Last Update : 23-August-2012,Thursday

 

અજબ વ્યક્તિત્વ ગજબ કૃતિત્વ પુત્રના લક્ષણ પારણે

 

પુત્રનાં લક્ષણ જો પારણામાંથી જ પરખાઈ આવતાં હોય, તો પછી જેઓશ્રીની દીક્ષા શતાબ્દીનું આ વર્ષ છે તે પૂ.આચાર્યદેવ શ્રીમદ્‌ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં અજોડ સુલક્ષણો બાળપણથી જ ઝળક્યા વિના ન રહે, એમાં શી નવાઈ? આ સમરથનો લાડીલો ત્રિભુવન, પિતા છોટાલાલનો માનીતો ત્રિભુવન એ જ જૈનેતર જનતાની જીભે ચઢી ગયેલ રામવિજય મહારાજ અને એજ જૈન જગતના શિરતાજ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા.
પાંચ વર્ષની વયે પાદરાની ગુજરાતી શાળામાં શિક્ષણ લેવાનો આરંભ કરનારા ત્રિભુવને તેર વર્ષની વયે સાત ગુજરાતી તથા એક અંગ્રેજી ચોપડીનો અભ્યાસ કરીને સ્કૂલ છોડી દીધી હતી. વ્યવહારિક શિક્ષણ સાથે એણે પાંચ પ્રતિક્રમણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સ્તવન સજ્ઝાય આદિનો ધાર્મિક અભ્યાસ નવ વર્ષ સુધીમાં પૂરો કરી દીધો હતો અને આગળનો ધાર્મિક અભ્યાસ ચાલુ રાખ્યો હતો.
છ વર્ષની વયે રતનબાના ધર્મસંસ્કારોથી સંસ્કારિત બનેલા ત્રિભુવને દીક્ષા ન લેવાય, ત્યાં સુધી શ્રી આણંદશ્રીજી સાઘ્વીજી પાસે, ઘેબરના ત્યાગની પ્રતિજ્ઞા કરી હતી. રતન, બા સમજતાં હતાં કે, ત્રિભુવન દીક્ષા સ્વીકારવા જ જન્મ્યો છે, એથી સંયમના સંસ્કારો નાખતા રહેવા છતાં મોહાવેશથી તેઓ અવારનવાર એમ પણ કહેતા કે, બેટા! તારે દીક્ષા જરૂર લેવાની છે, પરંતુ મારા મૃત્યુ પછી!
નવ વર્ષની વયથી જ ઉકાળેલું પાણી પીનારા અને બાર વર્ષની વયથી ઉપાશ્રયમાં બેસવા-ઉઠવા અને સૂવાનું રાખનારા ત્રિભુવને નવ વર્ષની વયે ભાગી જઈને એક વાર શ્રી નીતિવિજયજી દાદાના પ્રશિષ્ય શ્રી ચંદનવિજયજી મહારાજ પાસે સંયમ સ્વીકારવાનો પ્રયત્ન કરેલો. પણ સગાંવહાલાંઓને આ વાતની ખબર પડી જતાં સૌ ત્રિભુવનને ત્યાંથી ઉઠાવી લાવેલ.
૧૯૬૮ની સાલમાં વડોદરા ખાતે પૂ.આચાર્યદેવ શ્રી કમલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂ. આત્મારામજી મહારાજના સમુદાયનું એક સંમેલન યોજાયુ. ત્યારે બાળક અને શ્રાવક હોવા છતાં એ સંમેલનમાં હાજર રહેવાનું સદ્‌ભાગ્ય ત્રિભુવનને મળ્યું હતું. આ બનાવ બાલ્યવય ધરાવતા ત્રિભુવનના વ્યક્તિત્વને સમજવામાં ઠીકઠીક ઉપયોગી થાય, એવો નથી શું? સંમેલન વખતે પ્રતિદિન પૂ.ઉપાઘ્યાય શ્રીવીરવિજયજી મહારાજાની નિશ્રામાં ત્રિભુવનને પ્રતિક્રમણ કરવાનો લાભ મળતો.
‘પુત્રનાં લક્ષણ પારણામાં’ આ કહેવતને સાચું પડતું ત્રિભુવનનું બાળપણ આ જાતનું હતું. જે બુદ્ધિપ્રતિભા, જે પ્રતિષ્ઠા, અને જે વ્યક્તિત્વની સિદ્ધિ માટે આજે ૨૫/૩૦ વર્ષની વયમાં પણ ટૂંકી પડે, એ સિદ્ધિનાં શિખરો ત્રિભુવને ૧૬/૧૭ વર્ષની નાની વયમાં જ કરી નાંખ્યાં હતાં.
- વિજયપૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મ.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved