Last Update : 23-August-2012,Thursday

 

ફૂટબોલ ખેલાડીઓને મેચ-ફીનો એક પૈસો ચુકવાતો નથી
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!

બીસીસીઆઇની ઘરઆંગણાની ટુર્નામેન્ટ રમનારા ખેલાડીઓને ૧.૩૫ લાખની મેચ ફી

નવી દિલ્હી,તા.૨૨
ઓલિમ્પિકમાં છ મેડલ જીત્યા બાદ ક્રિકેટ સિવાયની રમતોમાં ભારતીય ખેલાડીઓ વધુ સારો દેખાવ કરે તે માટેની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. જો કે અન્ય રમતોની વાસ્તવિકતા કેટલી દયનીય છે તેનું જીવંત ઉદાહરણ નેહરૃ કપ ફૂટબોલમાં જોવા મળ્યું હતું. જ્યાં દેશ માટે રમતાં કેપ્ટન ભરત છેતરી સહિતના ભારતીય ફૂટબોલરોને ઓલ ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન માત્ર રૃ.૬૦૦નું ડેઇલી એલાઉન્સ ચુકવે છે. એક તરફ ભારતીય ક્રિકેટરોને ટ્વેન્ટી-૨૦માં રમવા માટે કરોડો રૃપિયા ચુકવાય છે જો કે ફૂટબોલનું ઉદાહરણ દર્શાવે છે કે ભારતમાં અન્ય રમતોની હાલત ખૂબજ બેહાલ છે.
વધુ આઘાતજનક તથ્ય તો એ છે કે ભારતીય ફૂટબોલરોને મેચ ફી પેટે એક પૈસો પણ ચુકવાતો નથી. એક ખેલાડીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, જો અમે ટુર્નામેન્ટ જીતીશું તો અમને રોકડ ઇનામ મળશે નહીંતર તો અમારે ખાલી હાથે જ પાછા ઘરે જવું પડશે. નોંધપાત્ર છે કે ભારતના રાષ્ટ્રીય ફૂટબોલરોને ચુકવાતું ડેઇલી એલાઉન્સ ગુજરાતની રણજી ટીમના ખેલાડીઓને આપતાં ડેઇલી એલાઉન્સ કરતાં પણ ઓછું છે. ગુજરાતના રણજી ખેલાડીઓને અંદાજે રૃપિયા ૧૦૦૦નું ડેઇલી એલાઉન્સ ચુકવાતું હોય છે. જ્યારે બીસીસીઆઇની ઘરઆંગણાની ટુર્નામેન્ટ રમતાં દરેક ખેલાડીને રૃપિયા ૧.૩૫ લાખ જેટલી મેચ ફી ચુકવાય છે.
ખેલાડીને ટાંકીને એક અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, જો દેશ તરફથી રમતા કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થાય તો તેની સારવારનો ખર્ચ પણ તેની કલબ ચુકવતી નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved