Last Update : 23-August-2012,Thursday

 
દિલ્હીની વાત
 

એકલું-અટુલું પડી રહેલું ભાજપ
નવી દિલ્હી, તા.૨૨
વડાપ્રધાન મનમોહનસિંહના રાજીનામાનો જડ આગ્રહ લઈને બેસનાર ભાજપ તેના સાથીઓમાં જ એકલું પડી રહ્યું છે. જનતા દળ(યુ) સંસદમાં ચર્ચાનો આગ્રહ રાખે છે. ભાજપને જેના પર થોડો ભરોસો હતો તે તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી પણ વડાપ્રધાનના રાજીનામાની વાત સાથે સંમત નથી. 'પ્રધાનમંત્રી ગદ્દી છોડો'ના નારા સાથે સંસદ બીજા દિવસે પણ ઠપ રહી હતી. સરકાર કોલસા કૌભાંડ અંગેના કેગના રીપોર્ટ અંગે ચર્ચા માટે સંમત છે એવા સત્તાધારી પક્ષના વારંવારના સંકેત છતાં ભાજપે વડાપ્રધાનના રાજીનામાની જાણે હઠ પકડી હોય તેમ લાગતું હતું.
તૃણમૂલે 'તાળી'ના આપી
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીના દ્વારે ભાજપ ઘણી આશા સાથે પહોંચ્યું હતું. શાહનવાઝ હુસેન અને રાજીવ પ્રતાપ રુડી ગઈકાલે સાંજે દિલ્હી એરપોર્ટ પર મમતા બેનરજીને મળ્યા હતા. આ બેઠક કોઈ રાજકીય મંત્રણા માટે એવું વારંવાર કહેતા ભાજપને જોકે મંત્રણામાં કંઈ હાથ આવ્યું નહોતું. બીજી તરફ મમતાએ આ મંત્રણાને સમર્થન આપ્યું હતું. કોલસા કૌભાંડનો મુદ્દો ભાજપના નેતાઓએ ચર્ચ્યો હતો.
સંસદની આજ પર નજર
સંસદનું ગૂંચવાયેલું કોકડું આવતીકાલે ગુરૃવારે ઉકેલાય એમ જણાય છે. ભાજપ કૂણું પડી રહ્યું છે કેમકે પ્રજાનો સાથ નથી મળતો. ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં ફાટફૂટ દેખાઈ આવે છે જ્યારે કોંગી નેતાઓ એક થઈને વળતા પ્રહાર કરી રહ્યા છે.
ભ્રષ્ટાચાર અને કડક પગલાં
ટ્રાન્સપેરન્સી ઈન્ટરનેશનલ દ્વારા યોજાયેલ ઈન્ટીગ્રેટી ઈન પબ્લીક પ્રોક્યુર્મેન્ટ વિષય પરના વર્કશોપનું ઉદ્ધાટન સેન્ટ્રલ વીજીલન્સ કમિશ્નર પ્રદીપ કુમારે કર્યું હતું. તેમણે વિદેશમાં ભ્રષ્ટાચાર સામે લડાતી લડતનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભ્રષ્ટાચાર રોકવા અમેરિકા અને ચીનમાં કાયદેસરનાં કેવા પગલાં લેવાય છે તેનો ઉલ્લેખ કર્યો હતો. જે કંપનીઓ ભ્રષ્ટાચાર ડામવામાં નિષ્ફળ જાય છે તેમની સામે કડક પગલાં લેવાની હિમાયત તેમણે કરી હતી.
કૅગના વડાનો રેકોર્ડ નથી
આજકાલ જ્યારે 'કેગ' (કોમ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ)નો કોલસા ખાણ ફાળવણી અંગેનો રિપોર્ટ ચર્ચાસ્પદ બની રહ્યો છે ત્યારે કેગના વડા વિનોદરાય અંગે આરટીઆઈ દ્વારા માહિતી મગાઈ હતી. જો કે અરજદારને જવાબ મળ્યો હતો કે પર્સોનલ મંત્રાલયમાંથી વિનોદ રાય અંગે કોઈ માહિતી મળી આવતી નથી. લખનઉ સ્થિત એક પત્રકારે વિનોદ રાયનો સર્વિસ રેકોર્ડ માગ્યો હતો. તેમના રેકોર્ડની ફાઈલ મળતી નથી એવો જવાબ અરજદાર પત્રકારને મળ્યો હતો. અરજીમાં વિનોદ રાયનું બર્થ સર્ટીફીકેટ અને હાઈસ્કૂલનું નામ મંગાયું હતું. જોકે યુપીએસસીની અરજી પરથી વિનોદ રાય, આઈએએસ અંગે વધુ માહિતી મળતી નથી. ૬૪ વર્ષના રાયનો સર્વિસ રેકોર્ડ પણ મળી આવતો નહોતો. અરજદારને કેરળ સરકારનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved