Last Update : 23-August-2012,Thursday

 

વડાપ્રધાનના રાજીનામાના મુદ્દે ભાજપ એકલું પડી ગયું કોલસા કૌભાંડના કકળાટમાં બાંગ્લાદેશીઓનો પ્રશ્ન ભૂલાયો

 

- સરકારને 'ઈદ' ફળી નથી; ચક્કાજામ સ્થિતિમાંથી માર્ગ શોધાઈ રહ્યો છે...

 

કોલસા કૌભાંડના મામલે વડાપ્રધાન મનમોહનસિંહના રાજીનામાની 'રટ' સાથે સંસદ ચક્કાજામ કરીને બેઠેલ ભાજપ હવે એકલું પડી રહ્યું છે. એનડીએને જેમ જનતા દળ (યુ)નો પ્રોબલેમ છે એમ યુપીએ સરકારને તૃલમૂલ કોંગ્રેસ સાથે વડાપ્રધાન મનમોહનસિંહની ઓવરઓલ ઈમેજ સ્વચ્છ છે. આટલા બધા આક્ષેપો છતાં જેની પ્રજા તરફેણ કરતી હોય તેવા આ પ્રથમ રાજકારણી છે. ભાજપની રાજકીય હઠ તેને જ મોંઘી પડશે. તે ચર્ચા પણ કરવા તૈયાર ના હોય તેવું કેમ ચાલે? એનો પ્રશ્ન પ્રજામાં પૂછાઈ રહ્યો છે.
કોલસા કૌભાંડે યુપીએ સરકારના વિરોધીઓને ભરપૂર ઈંધણ પૂરું પાડયું છે. ટોચના લેવલે ચાલતા ભ્રષ્ટાચાર વારંવાર ખુલ્લા પડયા છે, વારંવાર આવા ઉહાપોહ થયા છે અને પછી એકાદ તપાસ સમિતિ નીમીને બધું ફંડ પાડી દેવામાં આવે છે. હવે કોઈ કૌભાંડ છુપું રહેતું નથી તે દેખાઈ આવે છે.
કોલસા કૌભાંડમાં હરાજી ના થઈ તે તો ઠીક પણ 'વહેલો તે પહેલો' તે ધોરણે પણ અપનાવાયું નથી. પોતાના મળતીયા અને વહિવટકારોને બોલાવીને ફાળવણી કરી દેવાઈ હતી.
કોલસા કૌભાંડના કકળાટમાં આસામનો હિંસાચાર, બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી જેવા મહત્ત્વના મુદ્દા દબાઈ ગયા હતા. કોલસા ખાણની ફાળવણીના કૌભાંડે સરકારને બાનમાં લીધી છે. ત્રણ દિવસ પછી મંગળવારની શરૃ થયેલી સંસદે સરકારની 'ઈદ' બગાડી હતી. વડાપ્રધાન મનમોહનસિંહનું રાજીનામું કંઈ આ પહેલીવાર નથી મંગાયું પરંતુ વિપક્ષે આ વખતે ફરી વાર તેમની ફરતે ગાળીયો ટાઈટ કર્યો છે. સરકારની સમસ્યા એ છે કે તેની પાસે 'કૅગ'ના અહેવાલોનો કોઈ જવાબ નથી.
સામાન્ય રીતે ખાણ ફાળવણીની સિસ્ટમમાં પ્રથમ તેના નકશા તૈયાર થાય છે, પછી જમીનના ભાગ પાડવામાં આવે છે. તેના ટેન્ડર બહાર પાડીને વધુ ભાવ ભરનારને તે જગ્યા અપાય છે. અને ખાણ કેટલી ખોદવી અને કેટલું મટીરીયલ કાઢવું વગેરેની ચોક્કસ માત્રા નક્કી કરવામાં આવે છે. જે કોલસા કૌભાંડ આચરાયું છે તે કેગના સપાટામાં આવી ગયું છે. જેમાં હરાજી કર્યા વગર કોલસાની ખાણ ફાળવવામાં આવી હતી. વહેલા તે પહેલા ધોરણે ફાળવેલી ખાણોમાં મળતીયાઓને ખાણ પધરાવી દેવામાં આવી હતી. સરકારે નિયત કાયદા પણ ના પાળ્યા તે આઘાતજનક છે.
મુંબઈમાં મંગળવારે રાજ ઠાકરેએ રાજકીય તખ્તો આંચકી લીધો હતો. રાજ ઠાકરેએ ખુદ દોઢ કિ.મી. ચાલીને કાર્યકરોને પ્રોત્સાહન આપ્યું હતું. આસામ હિંસાચારના પડઘા મુંબઈમાં પડયા ત્યારે મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ કમિશ્નરે કોઈ પગલાં લીધા નહોતા. રાજ ઠાકરેએ એક લાખ લોકોની સભામાં કહ્યું કે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અને પોલીસ કમિશ્નરમાં થોડી પણ શરમ હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. મંગળવારે સરકાર અને કમિશ્નર ખુલાસા કરતા રહ્યા. છેલ્લે રેલીના આયોજકો પર પૂછપરછ માટે બોલાવી શકાય એવી કલમ હેઠળ કેસ કર્યો હતો. રાજ ઠાકરેએ કરેલું શક્તિ પ્રદર્શન જોઈને મહારાષ્ટ્ર કોંગ્રેસ અને એનસીપી ઠંડાગાર બની ગયા હતા. રાજ ઠાકરેને જ્યારે મહારાષ્ટ્રના 'મોદી' તરીકે સરખાવ્યા ત્યારે કોંગ્રેસ છંછેડાઈ હતી. જોકે મંગળવારના રાજ ઠાકરેના શક્તિ પ્રદર્શને મહારાષ્ટ્ર કોંગ્રેસ સરકારની ઉંઘ હરામ કરી નાખી છે તે હકીકત છે. રાજ ઠાકરેના શક્તિ પ્રદર્શનના પડઘા બુધવારે પણ ચાલુ રહ્યા હતા. શિવસેનાના સુપ્રિમો બાલ ઠાકરે અને પ્રમુખ ઉધ્ધવ ઠાકરેની બીમારી બાદ રાજ ઠાકરેએ હવાલો ંસંભાળ્યો હોય એમ દેખાઈ આવે છે.
કોલસા ખાણ ફાળવણી કૌભાંડમાં કેટલીક રાજ્ય સરકારો પણ જવાબદાર છે. આ રાજ્ય સરકારો એ જ એવું સૂચન કર્યું હતું કે હરાજી વગર જ ખાણ સોંપી દો!! હવે જ્યારે કેન્દ્ર પર આરોપ મુકાયો છે ત્યારે તેની પાછળ રાજ્ય સરકારો પણ એટલી જ જવાબદાર છે. આ એક એવું કૌભાંડ છે કે જેમાં બધાએ પોતાની દલાલી સેરવી લીધી છે અને હવે જ્યારે બદનામ થવાની વાત આવી ત્યારે હોળીનું નાળીયેર વડાપ્રધાનને બનાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ કેન્દ્ર સરકાર માટે 'ઈદ' ફળી નથી. સંસદની અંદર અને સંસદની બહાર બંને સ્થળે વિવિધ મુદ્દે કોંગ્રેસ માથે સંકટ ઉભું થયું હતું. સંસદમાં જ્યારે લોકસભા મુલતવી રહી ત્યારે મુંબઈમાં રાજ ઠાકરે ૩૦ હજાર લોકોને સાથે લઈને ચાલતા હતા. બીજી એક ઘટનામાં સુપ્રીમ કોર્ટે પ્રમોશનમાં અનામત પરનો મુદ્દો ફગાવી દેવાયો હતો. આ ત્રણેય ઘટનાથી કોંગ્રેસ ખળભળી ઉઠી છે. ત્રણેય ઘટનામાં કોંગ્રેસે ફટકો ખાધો છે.
કોલસા કૌભાંડના વિવાદમાં મંગળવાર સાંજ સુધી ભાજપ કડક હતું. મનમોહનસિંહના રાજીનામું માગવામાં ભાજપે વ્યૂહ રચના ગોઠવી હતી તો બીજી તરફ મનમોહનસિંહ ચર્ચા માટે તૈયાર થયા હતા. એનડીએના નેતા બુધવારે સાંજે તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીનો ટેકો લેવા મળવાના હતા તો બીજી તરફ બુધવારે સાંજે યુપીએ સરકારે તેના સાથી પક્ષોની મીટીંગ બોલાવી છે. જોકે બુધવો બપોરે આ લખાય છે ત્યારે સંસદના બંને ગૃહો ઠપ્પ હતા અને વડાપ્રધાનનું રાજીનામું માગવાનું કોકડું ગુંચવાયેલું રહ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 

 

 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved