Last Update : 23-August-2012,Thursday

 

વાળથી બસ ખેંચતી આશા રાની!

- મન્નુ શેખચલ્લી


લંડનમાં આશા રાની નામની એક યુવતીએ પોતાના વાળ વડે આખેઆખી બસને ૧૭ મીટર સુધી ખેંચી નાંખી!
સાલું, આપણે અહીં બસ ‘ઊભી’ના રહે તો ‘પોતાના’ વાળ ખેંચીએ છીએ, અને પેલી બસને ઊભી રાખવા વાળ ખેંચે છે!
લો, વાંચો એ આશા રાનીનો કાલ્પનિક ઈન્ટરવ્યું...
* * *
‘તમને વાળ વડે બસ ખેંચવાનો વિચાર ક્યાંથી આવ્યો આવ્યો?’
‘નેચરલી, વાળ ઊગે છે ત્યાંથી. એટલે કે માથામાંથી?’
‘પણ એવો વિચાર ક્યારે આવ્યો?’
‘મારા માથામાં જૂ પડી ત્યારે!’
‘એટલે?’
‘મેં વિચાર્યું... આને તો બસ, ખેંચી નાંખવી જોઈએ!’
‘ઓકે. તો પ્રેક્ટીસની શરૂઆત શેનાથી કરી?’
‘બસથી જ.’
‘બસથી?’
‘હા, પણ એ રમકડાંની બસ હતી.’
‘ઓહ, પછી!’
‘પછી મેં વાળથી સાઈકલ ખેંચી.’
‘રમકડાંની?’
‘ના, નાના બાળકની.’
‘ઓહ, પછી તમે મોટાઓની સાઈકલ ખેંચવા માંડી હશે નહીં?’
‘ના. મોટાઓની તો હું ફીરકી ખેંચું છું.’
‘કેવી રીતે?’
‘બસ એમના સવાલોના વાહિયાત જવાબ આપીને.’ ‘ઓહ... આઈસી. તમે ઓલિમ્પિક્સમાં ભારત તરફથી સામેલ કેમ ના થયા?’
‘ના થવાય.’
‘કેમ?’
‘થઈએ તો ભારતના ઓફિસરો રોજ મારી પાસે ખેલાડીઓની બસ ખેંચાવડાવે અને પોતે પેટ્રોલનાં બિલ પાસ કરાવીને પૈસા ખાઈ જાય.’
‘ઓકે. જરા કહેશો કે બસ ને બદલે રીક્ષા હોય તો?’
‘રીક્ષા? એ તો હું મારા બગલના વાળથી ખેંચી નાંખું છું!’
‘ઓહ, અને સાઈકલ?’
‘શટ અપ!’
‘સોરી. છેલ્લો સવાલ. તમે આટલી ભારે બસ માથાના વાળથી ખેંચીને શું સાબિત કરવા માગો છો?’
‘પેટ્રોલ બચાવો.’
‘હેં?’
‘હા.’

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved