Last Update : 23-August-2012,Thursday

 

અધિક પુણ્ય આપતો અધિક પુરુષોતમ માસ

- અધિક પુરુષોતમ માસ કેમ આવે છે?
- અધિક પુરુષોતમ માસ કરવાનું ફળ શું?

અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે. અધિકમાસનું અને તેની લીલાઓનું વર્ણન ભગવદીયોએ કર્યું છે.
અધિક માસ કેમ આવે છે?
જે મહિનામાં પડવાથી અમાસ સુધી સૂર્ય સંક્રાંતિનો પ્રવેશ થાય નહિ એ વધારાનો મહિનો દર અઢી વર્ષે નીકળે તે પ્રમાણે સૃષ્ટિક્રમમાં ત્રીસ મહિને મળતો એક વધારાનો મહિનો તે અધિક માસ છે.
અધિક માસ ફક્ત ચૈત્ર આસો મહિના સુધી જ આવે છે. કારતકથી ફાગણ સુધી અધિક માસ આવતો નથી. કારણ કારતક કે ફાગણ મહિના ઘટતા નથી. સૂર્યે આ માસનો સ્વીકાર કર્યો નથી એટલે ‘મલ માસ’ આ મહિનાને કહેવામાં આવે છે.
અધિકમાસના કોઈ ખાસ અધિ દેવતા નથી પણ આ માસ ભગવાન વિષ્ણુને શરણે આવ્યો અને ભગવાન વિષ્ણુને સ્તુતિ કરી પ્રભુ બધા મારો તિરસ્કાર કરે છે અને મને ‘મલ’ માસ કહી તિરસ્કૃત કરે છે આપ, મને શરણે લો ભગવાન વિષ્ણુએ આ માસનો સ્વીકાર કરી કહ્યું હવે તું ‘પુરુષોત માસ’ તરીકે ઓળખાઈશ તારો મહિમા પૃથ્વી ઉપર ખૂબ જ વધશે. બધા તારું પૂજન વ્રત કરશે. પૂજા કરશે. આમ અધિક માસ પવિત્ર બન્યો.
અધિક માસ એટલે મનોરથોનો મહિમા ધર્મ અર્થ કામને મોક્ષ આ ચાર પૈકી મોક્ષ મેળવવાનો આ સહેલો માસ. અધિક માસમાં બારે માસના ઠાકોરજીના મનોરથો થાય છે. મંદિરોમાં શ્રદ્ધાળુની ભીડ ભરાય છે. અધિક માસની બે એકાદશી સુદ એકાદશી પછીની એકાદશી અને પરમા (કમળા) એકાદશી, પવિત્ર ગણાય છે. અધિક વદની એકાદશીથી ‘યમુનાજી’ પ્રસન્ન થાય છે.
યમુનાષ્ટકના અંતે શ્રી વલ્લભ મહાપ્રભુ કહે છે, ‘સ્વભાવ વિજ્યોભવોદ’ આ અષ્ટકનો જે પાઠ કરશે તેના સઘળા પાપોને નાશ થશે. વૈકુંઠ સુખ પામશે.
ભક્ત કવિ સૂરદાસે અધિક માસ વિશે કિર્તન ગાયું છે
(રાગ ઃ બિહાગ)
‘જાકો લાગત પુરષોતમ માસ,
થકી જગત બખાનત,
કરત ભક્ત સબ જાકી આસ ।
આપ હી સૂર્ય આપ હી ચંદા,
આપ હી કો સબ હોત પ્રકાશ,
આપહી જોગ ભોગ સબ અર્પત,
વેહી પ્રભુ મમ મન હોત ઉલ્લાસ ।।
જ્યોં જ્યોં દાન પ્રભુનહિત,
ત્યાં ત્યાં બઢત પ્રેમકી આસ,
‘સૂરદાસ’ પ્રભુ સબકા સ્વામી,
મોય રાખો મરનની હટપાસ ।।
દાન, વ્રત, ઉપવાસ અને પ્રભુના સ્મરણ કરવાનો શ્રેષ્ઠ માસ છે આ બઘું કરવાથી પ્રભુ અધિક પુણ્ય આપે છે.
‘ગોવર્ધન ઘરં વંદે ગોપાલં ગોપરૂપિણમ્‌ઃ
ગોકુલોત્સવ મીશાનં ગોવંિદ ગોપીકાપ્રિયમ્‌’
આ મંત્રનો પાઠ કરવાથી ઠાકોરજી પ્રસન્ન થાય છે. પુરુષોતમ પ્રભુની પ્રાપ્તિ થાય છેેે.
નારદજીએ પ્રભુને કહ્યું હતું કે નારદ! હું વૈકુંઠમાં વસતો નથી. તેમજ યોગીઓના હૃદયમાં વસતો નથી. પરંતુ જ્યાં મારા ભક્તો મારા ગુણાનુંવાદ ગાય છે ત્યાં હે નારદ! મારો કાયમી વાસ છે.
અધિક માસ કરનારાના હૃદયમાં પ્રભુ વિષ્ણુ બિરાજે છે. આ વિષ્ણુ ભગવાનનો પ્રિય માસ છે. ભગવાન વિષ્ણુ વૈકુંઠવાસી સવ્વગુણ પ્રધાન દેવ હોવાથી પુરુષોતમ સ્વરૂપે અધિક ફળ આપે છે. પુષ્ટિ માર્ગની હવેલીઓમાં બારે માસના મનોરથો આ માસમાં થાય છે. વિવિધ સામગ્રીઓ અને ઉત્સવો થાય છે. ઠાકોરજીને અધિક લાડ લડાવવામાં આવે છે.
અધિક માસમાં શ્રી પુરુષોતમની પ્રાર્થના અને મહિમા ગાવો. એક કાવ્ય રચના અનુસાર
‘આ અદિક માસને કૃષ્ણજી આપે વચન રે,
આજથી તારે અધિપતિ હું છું ખાસ રે,
આ પુણ્ય, પુનિત ને પાવક તું મુજ માસ રે,
આ પુરુષોતમ મુજ પવિત્ર તારું નામ રે,
આ જપ-તપ તીર્થ વ્રત સ્નાન દાન કરે રે,
આ અધિક મહિને ફલ દેશે અનેક રે.
કૃષ્ણદાસ ભટ્ટે અધિક માસની આરતી લખી છેઃ
જયદેવ જયદેવ જય જય અધિક માસ પ્રભો
પાહિ સનાતન ઈશ્વર પુરુષોતમ વિષ્ણો...
આ આરતી નિત્ય કરવી. અધિક માસમાં કરવા જેવું કામઃ
‘સેવા સ્મરણ કથાને દર્શન કરવાં,
એ અધિક માસમાં પ્રભુ આવે પધારવા.’
આ અધિક માસની કથા, વ્રત પાંડવોએ કર્યું હતું તેઓને પ્રભુ મળ્યા. કૌરવોના ત્રાસથી મુક્ત બન્યા. રાજપાટ પાછા મલ્યા.
આ માસમાં પુરુષોતમમાં અલ્પેત્તર શતનામ ખાસ કરવાં.
- બંસીલાલ જી. શાહ

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved