Last Update : 23-August-2012,Thursday

 

ભીમે કુંતીને કહ્યું કે પૃથ્વી પર બકાસુર જેવા રાક્ષસોનો રાફડો ફાટે તો સારું !

- આકાશની ઓળખ

 

એકચક્રા નગરીમાં ભિક્ષુકના વેશમાં બ્રાહ્મણને ત્યાં નિવાસ કરતાં પાંડવોની માતા કુંતી વિચારે છે કે જીવનમાં એક રહસ્યના રક્ષણ માટે કેટકેટલા કિલ્લાઓ રચવા પડે છે. કોઈ વાતને ગુપ્ત રાખવા માટે જીવનમાં મનને મારીને કે હૃદય પર પથરો મૂકીને કેવું કેવું કરવું અને જીવવું પડે છે ! આમ વિચારતી કુંતીના મનમાં એકાએક સૂર્યપૂત્ર તેજસ્વી કર્ણનું સ્મરણ થાય છે અને એ કર્ણની પ્રસૂતિ પૂર્વેના અને એ પછીના જીવનમાં કેટકેટલાં રહસ્યો ગોપવીને એને સતત જીવવું પડે છે, એનો વિચાર કરે છે.
ક્યારેક એને એમ પણ થાય છે કે ગાંધારી જેવું સ્પષ્ટ અને નિર્ભીક જીવન જીવવા મળે તો કેવું સારું. હૃદયની વાત તત્કાળ વચનમાં આવી શકે. પરંતુ વિધિએ પહેલેથી જ પોતાના જીવનમાં ડગલેને પગલે એવી ઘટનાઓ સર્જી છે કે જેને માટે એને પ્રાણાન્તે પણ એનું રહસ્ય જાળવવું પડે. આ રહસ્ય જાળવવા માટે આજે રાજવૈભવને છોડીને જંગલમાં ઠેર ઠેર આમ તેમ અજ્ઞાત રહીને ભટકવું પડે છે.
જાતવાન અશ્વોથી કુશળ સારથી દ્વારા ચલાવાતા રથને બદલે ઝાડીઝાંખરાવાળાં વનમાં પગપાળા ચાલવું પડે છે. મહેલમાં તો ચોપાસ રક્ષકો અને સેવકો હોય અહીં એની પાસે કોઈ રક્ષકો કે સેવકો નથી. માત્ર જંગલના હંિસક પશુઓ કે નગરમાં વસતા દૈત્યો છે. સ્થાયી નિવાસને બદલે ક્યારેક આવા ઉદારચિત્ત બ્રાહ્મણના નિવાસમાં, તો ક્યારેક જંગલમાં પર્ણકુટિ બાંધીને રહેવું પડે છે.
શું જંિદગી એક છલ (પ્રપંચ) છે ? એક બાજુ કુળની સગાઈ ધરાવતા પિતા સમાન મહારાજ ઘૃતરાષ્ટ્ર, બંઘુસમાન દુર્યોધન અને દુઃશાસન મારાં વહાલા પુત્રોની ક્રૂર હત્યા કરવા માટે અનેક દાવપેચ લડાવીને એમનો પીછો કરી રહ્યા છે. એમના મુખમાં પારાવાર મઘુરતા છે, પણ હૃદયમાં હળાહળ ઝેર છે. એમના ચહેરા પર સ્નેહનો આડંબર છે, કંિતુ ભીતરમાં પારાવાર દ્વેષ છે.
ઓહ ! જંિદગીમાં આવી કેટલીક છલના જોવા મળશે અને કેટલા પ્રપંચના શિકાર થવું પડશે ? કુંતીનું હૈયું પાંડુપુત્રોના સ્નેહ જોઈને અતિ પ્રસન્નતા અનુભવતું હતું, તો ક્યારેક એમની વર્તમાન દશા જોઈને એના હૈયામાં વેદનાના શૂળ ભોંકાતા હતા.
ભલભલા મહારથીને પરાજિત કરે એવી એમની વીરતા જોઈને માતા તરીકે ગૌરવ થતું હતું, ક્યારેક વિચારતી કે વિધાતા ખુદ એની સામે પ્રપંચ ખેલી રહી છે. એની છલના કરે છે. કશુંક એક હાથે આપે છે અને બીજે હાથે નિર્દય બનીને ઝૂંટવી લે છે.
એ બોલી ઊઠે છે, ‘રે દૈવ ! આમાંથી ક્યારે મુક્તિ મળશે ?’
‘માતા ! દૈત્યથી મુક્તિ મળી ગઈ.’ આમ બોલતો ભિક્ષુક વેશધારી ભીમ ઘરમાં પ્રવેશ્યો અને માન્યું કે માતા દૈત્ય બકાસુરથી પ્રજાને મુક્તિ અપાવવાની વાત કરે છે, એટલે એણે તરત જ માતા કુંતીના શબ્દોનો વળતો ઉત્તર આપ્યો.
કુંતી ચમકી. દોડીને ભીમ પાસે ગઈ અને માથા પર વહાલથી હાથ ફેરવતા ઝીણી આંખે જોવા લાગી કે એના શરીર પર કોઈ ઘા તો પડ્યા નથી ને ! બકાસુરે એના પર પ્રહાર કરીને એના મસ્તકને ઈજા તો પહોંચાડી નથી ને ! સામસામા યુદ્ધમાં કદાચ જમીન પર પછાડીને એણે ભીમના કોઈ અંગને મરોડી તો નથી નાખ્યું ને ! માતા કુંતીએ પુત્રને છાતીસરસોં ચાંપ્યો અને પૂછ્‌યું,
‘બેટા, અમને સહુને તારી ખૂબ ચંિતા થતી હતી. તારા બળ પર શ્રદ્ધા હતી, પણ માયાવી રાક્ષસ કોઈ પ્રપંચ રચશે તો શું થશે એની ચંિતા પણ હતી. બેટા, તું હેમખેમ પાછો આવ્યો એ માટે ઈશ્વરનો પાડ માનું છું. કહે, કેવો અનુભવ રહ્યો તારો ?’
ભીમે ટીખળ કરતાં કહ્યું, ‘માતા, ન પૂછો વાત. મને તો એટલી બધી મજા આવી કે એમ થયું કે આ પૃથ્વી પર રાક્ષસોનો રાફડો ફાટે તો તારા ભીમને ખૂબ આનંદ થઈ જાય.’
નકુલને ભીમની વાત સમજાઈ નહીં એટલે પૂછ્‌યું, ‘જ્યેષ્ઠબંઘુ, આપના આ વચનો હું સમજી શકતો નથી. રાક્ષસો તો આતતાયી હોય છે. જો એ વધે તો એનો અત્યાચાર વધે, માણસોને ભયમાં જીવવું પડે અને નિર્દોષોનાં લોહી રેડાય.’
ભીમ બોલ્યો, ‘અલ્યા નકુળ, તને બઘું નકારાત્મક જ દેખાય છે. જરા સહદેવની પાસે તારું શુભ ભાવિ જોવડાવી લે.’
સહદેવ ચૂપ રહ્યો, પણ અર્જુને કહ્યું, ‘જ્યેષ્ઠબંઘુ, તમારી મલ્લવિદ્યાની કસોટી માટે તમે આવું વિચારો છો, ખરું ને ! અમારી સાથે તમે લડી શકો નહીં. લડવા માટે તમારે કોઈ જોઈએ. બાંધવ દુર્યોધન તો મળે તેમ નથી એટલે રાક્ષસોનો વિચાર કરો છો ને !’
કુંતી ખડખડાટ હસી પડી. એ જોઈને યુધિષ્ઠિરે પૂછ્‌યું, ‘માતા, અમારી સાથે વાત કરતાં તમે હંમેશાં ગંભીર રહો છો અને ભીમ સાથે ખડખડાટ હસો છો. આવો ભેદ શા માટે ?’
કુંતીએ કહ્યું, ‘આનો ભેદ એટલો જ કે તમે ચારે ભાઈઓ સતત ભીમસેનની સાથે રહો છો, પણ એને ઓળખી શક્યા નથી. ભીમસેનને રાક્ષસો ગમતા નથી, પરંતુ રાક્ષસોના અત્યાચારનો નાશ કરવા માટે વિપુલ સંખ્યામાં મળતા લાડુ આદિ મિષ્ટાન્નમાં રસ છે. વળી આમ થાય તો મને ય ગમે. તમને મળતી ભિક્ષામાંથી તમે ચાર બાંધવો એક ભાગમાંથી ભોજન કરો છો અને બાકીનો અડધો ભાગ ભીમને આપવો પડે છે. એ નહીં ખાય અને તમને વધારે ભોજન મળશે.’
યુધિષ્ઠિરે દેખાવની ગંભીરતા ધારણ કરીને કહ્યું, ‘તો તો પછી અમારે ઘેર ઘેર ભિક્ષા યાચવા જવું નહીં પડે. માત્ર એક જ ઘરની ભિક્ષા અમને ચારે બાંધવોને પૂરતી થશે.’
ભીમે કુંતી તરફ ફરિયાદ કરીને કહ્યું, ‘માતા, હું ખાઉધરો છું એમ કહે છે એ બરાબર નથી. એમ કહે કે આ બિચારા મારા બાંધવો ખાવામાં નબળા અને નાનકડા પેટવાળા છે એટલે મારે વધારે ખાવું પડે છે. વળી હું માત્ર ખાતો નથી, પચાવી પણ જાણું છું. આ બધા તો નથી ખાઈ શકતા કે નથી ભોજન પચાવી શકતા. ઓહોહો, કેવા બિચારા !’
ભાઈઓ તરફ લાચારી પ્રગટ કરતો ભીમ બોલ્યો અને એ સાંભળીને બધા હસી પડ્યા. કુંતીએ અનુભવ્યું કે આ સંતાનોનું સુખ કેવું આનંદદાયી છે. આવી કઠિન પરિસ્થિતિમાં પણ માતાની કેટલી બધી સંભાળ લે છે અને પરિવારમાં આનંદવાર્તા ચાલતી હોય ત્યારે પ્રસન્નતાનો કેવો સાગર છલકાતો હોય છે. એ પછી ભીમે બકાસુરને કઈ રીતે માર્યો એની વાત કરી.
એના પરાક્રમની વાત સાંભળીને પાંડુપુત્રો ઉત્તેજિત થઈ ગયા. પોતાના બળવાન બાંધવની શક્તિ પર ગર્વ અનુભવવા લાગ્યા. લાક્ષાગૃહમાંથી બચાવનારો ભીમ અને જંગલોમાં શ્રમિત માતા અને થાકેલા ભાઈઓને પોતાના બાવડા પર ઊંચકનારા ભીમના બળનો ખ્યાલ માત્ર એના બાંધવોને જ હતો, પરંતુ એક ભયાવહ અને અત્યાચારી દૈત્યને હણી શકે એવું ભીમનું સામર્થ્ય જોઈને સહુને ગર્વ થયો. યુધિષ્ઠિરે કહ્યું, ‘ભીમસેન, આ જ્યેષ્ઠબંઘુ હવે તારી વીરતા પર પ્રસન્ન થયા છે અને તને ભિક્ષામાં વઘુ ભાગ મળે તે અંગે વિચારી રહ્યા છે.’
ભીમે લાડથી કુંતીને કહ્યું, ‘માતા, મારા જ્યેષ્ઠબંઘુ તો થોડી ભિક્ષા વઘુ આપવાની વાત જાણે રાજ્ય આપતા હોય તે રીતે કરે છે.’
અર્જુને જરા તોરથા કહ્યું, ‘માતા, અમારા જ્યેષ્ઠ બાંધવ યુધિષ્ઠિર તો હસ્તિનાપુરના યુવરાજ છે. એ ધારે તો તમને રાજ પણ આપી શકે.’
ભીમે કહ્યું, ‘મારે રાજ જોઈતું નથી. મને તો દુષ્ટ દુર્યોધનને એણે આચરેલી દુષ્ટતાની સજા કરવાની અનુમતિ આપો એટલે હું કુતાર્થ થઈ જઈશ.’
કુંતીએ કહ્યું, ‘બેટા, મહર્ષિ વ્યાસનાં વચનો પર આપણે વિશ્વાસ રાખીએ છીએ અને એમના કહેવા પ્રમાણે દુષ્ટોનું દમન થશે અને શુભ પ્રવર્તશે એમાં શ્રદ્ધા રાખવી જોઈએ.’
‘તો પછી તથાસ્તુ’ એમ કહીને ભીમે જોરથી જમીન પર હાથ પછાડ્યો. (ક્રમશઃ)
-કુમારપાળ દેસાઈ

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved