Last Update : 23-August-2012,Thursday

 

એક મસ્ત પ્રાર્થના

જીવનના દરેક તબક્કે બીજાનો વિચાર કરું એ શક્તિ પ્રભુ ! મને દે જે.

- અમૃતની અંજલિ

 

પ્રકાશ !! સૃષ્ટિ માટે એ બહુ ઉપકારક તત્વ છે. પ્રકાશ પથરાય છે ત્યારે માનવો નિદ્રા ત્યજીને પોતપોતાનાં કામે ચડે છે, તો પ્રકાશ છે માટે લોકો જે ચીજ જ્યાં અને જેવી રીતે છે તે ચીજ ત્યાં અને તેવી રીતે નિહાળી શકે છે. અરે ! દીવડાનો-બલ્બનો પ્રકાશ પથરાય છે માટે ડ વ્યક્તિ ઊંડા ભૂગર્ભગહમાં કે ગુફામાં ય સરલતાથી આવન-જાવન કરી શકે છે.
અંધકાર !! સૃષ્ટિ માટે એ બહુ અવરોધક તત્વ છે. અંધકાર પથરાય છે ત્યારે વ્યક્તિને ચાલુ રહેલે કાર્યો અઘૂરાં છોડવાની ફરજિયાત જરૂર પડે છે, તો અંધકાર પથરાય ત્યારે સાવ નિકટ રહેલી ઉપયોગી ચીજ માટે માનવીને અથડાવું પડે છે- ભટકવું પડે છે. અરે ! મોટી ઉથલપાથલમાં ‘ઈલેક્ટ્રીસીટી’ ખોરવાય ત્યારે ‘ઓપરેશન’ પણ અઘૂરાં રહી જાય અને વ્યક્તિને જાનથી હાથ ધોવા પડે.
એક ઓર વાત અઘ્યાત્મનાં વિશ્વની વાત કરીએ તો, ત્યાં જ્ઞાનને પ્રકાશરૂપે ગણાયું છે અને અજ્ઞાનને અંધકારૂપે ગણાયું છે. ત્યાં જ્ઞાનરૂપી પ્રકાશના અનેકવિધ લાભો દર્શાવીને એને ઉપકારક તત્વ ગણાયું છે અને અજ્ઞાનરૂપી અંધકારના અનેકવિધ નુકસાનો દર્શાવીને એને અપકારક તત્વ ગણાયું છે. અરે ! પ્રાર્થના તો ત્યાં સુધી કરાઈ છે કે ‘‘ઊંડાં અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા...’’
આમ, વ્યાપક દષ્ટિએ નિહાળતાં એ સ્પષ્ટ થાય છે કે પ્રકાશ ઉપકારક બાબત છે અને અંધકાર અવરોધક બાબત છે. પણ અફસોસ ! કેટલીક વાર માનવી એવી રીતે વર્તે છે કે જાણે એ પ્રકાશનો પ્રતિપક્ષી હોય- ઘૂવડનો જ્ઞાતિબંઘુ હોય !! ઘૂવડ એક એવું પ્રાણી છે કે જેને દોસ્તી અંધકાર સાથે હોય છે અને દુશ્મની પ્રકાશ સાથે. સૂર્યપ્રકાશ પથરાય ત્યારે એની આંખે અંધાપો આવી જાય અને અંધકાર પથરાય ત્યારે એની આંખો ખૂલી-ખીલી ઊઠે. ઘૂવડને આ વિલક્ષણતા જન્મગત મળી હોય છે જેમાં એ ફેરફાર નથી કરી શકતું. જ્યારે પેલા ઘૂવડના જ્ઞાતિબંઘુઓને એવો કોઈ જન્મગત અભિશાપ નથી હોતો, માત્ર સ્વભાવનાં કારણે જ તેઓ અંધકારપ્રેમી બની જતાં હોય છે. જેઓ પ્રકાશપ્રેમી છે અને જેઓ અંધકારપ્રેમી છે અને બન્નેને સાથે આવરી લઈને ફિલ બોસ્મન્સના પુસ્તકની એક મજાની પંક્તિ આ રીતે અનુવાદિત કરાઈ છે કે ઃ-
‘‘એવા લોકો હોય છે
જે પ્રકાશ પાથરે છે
અને એવાય લોકો હોય છે
જે તમામ વસ્તુઓને અંધકારમય કરી દે છે.’’
અમને લાગે છે કે જે માત્ર ભોગપરસ્ત-મોજમજાપરસ્ત સ્વાર્થપરસ્ત નવી જીવનશૈલી વિકસી રહી છે એ પ્રકાશ પાથરવા તરફ નહિ, અંધકાર પાથરવા તરફની કેડી છે. એક વિચિત્ર યોગાનુયોગ ટાંકીએ તો આ નવી જીવનશૈલીની સ્થૂલ પ્રક્રિયામાં ય અંધકાર પ્રેમ અનાયાસે અભિવ્યક્ત થઈ જાય છે. ‘બર્થ ડે’ ઉજવણી !! કમાલ છે આ. જાણે કે આ સ્થૂલ પ્રક્રિયા કદાચ એ નિર્દેશ કરે છે કે ત્યાં ઘટનાત્મક પ્રક્રિયાઓમાં ન દેખાય તો ય અંધકારપ્રેમ બરકરાર હશે...
આની સામે સરખાવીએ આપણી સંતોષ પસ્ત-ત્યાગપરસ્ત- પરોપકારપરસ્ત જૂની જીવનશૈલી. એ અંધકાર પાથરવા તરફની નહિ, પ્રકાશ પાથરવા તરફની કેડી લાગશે. એક મજાનો યોગાનુયોગ ટાંકીએ તો આપણી પરંપરામાં માંગલિક પ્રસંગોમાં પ્રકાશ પ્રગટાવવાનું મહત્વ છે, પ્રકાશ નાબૂદ કરવાનું નહિ. ઉદાહરણરૂપે, મંદિર પ્રતિષ્ઠાના માંગલિક દિવસોમાં અખંડદીપક સ્થાપવાનું મહત્વ હોય છે, તો દીપાવલિ- નૂતન વર્ષ જેવા માંગલિક પ્રસંગોએ ઘરનાં દ્વારે દીવડાઓની શ્રેણી પ્રગટાવવાનું મહત્વ છે. આ સ્થૂલ પ્રક્રિયા લગભગ એ નિર્દેશ કરે છે કે અહીં જીવનની ઘટનાત્મક પ્રક્રિયાઓમાં પણ ન દેખાતો હોય તો ય પ્રકાશપ્રેમ બરકરાર હશે.
જ્યાં માત્ર પોતાનો સ્વાર્થ નિહાળવાની જ જીવનશૈલી છે એને અમે કહીએ છીએ અસંદિગ્ધપણે અંધકારપરસ્ત જીવનશૈલી. આવી જીવનશૈલીની સ્વામી વ્યક્તિઓ દરેક ઘટનામાં દરેક તબક્કે માત્ર પોતાનો સ્વાર્થ નિહાળશે. પછી ભલે એ સ્વાર્થ સલામત રાખવામાં સામી વ્યક્તિનું જીવન રખડતું-રઝળતું ને અંધકારમય બની જાય. એથી વિપરીત, જ્યાં અન્યોનો પણ વિચાર કરવાની જીવનશૈલી છે એને અમે કહીએ છીએ અસંદિગ્ધપણે પ્રકાશપરસ્ત જીવનશૈલી. આવી જીવનશૈલીની સ્વામી વ્યક્તિઓ, સર્જાતી અણધારી ઘટનાઓમાં બનતી શક્યતાઓ અન્યનું હિત સાચવીને એનું જીવન પ્રકાશમય બનાવવાની પૂર્ણ કોશિશ કરશે. પછી ભલે એ માટે પોતાનાં હિતનું-સુખનું કેટલેક અંશે બલિદાન પણ આપવું પડે.
જ્યારે જ્યારે આ પ્રકાશપરસ્ત જીવનશૈલીની માલિક વ્યક્તિઓના જીવનની કોઈ હૈયું ઝકઝોરતી પ્રેરક ઘટનાઓ જાણવા-નિહાળવા મળે ત્યારે અમારું હૈયું બાગબાગ થયા વિના રહેતું નથી અને એ પ્રેરણાપરબ સમી ઘટનાઓ સહૃદયી વાચકો સુધી પહોંચાડ્યા વિના કલમ રહેતી નથી. આજે આપણે અહીં નિહાળીએ એક પ્રકાશપરસ્ત પ્રેરક ઘટના કે જેમાં સ્વાર્થ શૂન્યસ્તરે છે અને અન્યનું હિત ‘એવરેસ્ટ’ સ્તરે છે. ઘટના કંઈક આવી છે ઃ
મુંબઈમાં વસતો એક સંપત્તિસમૃદ્ધ-સંસ્કારસમૃદ્ધ જૈન પરિવાર. સંપત્તિ કરતાંય સંસ્કારોની સમૃદ્ધિ ચડિયાતી હોવાથી પરિવારમાં સંપત્તિજન્ય કે જમાનાજન્ય કોઈ મોટાં-નુકસાનકારી દૂષણો પ્રવેશ્યા ન હતા. પરિવારના પરિચયમાં આવનારને એવો અહેસાસ જરૂર થતો કે અહીં સુખ-શાંતિની લહેરી છવાઈ છે. એ પરિવારની સુશીલ કન્યાનાં લગ્ન ગત વર્ષે લેવાયા. લગ્નનો દિવસ હતો તા. ૧૯-૧-૧૧ નો.
પણ... બધી ધારણાને ઘૂળમાં મેળવી દે અને અણધારી આફતની ઝંઝાઝડી વરસાવી દે એનું જ નામ તો સંસાર છે !! લગ્નની આગલી સાંજે તા. ૧૮ જાન્યુઆરીએ કન્યાને આંખમાં એકાએક કોઈ તકલીફ એવી થઈ ગઈ કે સદંતર દેખાતું બંધ થઈ ગયું, આંખે અંધાપો આવી ગયો. બીજે જ દિવસે લગ્ન હતા, એથી કન્યાની ચંિતા વધી ગઈ. એણે રાત્રે ‘મા’ ને વાત કરી. ‘મા’ એ તત્કાલ તો હૈયાધારણ આફીને કહ્યું ઃ ‘‘બહુ શ્રમનાં કારમે આ થયું હશે. તું અત્યારે શાંતિથી આરામ કરી લે. સવારે બઘું સરસ થઈ જશે.’’ પરંતુ અંદરથી તો ‘મા’ ખુદ સખત ચંિતાગ્રસ્ત બની ગઈ.
કન્યાએ ‘મા’ની સૂચના પ્રમાણે કર્યું. પરંતુ સવારે ઊઠતાં વેંત એને ખ્યાલ આવી ગયો કે ‘તકલીફ તો એજ ચાલુ છે. આ કામચલાઉ ‘રિએક્શન’ નથી, કાયમી સમસ્યા છે ! પોતાની સમગ્ર ભાવિ જંિદગી અંધકારમય બની જવાના મજબૂત ભય વચ્ચે સવાયી મજબુતાઈથી કન્યાએ પોતાના સંસ્કારોનું હીર ઝળકાવતી વાત ત્યાં ને ત્યાં જ માતા-પિતાને કરી ઃ ‘‘લગ્ન આજના જ છે. એથી સમય ગુમાવ્યા વિના હમણાં જ મારા શ્વશુરપક્ષને આ દુર્ઘટનાની જાણ કરી દો અને લગ્ન ફોક કરી દો. આપણે એમને અંધારામાં નથી રાખવા કે બોજરૂપ પણ નથી બનવું.’’ માતા-પિતાની આંખમાં આંસુ આવી ગયા. દગો-કપટ કરવા માટે એ પણ રાજી ન હતા. એથી દીકરીનું જીવન અંધકારમય થતું હતું તો પણ એમણે આ વિચારનો અમલ કર્યો અને વેવાઈ-જમાઈને જાણ કરીને લગ્ન કેન્સલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
ખરી કમાલ હવે થઈ. જમાઈ પ્રકાશપરસ્ત જીવનશૈલીનો સ્વામી નીકળ્યો. અન્યના હિત ખાતર પોતાના હિતને ગૌણ કરવાની નિસ્વાર્થ ભાવનાથઈ પ્રેરાઈને એણે પોતાનો ત્વરિત મક્કમ પ્રતિભાવ આપ્યો ઃ ‘‘લગ્ન આજે જ થશે અને મારી સાથે જ થશે. એને હર કોઈ સ્થિતિમાં સ્વીકારી લઈશ અને સાચવી લઈશ.’’ ગળગળા થઈ ઘયેલ કન્યાના પિતાએ કહ્યું ઃ ‘‘શાંતિથી વિચારો. આ ક્ષણવારનો સવાલ નથી, જંિદગીભરનો સવાલ છે.’’ જમાઈએ ધારદાર ઉત્તર આપ્યો ઃ ‘‘ધારો કે આ જ તકલીફ ગઈ કાલે મને થઈ હોત તો આજે મારાં મનની ઝંખના શી હોત ? અથવા તો આ તકલીફ લગ્નના બે-ચાર દિવસ બાદ અમારા બેમાંથી કોઈને થઈ હોત તો શું અમે એક-બીજાને છોડી શકત ? જો ના, તો પછી આજે એને હું કેમ છોડી શકું ?’’ અને... લગ્ન નિર્ધારિત સમયે નિર્ધારિત સ્થળે રંગે-ચંગે થઈ ગયા.
એક હૃદયસ્પર્શી વાક્ય વાંચ્યું હતું કે ‘‘ઘણીવાર તમામ આશાઓ તૂટી જાય ત્યારે આપણે માનીએ છીએ કે આ અંત છે. કુદરત ત્યારે મનોમન હસીને એમ કહેતી હોય છે કે આ અંત નથી, માત્ર વળાંક છે. વિશ્વાસથી ટકી રહો, માર્ગ મળી પણ જાય.’’ અહીં પણ આવું જ થયું. લગ્ન પછી દંપતી પાલનપુર ગયા. ત્યાં જાણીતા અને નિષ્ણાત ડોક્ટરને આંખ બતાવી. એમણે કહ્યું ઃ ‘‘બહુ મુશ્કેલ કેસ છે. મદ્રાસ જાવ તો કદાચ કાંઈ થાય તો થાય.’’
નવવઘૂ પ્રબળ શ્રદ્ધાસંપન્ન હતી. એણે પતિને કહ્યું ઃ ‘‘મદ્રાસ પછી જઈશું. પહેલાં અહીંથી નિકટના મારા વતનના ગામ દાતરાઈ જઈએ. ત્યાં ભગવાન મુનિસુવ્રતદાદાનું જિનાલય છે. મને એમના પર પૂર્ણ શ્રદ્ધા છે. ત્યાં પૂજા કરીએ, પછી મદ્રાસની વાત.’’ બન્ને દાંતરાઈ ગયા. એ દિવસે બન્નેએ આયંબિલનું તપ કર્યું, ભાવપૂર્વક પૂજા કરી, સ્નાત્ર ભણાવ્યું અને અંતે શાંતિકળશ પણ કર્યો. શાંતિકળશ બાદ જ્યાં એનું સ્નાત્રજળ આંખે લગાડ્યું ત્યાં અચાનક કમાલ થઈ. યુવતી પૂર્વવત્‌ નિહાળતી થઈ ગઈ !! એનો અંધાપો ગાયબ થઈ ગયો !!
આ સત્ય ઘટનામાં બન્ને પાત્રોની ગુણિયલતા એવી અદ્‌ભૂત લાગે છે કે બેમાંથી કોને પહેલા ધન્યવાદ આપવા એ પ્રશ્ન થઈ પડે. આપણે એને પ્રશ્નરૂપે જ રહેવા દઈને પ્રાર્થના કરીએ કે ઃ- ‘‘જીવનના દરેક તબક્કે બીજાનો વિચાર કરી શકું એટલી પ્રકાશપરસ્તી પ્રભુ ! તું મને પણ આપજે...’’

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved