Last Update : 23-August-2012,Thursday

 

મુંબઇમાં કોનું રાજ?


એનાથી મોટો વિરોધાભાસ બીજો કયો હોય કે આઝાદી પહેલાંથી દેશની આર્થિક રાજધાની ગણાતું અને સૌથી કોસ્મોપોલિટન સંસ્કૃતિ ધરાવતું મુંબઇ બાળ ઠાકરેના 'શિવસેના' અને તેમના ભત્રીજા રાજ ઠાકરેના 'મહારાષ્ટ્ર નવનિર્માણ સેના' જેવાં પક્ષોની કર્મભૂમિ બન્યું. અવારનવાર મુંબઇમાં મેસર્સ ઠાકરે અને તેમના પક્ષોનાં આત્યંતિક વલણો- અંતીમવાદી રાજકારણનો ભોગ મુંબઇગરાઓ બનતા રહ્યા છે. મુસ્લિમદ્વેષ અને બિનમરાઠી લોકો સામે ધીક્કારનું રાજકારણ ખેલવાનું કાકા-ભત્રીજાને એવું ફળ્યું છે કે મરાઠી અસ્મિતાના નામે- શિવાજીના નામે, તેમને ન છાજે એવાં અનેક કામો ઉઘાડેછોગ તેમના પક્ષો દ્વારા થયાં છે. કોમવાદની બાબતે ભારતના એકેય રાજકીય પક્ષનો રેકોર્ડ વખાણવા જેવો નથી. તેમ છતાં, આત્યંતિક વલણોને કપાળે ચોડીને ફરતા અને એનું ગૌરવ અનુભવતા ઠાકરે કાકા-ભત્રીજા એ સૌમાં આગળ પડતા પુરવાર થયા છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં વૃદ્ધ બાળ ઠાકરેનો પ્રભાવ મોળો પડતાં શિવ સેનાનું સુકાન ભત્રીજાને બદલે પુત્રને સોંપવાના ભારતીય મોહને કારણે ઠાકરે પરિવારમાં ભંગાણ પડયું. તેમાંથી રાજ ઠાકરેએ અલગ પક્ષ રચીને બાળ ઠાકરેએ ભૂતકાળમાં ખેડેલા રસ્તા પર જ આગળ ગતિ આરંભી છે. ભાંગફોડ, ધાકધમકી અને ઉશ્કેરણીપ્રેરક શક્તિપ્રદર્શનનો છોછ ન હોવો, એ આ પ્રકારના રાજકારણની ખાસિયત રહી છે. તેનો તાજો નમૂનો મુંબઇના આઝાદ મેદાનમાં રાજ ઠાકરે દ્વારા આયોજિત રેલીમાં મળી રહ્યો.
પોલીસ પરવાનગી વિના ગિરગામથી આઝાદ મેદાન સુધી રેલી કાઢનાર રાજ ઠાકરેએ તેમની લોકરંજક શૈલીમાં જાહેર કર્યું કે તેમનો તે હિંદુત્વનું પત્તું ઉતરી રહ્યા નથી અને તેમનો એકમાત્ર ધર્મ મહારાષ્ટ્રધર્મ છે. તેનો સાદો અર્થ એટલો થાય કે તે ધર્મની સાથોસાથ પ્રાંતવાદનું પત્તું પણ ઉતરી રહ્યા છે. રઝા એકેેડેમી અને બીજી સંસ્થાઓ દ્વારા આઝાદ મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ સામે થયેલી હિંસાનો મુદ્દો રાજ ઠાકરેને રાજકારણ ખેલવા માટે હાથવગો અને આકર્ષક લાગ્યો છે. તેમણે પોતાની બિનપરવાનેદાર સભામાં કહી દીધું કે પોલીસ પર આવા હુમલા થાય, તો બિચારા સામાન્ય માણસની શી દશા થશે? સાર એટલો કે બાંગ્લાદેશી મુસ્લિમો તમામ મુશ્કેલીઓના મૂળમાં છે.
ઠાકરેને હુમલાખોરોનો ભોગ બનેલા પોલીસ કર્મચારીઓ માટે જ લાગણી હોત, તો તે એટલું બોલીને અટકી ગયા હોત. પરંતુ પોતાનો રોટલો શેકવાનું ચૂકે તો નેતા શાના? એટલે તેમણે આ બનાવ માટે એનસીપી નેતા-ગૃહમંત્રી પાટીલનું અને પોલીસ કમિશનર પટનાયકનું રાજીનામું માગ્યું. પટનાયકનો જાહેરમાં ન કહી શકાય એવો 'ગુનો' એટલો જ હતો કે તેમણે કુનેહ અને સંયમથી કામ લઇને, એક વિસ્ફોટક પરિસ્થિતિને ઠારી દીધી. મુંબઇમાં કોમી હિંસાની આગના તણખાને તેમણે ઓલવી નાખ્યો. તેમાં અનેક રાજકારણીઓની હિંદુઓના સંરક્ષક-ઉદ્ધારક બનવાની તક રોળાઇ ગઇ. પોલીસ પર હુમલો કરનાર તોફાનીઓ સામે યથાયોગ્ય-કડક કાર્યવાહી કરવાની માગણી એકદમ વાજબી છે, પરંતુ ઘાયલ પોલીસકર્મીઓ પ્રત્યેની હમદર્દીથી પ્રેરાઇને કમિશનરનું રાજીનામું માગવા પાછળનો રાજ ઠાકરેનો તર્ક સમજવા માટે તેમના ચશ્મા પહેરવા પડે.
ઠાકરેની રેલીમાં એક પોલીસ કર્મચારીએ મંચ પર જઇને, ફૂલ આપીને તેમનું અભિવાદન કર્યું અને પોલીસની લાગણી જાણવા બદલ આભાર વ્યક્ત કર્યો. આ પ્રકારની ઘટના સારું જોણું બની રહે છે. સમાચારોમાં તે છવાઇ શકે છે. પરંતુ આ પગલા વિશે ખાતાની નારાજગીનો પૂરેપૂરો અંદાજ હોવા છતાં, તે પગલું ભરનાર પોલીસ કર્મચારીને કોઇ રીતે બિરદાવવાપણું રહેતું નથી. એક પોલીસકર્મી ઠાકરેને મંચ પર જઇને ફૂલ આપે, એ ઘટના અગાઉથી ગોઠવાયેલી હોવાની આશંકાઓ પણ વ્યક્ત થઇ છે. એ સિવાય અંગત હતાશાથી અને માનસિક અસ્વસ્થતાથી માંડીને ચોક્કસ પ્રકારની વિચારસરણી જેવાં ઘણાં પરિબળ એ માટે જવાબદાર હોઇ શકે છે. એવા એકલદોકલ પોલીસ કર્મચારીની પ્રતિક્રિયાને સમગ્ર પોલીસતંત્રના પ્રતિભાવ તરીકે પણ ગણી શકાય નહીં.
પોલીસ પરવાનગી વિના રેલી કાઢનાર રાજ ઠાકરે સામે કાયદો કાયદાનું કામ કરશે, એવી ચીમકી પોલીસ કમિશનરે ઉચ્ચારી છે. પરંતુ એ ફક્ત અવતરણ પૂરતી મર્યાદિત ન રહેતાં, અમલમાં મૂકાય તે અત્યંત જરૃરી છે. રાજકીય પક્ષાપક્ષી વિના કે ગુંડાઓનો ધર્મ જોયા વિના, કાયદો કાયદાનું કામ કરતો હોત તો ધીક્કાર પર નભતા ઘણા પક્ષો અને આગેવાનોની કારકિર્દીનો અકાળે અંત આવી ગયો હોત. કમનસીબે એવું બન્યું નથી, એટલે શેરીછાપ દાદાગીરી કરતા નેતાઓ પોતાની જાતને અજેય માનતા થઇ ગયા છે. આ પરિસ્થિતિ માટે ફક્ત શિવસેના-મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને પણ દોષ આપવા જેવો નથી. કેમ કે, તેમને પોષવામાં અને તેમના પ્રત્યે સગવડ પ્રમાણે આંખ આડા કાન કરવા માટે કોંગ્રેસ અને એનસીપી જેવા, બિનસાંપ્રદાયકિતાના ખ્યાલને બદનામ કરનારા પક્ષો પણ એટલા જ દોષી છે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved