Last Update : 24-August-2012,Friday

 

આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવીઃ રિલાયન્સ શેરોમાં નરમાઈએ ઉછાળો ધોવાયો

નિફટી ૫૪૪૮ની ઊંચાઈથી પાછો ફરી અંતે ૫૪૧૫ઃ ફાર્મા શેરોમાં વધતું ફંડોનું આર્કષણઃ ઓઈલ- ગેસ શેરો ઘટયા

ક્રુડ ઓઈલ ૧૧૮ની ઊંચાઈએઃ ડોલર ૨૩ પૈસા તૂટીને રૃ.૫૫.૨૬ છતાં યુ.એસ.ના ત્રીજા કયુ, ચીનના સ્ટીમ્યુલસની અપેક્ષા પાછળ
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરુવાર
મુંબઈ શેરબજારોમાં આજે સતત તેજીની ચાલે ટ્રેડીંગની શરૃઆત થઈ આઈટી- સોફટવેર સર્વિસિઝ કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રોમાં એફઆઈઆઈ- વિદેશી ફંડોએ અમેરિકા દ્વારા નવા ક્વોન્ટિટી ઈઝીંગ- કયુઈ પગલાં જાહેર થવાની અપેક્ષાએ મોટાપાયે લેવાલી કરતા અને હિન્દુસ્તાન યુનીલીવર, આઈટીસી એફએમસીજી શેરો સાથે પસંદગીના ઓટો શેરો બેંકિંગ અને મેટલ શેરો ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કોમાં આર્કષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૭૮૪૬.૮૬ સામે ૧૭૮૫૬.૨૯ મથાળે ખુલીને બપોરે પોણા વાગ્યા નજીક ૧૨૫.૬૮ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૧૭૯૭૨.૫૪ની ૨૩ સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી હતી. પરંતુ વધ્યા મથાળે બપોરે એક વાગ્યે યુરોપના બજારો યુરો ઝોનના માર્કીટના પરચેઝ મેનેજર્સ ઈન્ડેક્ષ (પીએમઆઈ) ઓગસ્ટમાં સતત સાતમાં મહિને ૫૦ની અંદર જુલાઈના ૪૬.૫ની તુલનાએ ઓગસ્ટ ૨૦૧૨માં ૪૬ આવતા જે અર્થશાસ્ત્રીઓના ૪૪ જેટલા અંદાજથી વધુ આવ્યા છતાં સતત સાતમાં મહિને નીચો આવતા અને જર્મનીના નબળા આંકડાએ યુરો ઝોન ત્રણ વર્ષમાં બીજી મંદીમા ખાબકી જવાના ભયે યુરોપના દેશોના બજારો સાવચેતીએ ખુલતા અને ચીનના પણ મેન્યુફેકચરીંગ આંકડા નબળા આવતા એક તરફ ચીન અને અમેરિકા તરફથી વૈશ્વિક આર્થિક રીકવરી માટે નવા સ્ટીમ્યુલસની પોઝિટીવ અપેક્ષાએ એશીયા- યુરોપના બજારોમાં સુધારો જોવાયો હતો. પરંતુ ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવ ફરી ઉછળતા અને કોલસા માઈનીંગ- પાવર પ્રોજેક્ટો ફાળવણી કૌભાંડોએ વિપક્ષોએ રાજકીય અસ્થિરતા ઊભી કરતા વહેલી લોકસભા ચૂંટણીના ભણકારાંએ રિલાયન્સ શેરોમાં સતત બીજા દિવસે ધોવાણ પાછળ લાર્સન, ઓએનજીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, બજાજ ઓટો, એચડીએફસી ઘટી આવતા સેન્સેક્ષનો સુધારો ધોવાઈ ગયો હતો. જે બે વાગ્યા બાદ વધેલા વેચવાલીના દબાણે ૨ઃ૩૦ વાગ્યા નજીક ૫૩.૯૯ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૭૭૯૨.૮૭ સુધી આવી ગયો હતો. પરંતુ ઘટયા મથાળે ફરી આઈટી શેરોમાં લેવાલી વધતા ઘટાડો પચાવી સેન્સેક્ષ પોઝિટીવ ઝોનમાં આવી જઈ અંતે ૩.૩૬ પોઈન્ટ વધીને ૧૭૮૫૦.૨૨ બંધ રહ્યો હતો.
આઈટી શેરોની તેજીએ નિફટી ૫૪૪૮ની ૨૩ સપ્તાહની ટોચેઃ રિલાયન્સ શેરોમાં ધોવાણે પાછો ફરી ૫૪૧૫
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૪૧૨.૮૫ સામે ૫૪૨૬.૧૫ ખુલી વિપ્રો, ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી આઈટી શેરોમાં ફંડોની મોટાપાયે લેવાલી યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ક્વોન્ટિટી ઈઝીંગના (કયુ) અપેક્ષીત પગલાંએ થતાં અને રેનબેક્સી લેબ., કેઈર્ન ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનીલીવર, ટાટા સ્ટીલ, સિપ્લા, સન ફાર્મા, ટાટા સ્ટીલની તેજીએ ૫૪૪૮.૬૦ની ૨૩ સપ્તાહની નવી ટોચે પહોંચી ગયો હતો. પરંતુ યુરો ઝોન, ચીનના નબળા સમાચાર અને ક્રૂડ વધતા રાજકીય અસ્થિરતાએ રિલાયન્સ શેરોમાં રિલાયન્સ ઈન્ફ્રા. એક્સ- ડિવિડન્ડ થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે લાર્સન, મહિન્દ્રા એન્દ્ર મહિન્દ્રામાં વેચવાલી બે વાગ્યા બાદ વધતા ૫૪૦૦ની સપાટી ગુમાવી દઈ નીચામાં ૨ઃ૩૬ વાગ્યે ૫૩૯૩.૮૫ સુધી આવી ગયો હતો. જે છેલ્લા અડધા કલાકમાં આઈટી શેરોમાં લેવાલી વધતા ફરી ૫૪૦૦ની સપાટી કુદાવી ૫૪૨૦ જેટલો થઈ અંતે ૨.૫૦ પોઈન્ટ વધીને ૫૪૧૫.૩૫ બંધ રહ્યો હતો.
નિફટી ૫૩૮૦ના સપોર્ટે નજીકનો ટ્રેન્ડ પોઝિટીવઃ ૫૩૧૦ મજબૂત ટેકાની સપાટી
ટેકનીકલી નિફટી બેઝડ નજીકનો ટ્રેન્ડ હજુ નિફટી સ્પોટ ૫૩૮૦ નીચે બંધ ન આવે ત્યાં સુધી પોઝિટીવ બતાવાઈ રહ્યો છે. નિફટીમાં ૫૩૧૦ હવે ટેકનીકલી મજબૂત સપોર્ટ છે.
નિફટી ૫૪૦૦નો પુટ ૨૮.૩૫થી તૂટી ૧૭.૦૫ થઈ ઊંચકાઈ ૩૬.૭૦ સુધી જઈ ૨૩.૫૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૫૪૦૦નો પુટ ૬,૬૮,૮૩૭ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૮૧૪૦.૭૯ કરોડના ટર્નઓવરે ૨૮.૩૫ સામે ૨૧.૫૦ ખુલી નીચામાં ૧૭.૦૫ થઈ પાછો ફરી ઉછળી ઉપરમાં ૩૬.૭૦ સુધી જઈને અંતે ૨૩.૫૦ હતો. નિફટી ૫૫૦૦નો કોલ ૫,૫૫,૨૮૩ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૫૩૧૦.૯૫ કરોડના ટર્નઓવરે ૧૪.૦૫ સામે ૧૭.૧૦ ખુલી ઉપરમાં ૨૧.૫૦ થઈ પાછો ફરી નીચામાં ૭.૭૦ સુધી જઈ અંતે ૧૧.૫૦ હતો.
સપ્ટેમ્બર નિફટી ફયુચર ઉપરમાં ૫૪૮૮ બોલાયોઃ ઓગસ્ટ ૫૪૬૨ થઈ પાછો ફરી ૫૪૩૧
ઓગસ્ટ નિફટી ફયુટર ૨,૨૦,૫૪૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૫૯૯૩.૪૮ કરોડના ટર્નઓવરે ૫૪૩૧.૧૦ સામે ૫૪૪૪ ખુલી ઉપરમાં ૫૪૬૨.૯૫ થઈ પાછો ફરી નીચામાં ૫૪૦૩.૧૫ થઈ અંતે ૫૪૩૧.૯૫ હતો. નિફટી સપ્ટેમ્બર ફયુચર ૩૦૦૫૬ કોન્ટ્રેક્ટસમાં રૃ.૮૨૦.૮૦ કરોડના ટર્નઓવરે ૫૪૫૭.૭૦ સસામે ૫૪૬૧.૩૫ ખુલી ઉપરમા ૫૪૮૮.૯૫ થઈ પાછો ફરી નીચામાં ૫૪૩૧.૫૫ થઈ અંતે ૫૪૫૮.૫૦ હતો.
ડોલર ૨૩ પૈસા ઘટી ૫૫.૨૬ છતાં યુ.એસ.ના ત્રીજા કયુઈની અપેક્ષાએ આઈટી શેરો વિપ્રો, ઈન્ફોસીસ, ટીસીએસ ઉછળ્યા
અમેરિકા- આર્થિક રીકવરીને વેગ આપવા હવે યુ.એસ. ફેડરલ રીઝર્વ દ્વારા સ્ટીમ્યુલસ ત્રીજુ ક્વોન્ટિટીવ ઈઝીંગ (કયુ) ૩૧, ઓગસ્ટની મીટિંગમાં જાહેર થવાની અપેક્ષાએ અને એનાથી આઈટી કંપનીઓ માટે અમેરિકામાં આઉટસોર્સીંગની તકો વધવાની ધારણા વચ્ચે આજે આઈટી શેરોમાં ફંડો આક્રમક લેવાલ બન્યા હતા. રૃપિયા સામે ડોલર આજે ૨૩ પૈસા નબળો પડી ૫૫.૨૬ થઈ જવા છતાં આઈટી શેરોમાં ફંડો અમેરિકાની અપેક્ષાએ લેવાલ રહ્યા હતા. વિપ્રો રૃ.૯.૨૫ વધીને રૃ.૩૬૩.૪૫, ટીસીએસ રૃ.૨૯.૧૦ વધીને રૃ.૧૩૨૧.૧૫, ઈન્ફોસીસ રૃ.૪૨.૧૦ વધીને રૃ.૨૪૭૧.૫૦, એચસીએલ ટેકનોલોજી રૃ.૬.૩૫ વધીને રૃ.૫૫૯.૫૦, ટેક મહિન્દ્રા રૃ.૧૦.૧૦ વધીને રૃ.૮૬૪.૯૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્ષ ૧૦૩.૧૩ પોઈન્ટ વધીને ૫૮૨૧.૭૦ રહ્યો હતો.
રાજકીય અસ્થિરતા વચ્ચે વહેલી ચૂંટણીના ભણકારાં ઃ રિલાયન્સ શેરો ગબડયાં ઃ રિલાયન્સ ઈન્ફ્રા., કેપિટલ એક્સ- ડિવિડન્ડ થતા ઘટયા
કોલસાના માઈનીંગ ફાળવણીમાં કૌભાંડના 'કેગ'ના રીર્પોટ અને પાવર પ્રોજેક્ટોની ફાળવણીમાં પણ તરફેણના રીર્પોટને પગલે વિરોધ પક્ષોએ યુપીએ સરકારને ભીંસમાં લઈ સતત ત્રીજા દિવસે બન્ને ગૃહોની કામગીરી ખોરવી દઈ હવે વહેલી લોકસભા ચૂંટણીના ભણકારા સંભળાવવા લાગતાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ધોવાણ વધ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૩.૬૦ તૂટીને રૃ.૭૯૪.૪૫, રિલાયન્સ ઈન્ફ્રા રૃ.૭.૫૦ ડિવિડન્ડ બાદ થતાં શેર રૃ.૯.૮૫ ઘટીને રૃ.૫૦૧.૫૦, રિલાયન્સ કેપિટલ રૃ.૭.૫૦ ડિવિડન્ડ બાદ (એક્સ- ડિવિડન્ડ) થતાં શેર રૃ.૧૨.૫૦ ઘટીને રૃ.૩૫૨.૨૦, રિલાયન્સ પાવર રૃ.૧.૩૦ ઘટીને રૃ.૮૪.૨૦, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃ.૫૪.૧૫ રહ્યા હતા.
ચોમાસાની પ્રગતિએ એફએમસીજી શેરોમાં તેજીઃ હિન્દુસ્તાન યુનીલીવર, નેસ્લે, આઈટીસી, મેરિકો વધ્યા
મહારાષ્ટ્ર- ગુજરાતના કેટલાક ભાગોમાં દુકાળ જાહેર થતાં અને ચોમાસાની પ્રગતિ દેશના અમુક ભાગોમાં નબળી રહ્યા સિવાય એકંદર ચાલુ મહિનામાં સુધારાની રહી હોઈ એફએમસીજી શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૭.૪૦ વધીને રૃ.૫૧૮.૯૫, આઈટીસી રૃ.૨.૩૦ વધીને રૃ.૨૬૩.૯૦, મેરિકો રૃ.૫.૨૫ વધીને રૃ.૧૯૩.૮૦, નેસ્લે ઈન્ડિયા રૃ.૧૧૫.૧૫ વધીને રૃ.૪૬૯૫.૬૦, જયુબિલિન્ટ ફૂડ રૃ.૬.૯૦ વધીને રૃ.૧૧૬૮.૩૫ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં ફંડોની આક્રમક લેવાલીઃ રેનબેક્સી લેબ., સ્ટ્રાઈડ આર્કોલેબ, દિવીઝ, અસ્ટ્રાઝેનેકા વધ્યા
એફઆઈઆઈ- લોકલ ફંડોની ફાર્મા હેલ્થકેર શેરોમાં સુરક્ષીત રોકાણ વિકલ્પે લેવાલી વધતા બીએસઈ હેલ્થકેર ૩૭.૭૨ પોઈન્ટ વધીને ૭૪૦૧.૬૯ રહ્યો હતો. રેનબેક્સી લેબ. રૃ.૧૨.૬૦ વધીને રૃ.૫૪૭.૧૦, સ્ટ્રાઈડસ આર્કોલેબ રૃ.૨૩.૪૫ વધીને રૃ.૮૬૦.૩૦, દિવીઝ લેબ. રૃ.૨૯ વધીને રૃ.૧૧૮૨, બાયોકોન રૃ.૫.૫૦ વધીને રૃ.૨૫૦.૭૦, ગ્લેનમાર્ક ફાર્મા રૃ.૬.૯૫ વધીને રૃ.૪૧૨.૧૫, અપલો હોસ્પિટલ રૃ.૫.૫૦ વધીને રૃ.૬૩૭.૫૫, પીરામલ હેલ્થકેર રૃ.૪.૭૦ વધીને રૃ.૫૧૨.૯૫, અસ્ટ્રાઝેનેકા ફાર્મા રૃ.૫૨.૫૦ વધીને રૃ.૧૮૫૧.૫૫ રહ્યા હતા.
યુ.એસ.માં સ્ટોક ઘટતા, ત્રીજા કયુ ઈઝીંગ, ચીનના સ્ટીમ્યુલ અપેક્ષાએ ક્રુડ ઓઈલ ઉછળીને ૧૧૮ ડોલર
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ યુ.એસ. દ્વારા ત્રીજા કયુ- ક્વોન્ટીટી ઈઝીંગની અપેક્ષા અને ચીન દ્વારા પણ નબળા મેન્યુફેકચરીંગ આંકને પગલે સ્ટીમ્યુલ્સની અપેક્ષાએ તેમજ અમેરિકામાં ઓઈલનો પુરવઠો ઘટયાના અહેવાલે બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૧.૧૭ ડોલર વધીને ૧૧૭.૨૬ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫૬ સેન્ટ વધીને ૯૭.૮૨ ડોલર થઈ જતાં અને ઘરઆંગણે સરકારે ડીઝલ, એલપીજીના ભાવ હાલ તુરત ડીકંટ્રોલ નહીં કરવાના લીધેલા નિર્ણયે પેટ્રોલીયમ પીએસયુ સબસીડી બોજ વધવાના અંદાજોએ શેરોમાં ઉછાળે વેચવાલી હતી. ઓએનજીસી રૃ.૪.૫૫ ઘટીને રૃ.૨૮૧.૬૦, બીપીસીએલ રૃ.૧.૧૦ વધીને રૃ.૩૪૯.૬૦ રહ્યા હતા.
એફઆઈઆઈની શેરોમાં રૃ.૩૧૨ કરોડની ખરીદીઃ ડીઆઈઆઈની રૃ.૧૬૧ કરોડની વેચવાલી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૩૧૧.૭૮ કરોડના શેરોની ચોખ્ખી કરીદી કરી હતી. કુલ રૃ.૨૪૭૩.૭૨ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૧૬૧.૯૩ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૧૬૧.૧૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૯૨૯.૫૯ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૦૯૦.૬૯ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved