Last Update : 23-August-2012,Thursday

 
 

દ્રવિડ-લક્ષ્મણની નિવૃત્તિ બાદ ભારતીય ટેસ્ટમાં નવી શરૃઆત
આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

ભારતને આ સિઝનમાં ૧૦ ટેસ્ટ અને ૧૩ વન ડે રમવાની છે

 

ેેહૈદરાબાદમાં સવારે ૯.૩૦થી મેચ ન્યુઝીલેન્ડને લડાયક દેખાવની આશા

 

હૈદરાબાદ,તા.૨૨
દ્રવિડ અને લક્ષ્મણ જેવા દિગ્ગજોની નિવૃત્તિ બાદ નવા યુગમાં પ્રવેશેલી ભારતીય ટેસ્ટ ટીમ આવતીકાલથી શરૃ થઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે રમવા ઉતરશે. હૈદરાબાદમાં શરૃ થઇ રહેલી બે ટેસ્ટની શ્રેણીના પ્રથમ મુકાબલામાં કેપ્ટન ધોની પુજારા અને રૈનાને ટીમમાં સામેલ કરે તેવી શક્યતા છે.લાબા બ્રેક બાદ પુનરાગમન કરનારા ૩૯ વર્ષના તેંડુલકરના દેખાવ પર પણ બધાની નજર રહેશે. વેટોરીની ગેરહાજરીમાં ટેલરની કેપ્ટન્સી હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ માટે ભારત સામે ટેસ્ટ જીતવી સ્વપ્ન સમાન છે. જો કે તેમની ટીમના ખેલાડીઓ વિન્ડિઝ સામેના શરમજનક પરાજય બાદ ભારતને લડત આપવાના મક્કમ ઇરાદા સાથે રમવા ઉતરશે. ભારતીય સમય પ્રમાણે સવારે ૯.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
ભારતના સ્ટાર ક્રિકેટરોની વિદાય બાદ સૌથી સિનિયર બેટ્સમેન તેંડુલકરના ખભા પર જવાબદારીનું ભારણ આવી ગયું છે. જો કે સેહવાગ, ગંભીર, કોહલી અને ધોની પણ હવે સિનિયર કહી શકાય તેટલો અનુભવ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેળવી જ ચુક્યા છે. ન્યુઝીલેન્ડ જેવી ટીમ સામે યુવા ખેલાડીઓને તક આપવાનો અભિગમ હકારાત્મક છે અને તેમાંય ખાસ કરીને સિનિયરોની હાજરીને કારણે ચેતેશ્વર પુજારા અને રહાને જેવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધશે તેમ મનાય છે. સાત મહિનાના બ્રેક બાદ ભારતીય ટીમ ફરી વખત ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરશે ત્યારે બધાની નજર યુવા ખેલાડીઓના દેખાવ પર રહેશે. કેપ્ટન ધોની પરિવર્તનના તબક્કામાં પ્રવેશેલી ભારતીય ટીમને કેવી રીતે આગળ ધપાવે છે તે જોવા પણ ક્રિકેટ જગત આતુર છે.
ફાસ્ટ બોલિંગ આક્રમણ અનુભવી ઝહીર અને ઉમેશ યાદવ સંભાળશે તેમ નક્કી જ મનાય છે. જ્યારે હૈદરાબાદની સ્પિનરોને યારી આપનારી પીચને જોતા ભારત અશ્વિન, ઓઝા અને ચાવલા ત્રણેયને ટીમમાં સામેલ કરે તેવી શક્યતા પણ નકારી શકાય તેવી નથી. જો કે ધોની બે ફાસ્ટ બોલર અને બે સ્પિનરની વ્યુહરચનાને વળગી રહેશે તેવી સંભાવના વધુ જણાય છે. ભારતીય બેટિંગ લાઇનઅપમાં તો સેહવાગ, ગંભીર, તેંડુલકર, કોહલી, રૈના અને પુજારાનું સ્થાન લગભગ નક્કી મનાય છે. જ્યારે અગાઉની જેમ જ કેપ્ટન ધોની વિકેટકિપર બેટસમેન તરીકે પોતાની ભુમિકા સંભાળશે. વર્લ્ડ રેન્કિગમાં છેક પાંચમા ક્રમે ફેંકાયેલી ભારતીય ટીમને તેની ટેસ્ટની મીડલ ઓર્ડર બેટિંગ લાઇનઅપ નવેસરથી ગોઠવવી પડશે. લક્ષ્મણ અને દ્રવિડની નિવૃત્તિ બાદ ભારતીય ટીમે ફિલ્ડિંગ પ્રેક્ટિસમાં સ્લિપમાં કેચ પકડવાની વધુ પ્રેક્ટિસ કરી હતી.
ટેસ્ટના રેન્કિગમાં આઠમો ક્રમાંક ધરાવતી ન્યુઝીલેન્ડની ટીમ ભારત માટે મુશ્કેલી સર્જી શકે તેની શક્યતા ખુબ જ ઓછી છે. તેમાં ય વેસ્ટ ઇન્ડિઝ જેવી ટીમ સામે તેઓ ટેસ્ટ શ્રેણીમાં ૦-૨થી હારી ચુક્યા છે, જેના કારણે ભારત સામે તો પાંચ દિવસ સુધી ટકી રહેવું તેમના માટે મોટી સિધ્ધિ સમાન કહી શકાય તેમ છે. જો કે ટેલરની કેપ્ટન્સી હેઠળની ન્યુઝીલેન્ડની ટીમમાં ગપ્ટિલ, બ્રેન્ડન મેકુલમ, વિલિયમસન જેવા અનુભવીઓ છે. જેઓ ભારતને લડત આપી શકે તેમ છે. વધુમાં તેમની બોલિંગ પણ ભારતીય બેટસમેનો હળવાશથી લઇ શકે તેમ નથી. સાઉથી, માર્ટિન, બ્રેસવેલ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. જ્યારે ભારતીય મૂળના સ્પિનરો જીતાન પટેલ અને નેથૂલા ભારતીય બેટસમેનોની કસોટી કરશે.
હૈદરાબાદની પીચ ફાસ્ટ બોલરો કરતાં સ્પિનરોને વધુ મદદગાર બનશે, જેના કારણે ન્યુઝીલેન્ડ કરતાં ભારતને વધુ ફાયદો થશે. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલરો પણ ઝંઝાવાત સર્જીને ભારતીય બેટિંગ પર થોડુ-ઘણુ દબાણ સર્જી શકે તેમ છે.
ભારત ઃ ધોની (કેપ્ટન), સેહવાગ, ગંભીર, તેંડુલકર, કોહલી, રૈના, પુજારા, બદ્રિનાથ, રહાને, ઝહીર, ઇશાંત, યાદવ, અશ્વિન, ચાવલા, ઓઝા.
ન્યુઝીલેન્ડ ઃ ટેલર (કેપ્ટન), બી.મેકુલમ, ગપ્ટિલ, બોયુલ્ટ, બ્રેસવેલ, ફ્લીન, ફ્રેન્કલીન, માર્ટિન, નેથુલા, જીતાન પટેલ, સાઉથી, વાન વીક, વેગનેર, વેટલિંગ, વિલિયમસન.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved