Last Update : 23-August-2012,Thursday

 

અપાર ઐશ્વર્યવાન ભગવાન શ્રીકૃષ્ણ અને અતિ દરિદ્રી બ્રાહ્મણ સુદામાની અજોડ મૈત્રી

- વિચાર વીથિકા

- સુદામાનો થાક ઉતારવા એમના પગ દબાવી રહેલા શ્રીકૃષ્ણ સુદામાના પગમાં વાગેલા કાંટા-કાંકરાથી ઘવાયેલા પગ નિહાળી અશ્રુધારા વહાવી

 

મૈત્રી એક ઉમદા ભાવ છે. મિત્રતા બે વ્યક્તિના હૃદયને જોડી રાખનારો સેતુ છે. તે પ્રેમસંબંધથી ્‌પ્રકટતું અમૃત છે. સંબંધોમાં એક મૈત્રી એવો સંબંધ છે જ્યાં અમીર-ગરીબ, ઊંચ-નીચ એવા કોઇ ભેદભાવો રહેતા નથી. જ્યાં એવા ભેદભાવો જોવા મળે ત્યાં સાચી મૈત્રી નથી એમ સમજવું. મિત્રતાની વાત આવે એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાનું સ્મરણ થયા વિના ના રહે.
ઉજ્જૈનમાં સાંદીપનિ મુનિના આશ્રમમાં ગુરુકુલવાસ સેવી વિવિધ વિદ્યા- જ્ઞાન ઉપાર્જિત કરવા ગયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને સુદામા નામના બ્રાહ્મણ સુત સાથે મૈત્રી થઇ હતી. સુદામા બાળપણથી જ વિદ્વાન, વિરક્ત, શાંત અને જિતેન્દ્રિય હતા. વિદ્યાભ્યાસ પૂરો થઇ ગયા પછી બન્ને પોતપોતાના ઘેર જતા રહ્યા પછી વર્ષો સુધી એમને મળવાનું થયું જ નહીં. એક તરફ શ્રીકૃષ્ણ દ્વારિકાના રાજરાજેશ્વર બન્યા તો બીજી તરફ સુદામા એક નાના સરખા ઝૂંપડામાં રહી દરિદ્રતાની વિકટ પરિસ્થિતિનો ભોગ બન્યા. પણ એમની ઈશ્વરભક્તિ, તપશ્ચર્યા તો એવા ને એવા જ રહ્યા. એક વાર એવું બન્યું કે ઘરમાં અનાજનો દાણો ન રહ્યો. સુદામાના બાળકો ભૂખે ટળવળવા લાગ્યા. સુદામાની પત્નીથી આ સહન ન થયું એટલે તેણે સુદામાને વિનંતી કરે- ‘તમે કહો છો કે દ્વારિકાના રાજેશ્વર શ્રીકૃષ્ણ તમારા મિત્ર છે. તો તમે એમની પાસે કેમ નથી જતા? આપણા દુઃખની વાત કરો તો તે જરૂર કંઇક સહાય કરશે. સાચો મિત્ર તો તમારા સુખ-દુઃખમાં ભાગીદાર થાય જ.’ સુદામાએ તેમની પત્નીને જવાબ આપ્યો- ‘તને ખબર છે કે મેં ‘અયાચક વ્રત’ લીધેલું છે એટલે હું ક્યારેય કોઇની પાસે કશું માગતો નથી. આપણા કર્મના ફળરૂપે સારા-નરસા દિવસો તો આવતા રહે. આપણું કામ તો પ્રભુની ભક્તિ કરવાનું છે. કોઇની પાસે કશી અપેક્ષા રાખવી એ યોગ્ય નથી.’ સુદામાની પત્નીએ સુદામાને ફરી કાકલૂદીભર્યા સૂરે કહ્યું- ‘આપણી વાત તો બરાબર છે. પણ આ ભૂખ્યા બાળકોની સામે તો જુઓ. હું ક્યાં કહું છું કે તમે શ્રીકૃષ્ણ પાસે કશું માંગજો. તમે માત્ર એમને મળો. તમારા વગર માંગ્યે એ તમને આપશે. મિત્રને એના મિત્રની દશાની ખબર પડી જ જાય છે.’
છેવટે સુદામાએ પત્નીની વાત માની લીધી. તેમણે તેમની પત્નીએ કહ્યું- ‘હું વર્ષો બાદ મિત્રને મળવા જઉં છું તો ખાલી હાથે કઇ રીતે જઉં?’ સદામાના ઘેર તો કંઇ હતું જ નહીં તો એમની પત્ની સુદામાને શું આપે? તે પડોસમાંથી ચારેક મુઠ્ઠી જેટલા પૌંઆ લઇ આવી અને સુદામાને એમની પોતડીના છેડે બાંધી આપ્યા. સુદામા ખુલ્લા પગે ચાલતા ચાલતા દ્વારિકા પહોંચ્યા. સોનાના મહેલોથી બનેલી દ્વારિકાની જાહોજલાલી જોઇને તે અંજાઇ જ ગયા. એમાંય શ્રીકૃષ્ણના ગગનચુંબી સ્વર્ણમહેલ પાસે આવ્યા ત્યારે તો શ્રીકૃષ્ણના ઐશ્વર્યને નિહાળી અવાચક બની ગયા. ફાટેલા તૂટેલા કપડાવાળા, પગમાં પગરખા વિનાના, ભૂખથી હાડપીંજર જેવા થઇ ગયેલા દેહવાળા ભિખારી જેવા દીદારવાળા સુદામાએ જ્યારે શ્રીકૃષ્ણને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે દ્વારપાળે તો તેમને અર્ધપાગલ- ચક્રમ જ સમજી લીધા. પણ તેમ છતાં તે સંદેશો આપવા શ્રીકૃષ્ણ પાસે આવે તે પહેલાં તો અદ્‌ભુત ઘટના બની. દ્વાર પાસે હીંડોળા પર ઝૂલી રહેલા શ્રીકૃષ્ણના કાનમાં જ્યાં ‘સુદામા’ નામ પડ્યું તે સાથે તે ચાલુ હીંચકે કૂદકો મારીને નીચે ઉતર્યા અને દરવાજા તરફ દોડ્યા. બન્ને હાથ લાંબા કરી સુદામા પાસે પહોંચીને તેને ભેટી પડ્યા.
પછી સુદામાનો હાથ પકડી તેને મહેલમાં લઇ આવ્યા. તેમને સોનાના ઊંચા બાજઠ પર બેસાડી તેમના પગ દબાવવા માંડ્યા. જુદી જુદી પટરાણીઓને સુદમાના સ્વાગત અને સરભરા માટે કામે લગાડી દીધી. એક પટરાણીને સુદામાના પગ ધોવા માટે પાણી નવશેકુ ગરમ કરવા મોકલી દીધી. તે જળની ઝારી ભરીને પાછી આવી તો એક વિરલ દ્રશ્ય જોયું! સુદામાનો થાક ઉતારવા એમના પગ દબાવી રહેલા શ્રીકૃષ્ણ સુદામાના પગમાં વાગેલા કાંટા-કાંકરાથી ઘવાયેલા પગ નિહાળી અશ્રુધારા વહાવી રહ્યા છે! શ્રીકૃષ્ણના આંસુથી જ સુદામાના પગ ધોવાઇ રહ્યા છે! કવિ નરોત્તમદાસે ‘સુદામાચરિત’ નામના કાવ્યમાં સુંદર પંક્તિઓમાં આનું વર્ણન કર્યું છે- ‘ઐસે બિહાર બિવાઇનસોં, પગ કંટકજાલ ગડે પુનિ જોયે । હાય મહાદુઃખ પયો સખા તુમ, આયે ન કિતૈ દિન ખોયે ।। દેખિ સુદામાકી દીનદશા કરુના કરકે કરુનાનિધિ રોયે । પાની પરાત કો હાથ છુયો નહિ, નૈનન કે જલ સોં પગ ધોયે ।।’
બત્રીસ જાતના શાક અને છત્રીસ જાતના પકવાનવાળું ભોજન આરોગ્યા પછી પલંગ પર સાથે બેસી બાળપણની ગપસપ કરતાં કરતાં શ્રીકૃષ્ણે સુદામાની પૌંઆવાળી પોટલી ખેંચી એમાંથી જાતે પૌંઆ પણ આરોગી લીધા. પૌંઆ આરોગતા આરોગતા મનોમન સંકલ્પ કરી સુદામાને માટે પોતાના જેવો મહેલ બનાવી દેવા વિશ્વકર્માને આજ્ઞા કરી. પોતાના જેટલી જ સંપત્તિ અને વૈભવ મળે એવો પ્રબંધ કરાવ્યો. સુદામાનું અયાચક વ્રત તૂટે નહીં એ માટે સુદામાને કહ્યા વિના જ ભગવાને આ બઘું આપી દીઘું. જોકે મજાની વાત એ છે કે ઘેર પાછા ફરતાં સુદામાના મનમાં લેશમાત્ર એવો રંજ થયો નથી કે આટલા ઐશ્વર્યવાન શ્રીકૃષ્ણે મને કશું આપ્યું નહીં! ઊલટું, એમને આનંદ થયો છે કે ભગવાને મને કેટલો બધો પ્રેમ આપ્યો!! ‘‘અહો બ્રહ્મણ્યદેવસ્ય દ્રષ્ટા બ્રહ્મણ્યતા મયા । યદ્‌ દરિદ્રતમો લક્ષ્મીમાશ્વ્લિષ્ટો બિભ્રતોરસિ ।। અરે! મેં ભગવાનની ભગવત્તા જોઇ. લક્ષ્મીને વક્ષઃસ્થળમાં ધારણ કરતા ભગવાને મને દરિદ્રીને આલંિગન આપ્યું!’ જોકે ઘેર ગયા પછી તેમને ખબર પડી કે એમના પરમ મિત્રે એમને કહ્યા વિના એમના જેટલી જ સંપત્તિ એમને આપી દીધી છે! સાચી મિત્રતા આવી હોય!!
- દેવેશ મહેતાનિહાળી અશ્રુધારા વહાવી રહ્યા છે! શ્રીકૃષ્ણના આંસુથી જ સુદામાના પગ ધોવાઇ રહ્યા છે! કવિ નરોત્તમદાસે ‘સુદામાચરિત’ નામના કાવ્યમાં સુંદર પંક્તિઓમાં આનું વર્ણન કર્યું છે- ‘ઐસે બિહાર બિવાઇનસોં, પગ કંટકજાલ ગડે પુનિ જોયે । હાય મહાદુઃખ પયો સખા તુમ, આયે ન કિતૈ દિન ખોયે ।। દેખિ સુદામાકી દીનદશા કરુના કરકે કરુનાનિધિ રોયે । પાની પરાત કો હાથ છુયો નહિ, નૈનન કે જલ સોં પગ ધોયે ।।’
બત્રીસ જાતના શાક અને છત્રીસ જાતના પકવાનવાળું ભોજન આરોગ્યા પછી પલંગ પર સાથે બેસી બાળપણની ગપસપ કરતાં કરતાં શ્રીકૃષ્ણે સુદામાની પૌંઆવાળી પોટલી ખેંચી એમાંથી જાતે પૌંઆ પણ આરોગી લીધા. પૌંઆ આરોગતા આરોગતા મનોમન સંકલ્પ કરી સુદામાને માટે પોતાના જેવો મહેલ બનાવી દેવા વિશ્વકર્માને આજ્ઞા કરી. પોતાના જેટલી જ સંપત્તિ અને વૈભવ મળે એવો પ્રબંધ કરાવ્યો. સુદામાનું અયાચક વ્રત તૂટે નહીં એ માટે સુદામાને કહ્યા વિના જ ભગવાને આ બઘું આપી દીઘું. જોકે મજાની વાત એ છે કે ઘેર પાછા ફરતાં સુદામાના મનમાં લેશમાત્ર એવો રંજ થયો નથી કે આટલા ઐશ્વર્યવાન શ્રીકૃષ્ણે મને કશું આપ્યું નહીં! ઊલટું, એમને આનંદ થયો છે કે ભગવાને મને કેટલો બધો પ્રેમ આપ્યો!! ‘‘અહો બ્રહ્મણ્યદેવસ્ય દ્રષ્ટા બ્રહ્મણ્યતા મયા । યદ્‌ દરિદ્રતમો લક્ષ્મીમાશ્વ્લિષ્ટો બિભ્રતોરસિ ।। અરે! મેં ભગવાનની ભગવત્તા જોઇ. લક્ષ્મીને વક્ષઃસ્થળમાં ધારણ કરતા ભગવાને મને દરિદ્રીને આલંિગન આપ્યું!’ જોકે ઘેર ગયા પછી તેમને ખબર પડી કે એમના પરમ મિત્રે એમને કહ્યા વિના એમના જેટલી જ સંપત્તિ એમને આપી દીધી છે! સાચી મિત્રતા આવી હોય!!
- દેવેશ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved