Last Update : 23-August-2012,Thursday

 
કળિયુગમાં મોક્ષનો સરળ માર્ગ એટલે ચમત્કારિક ૐકાર ચાલીસા

આજનો યુગ જેને કળિયુગ તરીકે ઓળખવામાં આવે છે. આ યુગમાં ચોતરફ વિશ્વભરમાં અશાંતિ અને આંધળી દોડ ફેલાયેલી છે. મનુષ્ય પોતાના જીવનનિર્વાહ અને પોતાના જીવનને ઝડપી દોડમાં લઈ જઈ એક નવી હરિફાઈ મનુષ્યએ મનુષ્યની સામે ઊભી કરી છે. હરિફાઈ એ છે કે હું વધારે ધનિક હોઉં, મારા સંતાનો ખૂબ જ હોંશિયાર બને, જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય કથળે નહિ અને મનમાં શાંતિ રહે તેમજ મોક્ષમાર્ગ પર આપણે આગળ વધી શકીએ એવી દરેક મનુષ્યને ઇચ્છા હોય છે. કોઈપણ જાતિ કે ધર્મમાં જન્મ લેનાર કોઈપણ મનુષ્યને મોક્ષની ખેવના રહેલી જ હોય છે. પરંતુ મોક્ષ મેળવવા માટે ઘ્યાનની અઘરી અને પુષ્કળ સમય માંગી લેતી એવી સાધનામાર્ગ પર આજના આઘુનિક યુગમાં ચાલવાનું એ દરેક મનુષ્ય માટે શક્ય બનતું નથી. મનુષ્યની આજની દોડધામની જીંદગીમાં ભૌતિકતામાં રહીને ઈશ્વરનાં દર્શન કરી શકે અને મોક્ષમાર્ગનો રસ્તો એના માટે સરળ બને એ જરૂરી છે.
૨૦૦૮, ૫મી ઓક્ટોબરનાં દિવસે છત્રીસ વર્ષનો યુવક મારી પાસે આવ્યો. એ યુવકે મને જણાવ્યું કે ગુરૂજી હું એક મોટી કંપનીમાં સી.એ. તરીકેની ફરજ નીભાવુ છું. આર્થિક રીતે સઘ્ધર છું પરંતુ મારે આઘ્યાત્મિક પણ સરળ એવા રસ્તાના માઘ્યમથી મોક્ષનાં રસ્તાનો માર્ગ ખુલે એવી મારી દિલની કામના છે. એણે આગળ જણાવ્યું કે હું મારા આર્થિક જીવનથી સંતુષ્ટ છું પણ હજી આર્થિક ઉન્નતિ માટેની દિશામાં દોડતો જ રહું છું પણ છતાંય મારી અંદર જીવનમાં મોક્ષ મેળવવાની તમન્ના મારે રોમે રોમે ભરેલી છે. હું દિક્ષા લઈ સાઘુ બની શકું એમ નથી અને આર્થિક રીતે મારા કામને છોડી દઉં એ પણ શક્ય નથી કારણ કે મારે નાના-નાના બે બાળકો છે. તો આપ મને મોક્ષનો સહજ અને સરળ માર્ગ હોય તો બતાવો.
છત્રીસ વર્ષનાં યુવકની વાત સાંભળી મારુ હૃદય ભાવવિભોર થઈ ગયું. મોક્ષ મેળવવાની એની તાલાવેલી જોઈને જ મને એના માટે માન થયું. મેં એને મારી સાધનાનાં માર્ગ ઉપર થયેલ ઈશ્વરીય શક્તિનાં સાક્ષાત્કાર વખતે મને એ તેજોમય ચમત્કારિક દર્શનથી મારામાં પ્રગટેલા શબ્દોથી જેની રચના થઈ એ મોક્ષમાર્ગ તેમજ સર્વ કષ્ટ દૂર કરનાર ૐકાર ચાલીસા અને વિશ્વમાં દરેક મનુષ્યનાં જીવનમાં શાંતિ પ્રસરે એ માટેનો વિશ્વશાંતિ મંત્ર એ યુવાનને આપ્યો. આજે ૮૦,૦૦૦ થી વઘુ લોકો નિત્ય વિશ્વશાંતિ મંત્ર અને ૐકાર ચાલીસા નિત્ય કરે છે. મારા જીવનની એક માત્ર ઈચ્છા છે કે કરોડો લોકો નિત્ય ૐકાર ચાલીસાને કરી પોતાની આઘ્યાત્મિક, ભૌતિક, શારીરિક જેવા વિવિધ તાપો દૂર કરે. આ ૐકાર ચાલીસા કઈ રીતે કરવો તેની સમજૂતી નીચે પ્રમાણે છે.
વિશ્વશાંતિ મંત્ર ઃ ।। ૐ શાંતિ શાંતિ વિશ્વમાન કુરુ કુરુ વામ સ્વાહા ।।
ઉપરનો મંત્ર ૨૭ વખત ગણવો.

ૐકાર ચાલીસા


જય ઓમકાર સૃષ્ટિ કે કર્તા, નાદબ્રહ્મ ત્રિભુવન કે ભર્તા ।।૧।।
તીન ગણોં કે તુમ હો સ્વામી, પરમપિતા હે અંતર્યામી ।।૨।।
શાસ્ત્ર-પુરાન અક્ષર કે આદિ, બ્રહ્મા, હરિ, હર ઔર સનકાદિ ।।૩।।
જપત નિરંતર ૐ કી માલા, સૃજક, સંહારક ઔર રખવાલા ।।૪।।
સર્વ મંત્ર મેં ૐ હૈ આગે, કુંડલિની મૂલ સે જાગે ।।૫।।
ૐ જપત હી ઘ્વનિ વો જાગે, ભૂતપિશાચ મૂઠ લઈ ભાગે ।।૬।।
શબ્દ-સૂર સબ ૐ સે પ્રકટત, ૐ કાર હૈ નાદ અનાહત ।।૭।।
યોગી ઘ્યાન મેં રટે નિરંતર, ૐ હૈ સત્ય, શિવ ઔર સુંદર ।।૮।।
રિદ્ધિ, સિદ્ધિ હૈ ૐ કી દાસી, પડે નહીં ગલ જમકી ફાંસી ।।૯।।
ગ્રહદશા સબ ૐ સુધારે, જીવન મેં હો વારે ન્યારે ।।૧૦।।
મન-કર્મ-વચન હી હોવે શુદ્ધિ, પ્રગટે ૐ સે સબ સદ્‌બુદ્ધિ ।।૧૧।।
આત્મ-અનાત્મ વિવેક જગાવે, અંતઃકરણ કે દોષ મિટાવે ।।૧૨।।
અગમ-નિગમ કે ભેદ બતાવે, પંિડ મેં હી બ્રહ્માંડ દિખાવે ।।૧૩।।
પ્રણવ મંત્ર કી મહિમા ભારી, જપો સદૈવ ૐ નરનારી ।।૧૪।।
ૐ નમઃ કા મંત્ર જો ઘ્યાવે, તીન લોક કી સંપત ધરાવે ।।૧૫।।
ૐ ત્રિત્રાંશ ક્રિયા કી શક્તિ, ઈસી જન્મ મેં દે દે મુક્તિ ।।૧૬।।
જીવન મેં ભર દેતા ઊર્જા, ૐ સા મંત્ર નહીં કોઈ દૂજા ।।૧૭।।
ૐ કાર હૈ પ્રાણ ચેતના, સુર-નર-મુનિવર કરે વંદના ।।૧૮।।
પ્રણવમંત્ર હૈ ગુરૂ સમાના, તિમિર મિટાવે જો અજ્ઞાના ।।૧૯।।
જ્ઞાન પ્રકાશ હૃદય મેં કર દે, ચિદાનંદ અંતરમેં ભર દે ।।૨૦।।
સાત ચક્રોં કા કર દે ભેદન, બ્રહ્મરંધ્ર મેં હો પ્રાણ કા સ્થાપન ।।૨૧।।
યોગશક્તિ કા ૐ હૈ દ્યોતક, સત-ચિત્ત આનંદ કા હૈ વાચક ।।૨૨।।
વેદ ઉવાચ હરિ ૐ તત સત્‌, જગ હૈ મિથ્યા ૐ હી હૈ સત ।।૨૩।।
ૐ હૈ ગંગાજલ સા પાવન, કર દેતા હૈ શુદ્ધ જો તન-મન ।।૨૪।।
ૐ કાર હૈ ચક્ર સુદર્શન, કાટે સર્વ પાપ કે બંધન ।।૨૫।।
દ્રશ્ય પદારથ સર્વ વિનાશી, કાલાતીત ૐ અવિનાશી ।।૨૬।।
ૐ કાર કો રામને ઘ્યાયા, જનક સભા મેં ધનુષ ઉઠાયા ।।૨૭।।
ગોવંિદ ને જબ ગીતા ગાઈ, ૐ ને અપની પહચાન બતાઈ ।।૨૮।।
નિરાકાર-સાકાર મેં રાજે, સૃષ્ટિ કે કણ-કણમાં વિરાજે ।।૨૯।।
ધર્મ-અર્થ, કામ ઔર મુક્તિ, ૐ સે મિલે સર્વ સંતુષ્ટિ ।।૩૦।।
ૐ કે બિના હૈ યજ્ઞ અપૂર્ણ, ૐ સે હી સ્વાહા સંપૂર્ણ ।।૩૧।।
ૐ કાર કો જિસને ઘ્યાયા, લગી ઉસે ના જગ કી માયા ।।૩૨।।
લખચોરાસી ફંદ છુડાયા, મોક્ષદ્વાર પે ૐ લે આયા ।।૩૩।।
પંચમહાભૂતો મેં સમાયા, ચારો અંતઃસ્કરણ મેં છાયા ।।૩૪।।
ૐ કાર ગાયત્રી વિધા મેં, અમર તત્ત્વ હૈ ૐ સુધા મેં ।।૩૫।।
ૐ કાર જો ગાવે નિસદિન, સારે કષ્ટ મીટે હર પલ છીન ।।૩૬।।
શંકર કે ડમરુ મેં ગાજે, કૃષ્ણ કી મુરલી મેં બાજે ।।૩૭।।
પાશ્વૅનાથ ભગવાન કે ભીતર, ગુંજે મંત્ર ૐ હી નિરંતર ।।૩૮।।
‘‘ૐ ૠષિ’’ સમાન સર્વ આત્મા, ૐ હૈ સૂર્ય સરિસ પરમાત્મા ।।૩૯।।
જો યે પઢે ૐ કાર ચાલીસા, સર્વ કાર્ય હો સિદ્ધ હંમેશા ।।૪૦।।
।। ૐ નમઃ ।।

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved