Last Update : 24-August-2012,Friday

 

જુનના ત્રિમાસિક ગાળામાં બેન્કોની એનપીએમાં રૃપિયા ૧૧,૦૦૦ કરોડનો વધારો

સૌાૃથી મોટી િાૃધરાણદાર બેન્ક એસબીઆઈની એનપીએ સૌાૃથી વધુ

ખાનગી તથા જાહેર ક્ષેત્રની શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોએ નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨માં રૃપિયા ૨૧૩૭૪ કરોડની બેડ લોન્સ માંડી વાળી હતી, એમ રાજ્ય કક્ષાના નાણાં પ્રધાન નમો નારાયણ મીનાએ બુધવારે લોકસભામાં માહિતી આપી હતી. એપ્રિલથી જુનના ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની બેન્કોની નોન-પરફોર્મિંગ એસેટસ (એનપીએ) રૃપિયા ૧૧૦૦૦ કરોડ વધીને રૃપિયા ૧.૨૩ લાખ કરોડ પર પહોંચી છે એેમ પણ તેમણે માહિતી આપી હતી.
દેશની સૌથી મોટી ધિરાણદાર બેન્ક એસબીઆઈની એનપીએ સૌથી વધુ રહી છે. એસબીઆઈની એનપીએ રૃપિયા ૪૦૭૫૬ કરોડ રહી છે. નવી ખાનગી ક્ષેત્રની બેન્કોમાં આઈસીઆઈસીઆઈ બેન્કની એનપીએ રૃપિયા ૯૫૪૪ કરોડ રહી હતી, જ્યારે એકિસઝ બેન્કની રૃપિયા ૨૦૦૬ કરોડ રહી હતી અને એચડીએફસીની રૃપિયા ૧૮૩૨ કરોડ રહી હતી. એપ્રિલથી જુનના ત્રિમાસિક ગાળામાં નવી ખાનગી ક્ષેત્રની બેન્કોની એનપીએ રૃપિયા ૧૪૭૭૮ કરોડ રહી હતી.
આજ સમયગાળામાં જાહેર ક્ષેત્રની બેન્કોની કુલ ગ્રોસ એડવાન્સીઝ રૃપિયા ૩૫.૪૬ કરોડ રહી હતી. આની સામે નવી ખાનગી ક્ષેત્રની બેન્કોની એડવાન્સીઝ રૃપિયા ૬.૭૫ લાખ કરોડ રહી હતી. ડેટ્ રિકવરી ટ્રિબ્યુનલના કામકાજમાં સરકાર દખલગીરી કરતી નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો કે તેમાં કેસના થયેલા ભરાવાને ધ્યાનમાં રાખી સરકાર તેનો ઝડપી નિકાલ લાવવા યોગ્ય પગલાં હાથ ધરી રહી છે.
બાકી પડેલી લોન્સ વસૂલવા યોગ્ય પગલાં હાથ ધરવા સરકારે બેન્કોને સૂચના આપી છે. એનપીએની સ્થિતિ ચિંતાજનક નથી એમ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે ગયા સપ્તાહમાં જણાવ્યું હતું. ૨૦૧૧ના માર્ચના અંતે બેન્કિંગ ક્ષેત્રમાં એનપીએનું પ્રમાણ ૨.૪૦ ટકા હતું તે ૨૦૧૨ના માર્ચના અંતે વધીને ૨.૯૦ ટકા પર રહ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved