામાં રૃ.૫૩૬.૭૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૫૬.૬૦ વધી રૃ.૩,૧૭૪.૯૦ અને ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૧૧૯ વધી રૃ.૫,૭૮૩ બંધ રહ્યા હતા. ઈ-ગોલ્ડમાં ૬૮૫ સોદામાં રૃ.૬૨ કરોડનાં ૧૯૫.૫૪૬ કિલો અને ઈ-સિલ્વરમાં ૧,૪૭૪ સોદામાં રૃ.૧૦૨.૮૮ કરોડનાં ૧૭,૭૭૬.૨૦૦ કિલોના વેપાર થયા હતા. સોનાનો દિલ્હી કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૫૪ વધી રૃ.૩,૦૮૭ અને ચેન્નાઈ કોન્ટ્રેક્ટ રૃ.૬૪.૨૦ વધી રૃ.૩,૦૯૭.૨૦ થયા હતા. સોનામાં કુલ રૃ.૬૨.૬૬ કરોડનાં ૧૯૭.૬૪૬ કિલોનાં કામ થયાં હતાં. ઈ-પ્લેટિનમમાં ૧૩૦ ગ્રામના વોલ્યુમ સાથે ૧ ગ્રામદીઠ ભાવ રૃ.૪૪ વધી બંધમાં રૃ.૨,૯૦૦ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં ઈ-કોપર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૪ વધી રૃ.૫૧૧.૩૫, ઈ-લેડ ૪૫ પૈસા સુધરી રૃ.૧૪૭.૯૦, ઈ-નિકલ રૃ.૧૯ વધી રૃ.૧,૧૮૬.૫૦ અને ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ ૯૫ પૈસા સુધરી રૃ.૧૩૮.૨૫ બંધ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૪૮.૫૫ કરોડનાં ૯૫૦.૮૬૬ ટન, ઈ-લેડમાં રૃ.૨૫.૮૬ કરોડાં ૧,૭૫૦.૨૭૦ ટન, ઈ-નિકલમાં રૃ.૫૩.૯૫ કરોડનાં ૪૫૫.૨૪૨ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૧૮.૫૨ કરોડનાં ૧,૩૪૧.૦૬૦ ટનના વેપાર થયા હતા.
કૃષિ અને અન્ય ચીજોમાં એરંડાનાં ટ્રેડર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૨૭૨ સોદામાં રૃ.૧૬.૩૦ કરોડનાં ૫૫,૧૩૮ ગુણીનું વોલ્યુમ થયું હતું. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કોન્ટ્રેક્ટ રૃ.૫ ઘટી રૃ.૭૮૦ અને કોન્ટ્રેક્ટ રૃ.૫ ઘટી રૃ.૭૯૮.૮૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટ્સમાં ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૮૦૫ અને કંડલા-૩૦ ૫૦ પૈસા સુધરી રૃ.૮૨૧.૭૦ બંધ રહ્યા હતા. એરંડા તેલમાં ૧૦૯ સોદામાં રૃ.૧૦.૫૭ કરોડનાં ૧,૩૦૦ ટનનું વોલ્યુમ થયું હતું.
કપાસિયા વોશ તેલા ભારતીય ટ્રેડર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૨૬૫ સોદામાં રૃ.૫૨.૯૯ કરોડાં ૭,૫૦૫ ટનની નોંધપાત્ર ડિલિવરી ઊતરી હતી. કપાસિયા વોશ તેલનો કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૪ વધી રૃ.૭૦૦ અને ૫૦ પૈસા ઘટી રૃ.૭૧૨.૫૦ના સ્તરે રહ્યા હતા.
કાળા મરીનો ટ્રેડર્સ સહારનપુર-૨ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૩૬૧ અને સહારનપુર-૨૫ ૪૦ પૈસા ઘટી રૃ.૩૬૭.૪૦ બંધ થયા હતા. કાળા મરીમાં રૃ.૧.૮૨ કરોડનાં ૧,૦૦૦ ગુણીનું વોલ્યુમ થયું હતું.
બાસમતી ડાંગરના ટ્રેડર્સ હરિયાણા, લુધિયાણા અને સિરસા કોન્ટ્રેક્ટ્સમાં ૨૩૭ સોદામાં રૃ.૪૧.૩૧ કરોડાં ૨,૮૬,૮૦૦ ગુણીના વેપાર થયા હતા. રો વૂલમાં ૫૩૬ સોદામાં રૃ.૬૧.૧૫ કરોડાં ૮,૬૫,૦૦૦ કિલો અને વૂલ ટોપમાં રૃ.૩.૩૭ લાખનાં ૪૦૦ કિલોં કામ થયાં હતાં.
આરબીડી પામોલીન તેલનો કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૧૨ અને કાકીનાડા-૨૫ ૫૦ પૈસા ઘટી રૃ.૬૨૨.૯૦ બંધ રહા હતા. આરબીડી પામોલીન તેલમાં ૪૯ સોદામાં રૃ.૧૮.૭૭ કરોડનાં ૩,૦૪૦ ટનનો ધંધો થયો હતો.
ખાંડ એમ-૩૦ ટ્રેડર્સ અંબાલા-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧૦ ઘટી રૃ.૩,૨૦૦ અને અંબાલા-૨૫ રૃ.૧૨.૬૦ ઘટી રૃ.૩,૨૫૪.૪૦ના સ્તરે રહ્યા હતા. ખાંડ-એમ-૩૦માં ૧૦૧ સોદામાં રૃ.૯.૩૫ કરોડનાં ૨,૯૦૦ ટનનાં કામકાજ થયાં હતાં.
સોયાબીનનો ટ્રેડર્સ કોટા-૭ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદિઠ રૃ.૧.૬૦ ઘટી બંધમાં રૃ.૪,૩૪૮.૪૦ રહ્યો હતો. સોયાબીનમાં રૃ.૭.૮૩ લાખનાં ૧૮ ટનનાં કામ થયાં હતાં.
સ્ટીલની જાતોમાં સ્ટીલ ટીએમટી બાર્સમાં ૯૬ સોદામાં રૃ.૧૧.૮૧ કરોડનાં ૨,૫૨૦ ટનનાં કામ સાથે મે.ટનદીઠ કુર્નુલ-૨૫ કોટ્રેક્ટ રૃ.૪૭,૩૧૦ અને કુર્નુલ-૨ રૃ.૪૦ વધી રૃ.૪૬,૪૯૦ના સ્તરે બંધ રહ્યા હતા.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved