Last Update : 23-August-2012,Thursday

 

શું ખરેખર રાહુલ ગાંધી સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસની ધૂરા સંભાળશે?

આઠ વર્ષથી રાજકારણમાં રહેલા યુવરાજના વિચારો હજુ સુધી કળી શકાયા નથી

કેન્દ્રિય સ્ટીલ પ્રધાન બેની પ્રસાદે ઉત્તરપ્રદેશના બારાબંકી ખાતે યોજાયેલા એક સમારંભમાં આપેલા વકતવ્યમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે સીધો જંગ જામશે. કેન્દ્રમાં ભાવિ સરકાર કોંગ્રેસ અથવા નરેન્દ્ર મોદીની હશે. જો રાહુલ વડાપ્રધાન બનશે તો મનમાોહન સિંહની શુભેચ્છા સાથે બનશે. બેની પ્રસાદના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ચર્ચાની ચિનગારી પ્રગટાવવાનું કામ કર્યું છે. છેલ્લા થોડા સમયથી મોટા ભાગના કોંગ્રેસીઓ ગાંધી પરિવારના પાટવી કુંવર હવે રાજકારણમાં આગળ આવે અને પક્ષની બાગડોર સંભાળે એમ ઇચ્છે છે. આ બાબતના નિવેદનો વિવિધ નેતાઓ દ્વારા છાશવારે સાંભળવા પણ મળે છે. કોંગ્રેસના યુવરાજ રાહુલ સપ્ટેમ્બર મહિનામાં આ બાબતનું મૌેન તોડશે એવી જાહેરાત પણ સાંભળવા મળે છે. આ બાબતે કોંગ્રેસના કેટલાક વિશ્વાસુ અને ખાસ સભ્યો મગનું નામ મરી પાડવા તૈયાર નથી અને બેનીપ્રસાદ કે દિગ્વિજય સિંહ જેવા કેટલાક પોતાના વિચારોનો બફાટ કરે છે. જે લોકો રાહુલની નિકટ છે તેઓ તેમના વતી બોલતાં નથી. રાહુલને અનેક સલાહ અને સૂચનો આપવામાં આવી રહ્યા છે એમ જણાય છે. ગાંધી પરિવારના એક જુના મિત્રે રાહુલને પક્ષ અને સરકારની ધૂરા સંભાળી લેવાની સલાહ આપી છે. તેમને એમ કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનની કામગીરીમાં દખલગીરી કર્યા વગર તેમણે એવું પ્રધાનમંડળ તૈયાર કરવું જોઇએ જે તેમને પ્રધાનકીય સત્તા આપે. આ વિચાર પાછળનો હેતુ નવા લોકો માટે પ્રધાનમંડળ જેવું કંઇક રચવાનો છે.અને આ નવા લોકો એટલે યુપીએ એક અને બે તરફી લોકો. તે સાથે જ રાહુલને કહેવામાં આવ્યું છે કે તે કોંગ્રેસમાં સક્રિય ભૂમિકા ભજવે. પ્રસાર માધ્યમોમાં મોટા ભાગે તેમના વિશે એવી અટકળો થાય છે કે તેમણે પાંચ વર્ષ અગાઉ શરૃ કરવામાં આવેલા યુવા કોંગ્રેસના સંકુચિત દાયરામાંથી બહાર આવીને પોતાના પરિવારના પક્ષમાં અગ્રિમ સ્થાન લેવું જોઇએ.
અહીં પ્રશ્ન એ છે કે શું આવું કંઇ થશે ખરું? એક રીતે જોઇએ તો આવું થવાની પ્રબળ શકયતા છે. આમ છતાં કેટલાક આંતરિક સૂત્રોનું કહેવું છે કે સપ્ટેમ્બર મહિનામાં કશું થશે નહિ. તેઓ જણાવે છે કે રાહુલ એક જુદા જ ઢાંચા પર કામ કરી રહ્યો છે. તેમને સત્તાની લાલસા નથી એટલે તે ગુમાવવાના ભયે તેઓ પોતાનો એજેન્ડા બદલાવે એવી શકયતા નથી. તે અન્યોની ઉપરછલ્લી અપેક્ષા અનુસાર દોરવાશે નહિ. તે સમર્પિત કોંગ્રેસીઓની દ્રષ્ટિથી બધું જુએ છે.
શું આનો અર્થ એમ થાય કે તઓે હાલમાં જે કરે છે તેનાથી વધુ કશું કરશે નહિ?આ મુદ્દે કોઇ સ્પષ્ટતા નથી.આમ છતાં એક બાબત સ્પષ્ટ દેખાય છે કે તેઓ એક સિધ્ધાંતવાદી નેતા છે અને છીછરી કામગીરી કરવાને બદલે તેઓ સ્પષ્ટ ભૂમિકા ભજવવા માગે છે. ૨૦૦૪માં અમેઠીની બેઠક પરથી ચૂંટણી લડીને રાહુલે રાજકારણમાં પ્રવેશ કર્યો હતોે અને આજે આ વાતને આઠ વર્ષ થઇ ગયા છે. જો કે જવાહરલાલ નહેરુના વારસદારને રાજકારણમાં સક્રિય થતાં આટલો સમય લાગવો સામાન્ય છે .'ગુંગી ગુડિયા' તરીકે એક સમયે ટીકાપાત્ર બનેલા ઇન્દિરા ગાંધીએ પણ આટલો સમય લીધો હતો. ભાઇ સંજયના મૃત્યુ બાદ રાજકારણમાં પરિપકવ થવા રાજીવે પણ થોડા વર્ષો લીધા હતા. રાજીવના મોત બાદ કોશેટામાંથી બહાર આવતાં સોનિયાએ પણ થોડો સમય લીધો હતો. આમ છતાં રાજકારણમાં પ્રવેશ્યાને આઠ વર્ષ થયા બાદ પણ રાહુલની ભાવિ યોજના ગુપ્ત જ રહી છે તે બાબત અચરજભરી છે.
જો કે રાહુલના કામની ઝલક યુવા કોંગ્રેસમાં જોવા મળે છે. જયારે નિવૃત્ત ચૂંટણી કમિશનરે રાજકીય પક્ષોને આંતરિક લોકશાહીને પ્રોત્સાહન આપવાનું કહ્યું ત્યારે તેમની વાતને સમર્થન આપનારા રાહુલ એકમાત્ર રાજકારણી હતા. તેમણે ફાઉન્ડેશન ફોર એડવાન્સ્ડ મેનેજમેન્ટ ઓફ ઇલેકશન ના કે. જી. રાવને આ માટે સાંકળી લીધા હતા. જો કે આ પ્રક્રિયા જટિલ છે આમ છતાં એટલી પારદર્શી રીતે કરવામાં આવી કે ઘણા રાજયોમાં પીઢ નેતાઓના સંતાનો જ અણઆવડતવાળા સાબિત થયા હતા. રાહુલની ટીમના સભ્યોને ગર્વ છે કે પશ્ચિમ બંગાળમાં મુસલમાન મહિલાઓના કે કેરળમાં આદિવાસી મહિલાઓના સ્વરૃપમાં નવી પ્રતિભાઓની શોધ થઇ શકી છે. જો કે કોંગ્રેસના જુના જોગીઓએ આનો ભારે વિરોધ કર્યો હતો અને તેઓ નારાજ થયા હતા. આ કારણે જ ઘણા રાજયોમાં પીઢ કોંગ્રેસી નેતાઓના સંતાનો અને યુવા કોંગ્રેસના સભ્યો વચ્ચે તંગ સ્થિતિ ઉદ્ભવી હતી. જો કે રાહુલ અને તેમની ટીમે ભાવિને ધ્યાનમાં રાખીને પ્રતિભાઓનો સમાવેશ કર્યો હતો. છેલ્લે સંજય ગાંધીના નેતૃત્વમાં કોંંગ્રેસમાં દિગ્વિજય સિંહ, કમલ નાથ અને ગુલામ નબી આઝાદ જેવા યુવા નેતાઓની ભરતી કરવામાં આવી હતી જે હવે ૬૦ વર્ષના થવા આવ્યા છે. જાણવા મળ્યા પ્રમાણે રાહુલ કેટલાક પીઢ કોંગ્રેસી નેતાઓથી નારાજ છે અને જયારેતેઓ ધૂરા સંભાળશે ત્યારે તેમની (તે નેતાઓની) સ્થિતિ બદલાઇ જશે .
યુવા કોંગ્રેસના પ્રમુખ રાજીવ સાટવને લાગે છે કે તમામ રાજયોની યુવા કોંગ્રેસની પાંખમાં ચૂંટણી થઇ ગઇ હોવાથી રાહુલની ભૂમિકા અહીં પૂરી થાય છે. તેઓ નેતા છે અને અમને જાણ છે કે તેઓ પર્ફોર્મન્સમાં માને છે. યુવા પાંખ માટે તેમણે સારી કામગીરી કરી છે અને હવે તેમણે અહીંથી આગળ વધવું જોઇએ એમ રાજીવ કહે છે.
જો કે રાહુલની નિકટના સૂત્રો કહે છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પરિણામો નબળા આવવાની વકીની રાહુલ પર કોઇ અસર નહિ થાય કારણ તે પક્ષના પુનર્ગઠનની લાંબા સમયની યોજના ધરાવે છે. કદાચ રાહુલ અને તેમની ટીમ રાજકારણ અને સરકાર બે જુદી બાબતો છે તેવી ભૂલભરેલી માન્યતા દૂર કરવા પર કામ કરી રહ્યા છે એવું લાગે .પણ ના તેઓ એમ નથી કરતા. અને જયાં સુધી સરકારની છબી નહિ સુધરે ત્યાં સુધી પક્ષના પુનર્ગઠનની તેમની કવાયતનું પરિણામ નહિ આવે. જો કોંગ્રેસે નવી પેઢીને આકર્ષવી હશે તો પક્ષની છૂટાછવાયા જૂથોની ટુકડી જેવી સ્થિતિ નહિ ચાલે. આથી રાહુલ માત્ર મનમોહન સિંહની સરકારમાં જોડાશે તેનાથી કોઇ ફરક નહિ પડે.
રાહુલ અત્યાર સુધી શું કરી રહ્યાછે તે તેમના પક્ષના લોકો પણ જાણી શકયા નથી. આથી રાહુલે પોતાના વિચારોની સ્પષ્ટ સમજ આપવી જરૃરી થઇ ગઇ છે. છેવટે રાજકારણ એટલે સશકત વ્યક્તિઓ દ્વારા આપવામાં આવતો સરળ સંદેશ છે. રાહુલે આ વાતને ધ્યાનમાં લીધી છે કે નહિ તે ખબર નથી.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved