Last Update : 24-August-2012,Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૪-૦૮-૨૦૧૨, શુક્રવાર
અધિક ભાદરવા સુદ સાતમ - દુર્ગાષ્ટમી

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૮ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૦૮ મિ. (સૂ) ૭ ક. ૦૯ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- વિશાખા સવારના ૧૧ ક. ૫૨ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-સંિહ, મંગળ-તુલા, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કન્યા-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-વૃશ્ચિક.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ૠતુ રા.દિ. ભા/૨
માસ-તિથિ-વારઃ- અધિક ભાદરવા સુદ સાતમને શુક્રવાર.
- દુર્ગાષ્ટમી
- વૈદ્યતિ રાત્રે ૯ ક. ૨૩ મિ.થી શરૂ
- વિષ્ટી ૮-૨૭ થી ૧૯-૨૪ સુધી
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૭ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના શરીરમાં દર્દપીડાના કારણે, નાણાંકીય તકલીફના કારણે આજે નોકરી-ધંધાના કામમાં તકલીફ અનુભવો. ચંિતામાં રહો.

 

વૃષભ ઃ પેટ, કમરની તકલીફ, ખાવાપીવાની અનિયમીતા તમને અસ્વસ્થતા રખાવે. નોકરી-ધંધામાં માનસિક તણાવ, ચંિતા રહે.

 

મિથુન ઃ વિલંબમાં પડેલા કામની વ્યસ્તતા રહે. આકસ્મિક કૌટુંબીક ખર્ચ-ચંિતા-બિમારીના કારણે શાંતિ, રાહત જણાય નહીં.

 

કર્ક ઃ શેરોની લે-વેચમાં, નાણાંકીય વ્યવહારમાં આપે ઘ્યાન રાખવું પડે. સંતાનની ચંિતા રહે. એકબીજાને મતભેદ થઈ જાય.

 

સંિહ ઃ માતા-પિતાના, સાસુ સસરાના પ્રશ્ને ચંિતા રહે. સગા-સંબંધી- મિત્રવર્ગના, ગ્રાહકના કામકાજમાં, નોકરી-ધંધામાં સંભાળવું.

 

કન્યા ઃ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં રૂકાવટ જણાય. ધંધો ઓછો થાય. નોકરીમાં ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગથી ચંિતા રહે.

 

તુલા ઃ આકસ્મિક કોઈ લાભ-ફાયદો નોકરી-ધંધામાં થાય. ઉઘરાણીના નાણાં છુટા થાય. મકાન-જમીન-વાહનનું કામ થાય.

 

વૃશ્ચિક ઃ નકારાત્મક વિચારો, અનંિદ્રા તમારી વ્યાધિ, પીડામાં વધારો કરે. સરકારી, ખાતાકીય, કાનૂની પ્રશ્ને સાવધાની રાખવી પડે.

 

ધન ઃ નાણાંની લેવડ દેવડના વ્યવહારમાં, અન્ય નાણાંકીય કામમાં, સરકારી-ખાતાકીય-કાનૂની કામમાં ગાફેલ રહેવું નહીં. ચોકસાઈ રાખવી.

 

મકર ઃ આપને પત્ની, સંતાન, પરિવારના, નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. રૂકાવટવાળું કામ ઉકેલાય, ધંધો, આવક થાય.

 

કુંભ ઃ નોકરી-ધંધામાં પ્રતિકૂળતા, નાણાંભીડથી નોકરી-ધંધામાં તેમજ ઘર-પરિવારમાં શાંતિ, રાહત જણાય નહીં.

 

મીન ઃ ભાઈભાંડુ, નોકર-ચાકર, કારીગરવર્ગ, સહકાર્યકર વર્ગ, ઉપરી અધિકારીના કામમાં ઘ્યાન આપવું પડે. તબિયત સાચવવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૪-૦૮-૨૦૧૨, શુક્રવાર

આપનું આજથી શરૂ થઈ રહેલું જન્મવર્ષ સાંસારીક પ્રશ્નમાં ચંિતા રખાવે. પત્નીને બિમારી કે તેના સ્વભાવના લીધે તમને શાંતિ, રાહત જણાય નહીં. પ્રેમ-મિત્રતા-લાગણીના સંબંધમાં નિકટતા પછી ભંગાણ સર્જાય. તમારા યશ-પદ-ધનની, શરીર-મનની ચંિતા-હાનિ થતી જાય.

 

વિશેષમાં - * નોકરી-ધંધામાં આરોહ-અવરોહની પરિસ્થિતિમાં ધીમે ધીમે વર્ષાંતે મોટી ચંિતા-ઉપાધિમાં આવી જવાથી તકલીફો અનુભવો. જેમના જન્મના ગ્રહયોગ બળવાન હશે તેમને સૂળીનો ઘા સોયથી ટળી જાય.

 

* પુત્ર પૌત્રાદિકની બિમારી, વિદ્યા ભણતર, વિવાહ-લગ્ન કે નોકરી-ધંધાની ચંિતા રહ્યા કરે.

 

* સ્ત્રીવર્ગને શરીરની અસ્વસ્થતા તેમજ માનસિક વ્યગ્રતા ચંિતા-ઉચાટના કારણે આ વર્ષમાં શાંતિ-આનંદ જણાય નહીં.

 

* વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી ભણવામાં ઘ્યાન આપવું પડે.

 

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુએ કોલેજ કન્યા લીલીને એક દિવસ પૂછ્યું, ''આજે સાંજે તું મારી સાથે બગીચામાં ફરવા અને પછી હોટલમાં જમવા આવીશ?''
''તારી શકલ તેં આયનામાં જોઈ છે?'' લીલી બોલી.
''હા જોઈ છે,'' લલ્લુએ જવાબ આપ્યો, ''એટલે જ તને કહું છું... બાકી નહીંતર કેટરીના કૈફને ન કહેત!''

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved